Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતચોમાસુ સત્ર: OBC સમાજને 27% અનામત અપાવતું વિધેયક થશે રજૂ, ગુજરાત સરકારનો...

    ચોમાસુ સત્ર: OBC સમાજને 27% અનામત અપાવતું વિધેયક થશે રજૂ, ગુજરાત સરકારનો આભાર માનવા ગાંધીનગરમાં ભવ્ય કાર્યક્રમ

    આ કાર્યક્રમમાં ઓબીસી સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની આભારવિધિ અને સન્માન કર્યું હતું. આ સન્માન સમારોહમાં પરંપરાગત વસ્ત્રો, તલવાર, લાઠી, પાઘડી અને મોમેન્ટો આપી ઓબીસી સમાજે આભારવિધિ કરી હતી.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન OBC અનામત બીલ રજુ થાય પહેલા પાટનગર ગાંધીનગર ખાતે ઓબીસી સમાજનો મેળાવળો જામ્યો હતો. બીલ રજુ કરવા બદલ OBC સમાજ દ્વારા ગુજરાત સરકારનો આભાર માનવા એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલનું સરકાર વતી સન્માન કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં શુક્રવાર (15 સપ્ટેમ્બર 2023) એટલેકે ચોમાસુ સત્રના ત્રીજા દિવસે OBC અનામત બીલ રજુ કરવામાં આવશે. આ બીલ પાસ થયા બાદ ગુજરાતમાં ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% ની જગ્યાએ 27% અનામત આપવામાં આવશે.

    અહેવાલો અનુસાર ગુજરાતની ભાજપ સરકારે સ્થાનિક સ્વરાજ્યના માળખામાં ઓબીસી સમાજ માટે 10% અનામત નાબુદ કરીને 27% અનામત આપવાની જાહેરાત કરી હતી. જેને વધાવવા માટે ગાંધીનગર ખાતે ઓબીસી સમાજે ગુજરાત સરકારનો આભાર માનવા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઓબીસી સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની આભારવિધિ અને સન્માન કર્યું હતું. આ સન્માન સમારોહમાં પરંપરાગત વસ્ત્રો, તલવાર, લાઠી, પાઘડી અને મોમેન્ટો આપી ઓબીસી સમાજે આભારવિધિ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઓબીસી અનામત બિલ રજૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC સમાજ માટે 27% અનામતની જાહેરાત કર્યા બાદ તેનું વિધેયક તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ વિધેયક કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ ગૃહમાં રજૂ કરવાના છે. આ વિધેયકમાં ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ-5ની પેટા કલમ 6માં સુધારવાની જોગવાઓ છે. જ્યારે કોર્પોરેશનમાં 10%ના બદલે 27% અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ છે. સાથે જ તમામ અનામત 50%થી વધારે ન થાય તે માટેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે.

    - Advertisement -

    OBC અનામત બીલ એટલે શું?

    સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે પહેલા 10% અનામત આપવામાં આવતું હતું, જેને વધારીને 27% કરવામાં આવશે. નોંધનીય છે કે આ બીલ પાસ થયા બાદ SC-STને મળતા અનામતમાં કોઈ જ ફેરફાર નહીં થાય. તો બીજી તરફ સંસ્થાના હોદ્દાઓમાં ઓબીસી સમાજને 50%ની મર્યાદામાં 27% અનામત મળશે.

    વિધાનસભામાં બીલ પાસ થયા બાદ તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં પણ 27% અનામત રહેશે. જયારે પેટા જિલ્લા એક્ટમાં 9 જિલ્લા અને 61 તાલુકામાં વસતી પ્રમાણે બેઠકો ફાળવવામાં આવશે. બીજી તરફ મહાનગરોમાં પણ ઓબીસી સમાજને 50%ની મર્યાદામાં 27% અનામત અપાશે. આ પહેલા સ્થાનિક સ્વરાજ્યમાં OBC માટે 10% અનામત લાગુ પડતું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં