વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કર્યું હતું. PM મોદી રાણીપની નિશાન પબ્લિક સ્કૂલના મતદાન કેન્દ્ર તરફ ઉત્સાહિત ભીડ તરફ જતા જોવા મળ્યા હતા. તેમણે રસ્તામાં લોકોનું અભિવાદન કર્યું અને મત આપવાનો વારો આવવાની રાહ જોતા કતારમાં ઊભા રહ્યા.
PM મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું#GujaratAssemblyPolls #GujaratElections #GujaratElections2022
— Tv9 Gujarati (@tv9gujarati) December 5, 2022
#PrimeMinisterNarendraModihttps://t.co/XQrNbNppn1
આ પહેલા તેઓ ગાંધીનગરથી મતદાન કરવા માટે રવાના થયા હતા. અહેવાલ અનુસાર મતદાન કર્યા બાદ PM મોદી મતદાન મથકની નજીક સ્થિત પોતાના મોટા ભાઈ સોમા મોદીના ઘરે ગયા હતા.
પોતાનો મત આપ્યા બાદ PM મોદીએ ટ્વીટર પર શાહીવાળી આંગળીનો ફોટો મુકતા લખ્યું હતું કે, “આજે મેં અમદાવાદ ખાતે મતદાન કર્યું.”
આજે મેં અમદાવાદ ખાતે મતદાન કર્યું. pic.twitter.com/pcp11w7RjV
— Narendra Modi (@narendramodi) December 5, 2022
PM મોદીએ મતદાન માટે કરી હતી અપીલ
પીએમ મોદીએ આજે સવારે રાજ્યના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી. મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલનાર છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
— Narendra Modi (@narendramodi) December 5, 2022
હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.
“ગુજરાતની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરનારા તમામ લોકોને, ખાસ કરીને યુવા મતદારો અને મહિલા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું. હું અમદાવાદમાં સવારે 9 વાગ્યે મારો મત આપીશ,” પીએમ મોદીએ ટ્વિટ કર્યું.
અમિત શાહ અને જય શાહે કર્યું મતદાન
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વોટ આપવા પહોંચ્યા હતા. આજે સવારે તેમણે મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, તેમના પુત્ર અને BCCI સચિવ જય શાહ સહિત તેમના પરિવારના સભ્યો સાથે, અમદાવાદના નારણપુરામાં AMC સબ-ઝોનલ ઑફિસમાં મતદાન કરવા પહોંચ્યા હતા.
Union Home Minister Amit Shah, along with members of his family including his son and BCCI secretary Jay Shah, casts his votes at AMC Sub-Zonal Office in Naranpura of Ahmedabad. #GujaratAssemblyPolls pic.twitter.com/7bgKV556Qr
— ANI (@ANI) December 5, 2022
આજે બીજા તબક્કાનું મતદાન
ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓની 93 વિધાનસભા બેઠકો માટે બીજા અને અંતિમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં 61 પક્ષોના 833 ઉમેદવારો હરીફાઈમાં છે, જેમના ભાવિનો નિર્ણય 2.51 કરોડથી વધુ મતદારો કરવાના છે.
મતદાન આજે સવારે 8 વાગે શરુ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનું છે.
કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે પૂર્ણ થયું હતું, જેમાં એકંદરે 63.31 ટકા મતદાન થયું હતું. ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયું હતું, જેના કારણે ચૂંટણી પંચે “શહેરી ઉદાસીનતા” માટે ગુજરાતના મતદારોની ટીકા કરી હતી.
ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે એકસાથે જાહેર કરવામાં આવનાર છે.