ભારતીય મૂળના વિવેક રામાસ્વામી હવે અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડે. તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેની દાવેદારી પાછી ખેંચી લીધી છે. અમેરિકામાં આ વર્ષે જ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં રામાસ્વામીએ રિપબ્લિક પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે હવે તેમણે પોતાની દાવેદારી છોડી દીધી છે. આ સાથે જ તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત પણ કરી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટેના દાવેદાર વિવેક રામાસ્વામીએ દાવેદારી છોડી દીધી છે. વિવેક રામાસ્વામી હવે અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલે મોટી સફળતા હાંસલ કરી છે. અમેરિકી રાજ્ય આયોવામાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીની કોકસ ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિવેક રામાસ્વામી હારી ગયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ઉમેદવારીની ચૂંટણી જીતી ગયા છે. જે બાદ વિવેક રામાસ્વામીએ પોતાની દાવેદારી પાછી ખેંચી છે અને ડોનાલ્ડ ટ્રમ્પને ખૂલીને સમર્થન આપ્યું છે.
Vivek Ramaswamy, a multi-millionaire former biotech executive, ended his White House bid on Monday (15th January) and endorsed Donald Trump after his longshot bid caught attention but failed to catapult him high enough in the Republican Party's first nominating contest in Iowa.… pic.twitter.com/GYWkIDJyJ1
— ANI (@ANI) January 16, 2024
વિવેક રામાસ્વામીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની બનવાની રેસમાંથી બહાર નીકળતા કહ્યું હતું કે, “મારી પાસે રાષ્ટ્રપતિ બનવા માટેનો કોઈ રસ્તો નથી. એટલા માટે હું મારુ કેમ્પેઇન પૂર્ણ કરું છું.” આ સાથે જ વિવેક રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પણ કર્યું છે. તેમણે નિર્ણય લીધો છે કે, તેઓ બુધવારે (17 જાન્યુઆરી) ટ્રમ્પની સાથે અમેરિકાના ન્યુ-હેમ્પશાયરમાં રેલીનું આયોજન કરશે. નોંધનીય છે કે, રામાસ્વામીએ આ પહેલાં પણ ટ્રમ્પની પ્રશંસા કરી હતી. તેમણે ટ્રમ્પને 21મી સદીના શ્રેષ્ઠ પ્રમુખ ગણાવ્યા હતા.
આ વર્ષે યોજાનારી પ્રમુખ પદની ચૂંટણીમાંથી વિવેક રામાસ્વામી ખસી ગયા બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય માત્ર નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ પ્રમુખ પદની રેસમાં વધ્યા છે. વિવેક રામાસ્વામી આ ત્રણેયથી પાછળ હતા અને હવે આયોવા કોકસના પરિણામોમાં પાછળ રહ્યા બાદ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. વિવેક રામાસ્વામી અમેરિકન રાજનીતિમાં એક અજાણ્યો ચહેરો હતા, પરંતુ ફેબ્રુઆરી 2023માં તેમણે પ્રમુખ પદ માટેની ઉમેદવારીની જાહેરાત કર્યા બાદ, વિવેક રામાસ્વામીએ રિપબ્લિકન મતદારોનું ધ્યાન પોતના તરફ ખેંચ્યું હતું.