Friday, November 22, 2024
More
    હોમપેજદેશતમિલનાડુ ભાજપા અધ્યક્ષ કે અન્નામલાઈના ઘર બહાર મુસલમાનોએ કર્યું પ્રદર્શન: પણ પોલીસે...

    તમિલનાડુ ભાજપા અધ્યક્ષ કે અન્નામલાઈના ઘર બહાર મુસલમાનોએ કર્યું પ્રદર્શન: પણ પોલીસે જેલમાં નાખ્યા BJP કાર્યકર્તાઓને

    તમિલનાડુમાં બીજેપી કોષાધ્યક્ષ એસઆર શેખરે આરોપ લગાવ્યો છે કે લગભગ 100 મુસ્લિમો અન્નામલાઈના ઘરની બહાર એકઠા થઈને આ ધ્વજ પોલનો વિરોધ કર્યો હતો. પોલીસે ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ પણ કર્યો હતો. જેમાં ભાજપના નેતા વિવિન ભાસ્કરન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

    - Advertisement -

    BJP નેતા અમર પ્રસાદ રેડ્ડીની તમિલનાડુ પોલીસે ધરપકડ કરી છે. શનિવારે (21 ઓક્ટોબર, 2023)ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે તેઓએ એક JCB મશીન પર હુમલો કર્યો અને તેને નુકસાન પહોંચાડ્યું જે વહીવટીતંત્ર દ્વારા ચેન્નાઈમાં ઉભા કરાયેલા ‘ગેરકાયદે થાંભલો’ તોડવા માટે લાવવામાં આવ્યું હતું. ધ્વજ ફરકાવવા માટે ચેન્નાઈમાં કે અન્નામલાઈના ઘરની બહાર આ પોલ લગાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અન્નામલાઈ રાજ્યમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ છે.

    એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તમિલનાડુ પોલીસ અધિકારીઓ અમર પ્રસાદ રેડ્ડીને ઉપાડી જતા જોવા મળી રહ્યા છે. અમર પ્રસાદ રેડ્ડી રાજ્ય ભાજપ ‘સ્પોર્ટ્સ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેલ’ના પ્રમુખ છે. તાંબરમ પોલીસનું કહેવું છે કે આ પોલ લગાવવા માટે ‘ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન (GCC)’ તરફથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી. તેની ઊંચાઈ 45 ફૂટ છે. તે શુક્રવારે સાંજે અન્નામલાઈના ઘરના કમ્પાઉન્ડની સીમાની બહાર સ્થાપિત કરવામાં આવ્યો હતો.

    સ્થાનિક વહીવટીતંત્રનો દાવો છે કે આ ફ્લેગ પોલ હાઈ વોલ્ટેજ વાયરની ખૂબ નજીક હતો અને લોકોને અસુવિધા થઈ રહી હતી. કોર્પોરેશન અને પોલીસે સાથે મળીને તેને હટાવવાનો નિર્ણય લીધો હતો. ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ ધરપકડની નિંદા કરી હતી અને કહ્યું હતું કે અમર પ્રસાદ રેડ્ડીની ધરપકડ બાદ આપણે ફરી યાદ રાખવું જોઈએ કે લોકશાહીમાં વિરોધના અવાજની સુરક્ષા થવી જોઈએ. તેમણે કહ્યું કે અમે તેમની મુક્તિની માંગણી કરીએ છીએ.

    - Advertisement -

    પોલીસનું કહેવું છે કે જ્યારે પોલ હટાવવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ભાજપના 110 કાર્યકરોએ વિરોધ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે સમજાવટ છતાં તેઓ દલીલો કરતા રહ્યા, ત્યારબાદ કેટલાકની ધરપકડ કરવામાં આવી અને થોડા સમય પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યા. પોલીસે આ મામલામાં 6 લોકો વિરુદ્ધ FIR નોંધી છે, જેમાંથી 5ને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. અમર પ્રસાદ રેડ્ડી અન્નામલાઈની રાજ્યવ્યાપી યાત્રાના કો-ઓર્ડિનેટર પણ છે.

    જ્યારે તમિલનાડુમાં બીજેપી કોષાધ્યક્ષ એસઆર શેખરે આરોપ લગાવ્યો છે કે લગભગ 100 મુસ્લિમો અન્નામલાઈના ઘરની બહાર એકઠા થઈને આ ધ્વજ પોલનો વિરોધ કર્યો હતો. પોલીસે ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ પણ કર્યો હતો. જેમાં ભાજપના નેતા વિવિન ભાસ્કરન ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોતાનો વીડિયો શેર કરતી વખતે અમર પ્રસાદ રેડ્ડીએ તમિલનાડુ પોલીસને શાસક ડીએમકેની એજન્ટ ગણાવી હતી. હાલ આ વિસ્તારમાં સેંકડો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં