Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'ફ્રી રેવડી કલ્ચર' દેવું કરી ઘી પીવા જેવી સ્થિતિઃ DTC હોય કે...

    ‘ફ્રી રેવડી કલ્ચર’ દેવું કરી ઘી પીવા જેવી સ્થિતિઃ DTC હોય કે દિલ્હી જલબોર્ડ, દિલ્હી સરકારના બધા એકમો છે દેવામાં ગળાડૂબ; જાણો હાલની સ્થિતિ

    શું હવે ગુજરાતીઓ કેજરીવાલની આ રેવડી ક્લચરની માયાજાળમાં ફસાશે? શું ગુજરાતીઓ દિલ્હીને દેવામાં ડુબાડનાર આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોકો આપશે? શું કેજરીવાલ પાસે આ ફ્રીની રેવડીઓના પૈસા ક્યાંથી આવશે એનું કોઈ પ્લાનિંગ છે?

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રોજ નવા નવા કાવા-દાવા, ખુલાસા સામે આવતા જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં આવીને રોજ કોઈ નવી ‘ફ્રી ફ્રી ફ્રી’ વાળી જાહેરાત કરી જાય છે અને પછી સામે આવે છે એમના એ રેવડી ક્લચરની દિલ્હી પર પડેલી આડઅસરો.

    કેજરીવાલ હવે જયારે પણ ગુજરાત આવી રહ્યા છે કોઈ એક નવી ફ્રીની સ્કીમ સાથે લઇ આવે છે. આ પહેલા પણ તેમણે ગુજરાતના રાજકારણમાં પોતાનો પગ જમાવવા માટે ઘણી જાહેરાતો કરી છે. તેમણે વિજળીથી લઈને શિક્ષણ સુધી ઘણું બધું ફ્રીમાં આપવાની વાતો કરી ચુક્યા છે. ચૂંટણીને હજુ મહિનાઓની જેટલી વાર છે ત્યાં આ જાહેરાતોની સંખ્યા વધશે એમાં કોઈ શંકા નથી.

    કેજરીવાલે ગુજરાતમાં કરેલા ચૂંટણીલક્ષી વાયદાઓ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છેલ્લા એકાદ મહિનામાં જુદા જુદા સમયે ગુજરાત માટે અનેક ચૂંટણીલક્ષી વાયદાઓ કરેલા છે. કેજરીવાલ મુજબ જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં આવશે તો,

    - Advertisement -

    કેજરીવાલના દિલ્હીની હાલત

    કેજરીવાલ આજ કાળ જે જાહેરાતો ગુજરાતમાં કરી રહ્યા છે તે તેમણે જે તે સમયે દિલ્હી ચૂંટણીઓ વખતે પણ કરી હતી. જે બાદ તેઓ બહુમતીથી એ ચૂંટણી જીત્યા પણ હતા. હવે આ રેવડી ક્લચરની દિલ્હી પર શું અસર પડી છે એ પણ જોવું જોઈએ.

    2022માં બહાર પડેલ CAG ના રિપોર્ટ અનુસાર 2015-2016 સામે 2019-2020માં દિલ્હી રાજ્યનું કુલ દેવું 7% વધ્યું હતું. CAGના અહેવાલ મુજબ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શાસનમાં રૂ. 2,268.93 કરોડના વધારા સાથે, દેવું 2015-16ની શરૂઆતમાં રૂ. 32,497.91 કરોડથી વધીને 2019-20ના અંતે રૂ. 34,766.84 કરોડ થયું હતું.

    સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો 2021 સુધી જ દિલ્હી જળ બોર્ડ (DJB) નું કુલ દેવું રૂ. 57,506 કરોડ થઇ ગયું હતું. જેમાં રૂ. 29,473 કરોડ મૂળ દેવું હતું અને રૂ. 28,034 તેનું વ્યાજ હતું. અને તે બાદ એ વધતું જ ગયું છે.

    2021ના અહેવાલો મુજબ, દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) 2015થી દર વર્ષે વાર્ષિક રૂ. 1,000 કરોડની ખોટમાં ચાલી રહી છે. છેલ્લાં છ વર્ષમાં, DTCને 2014-15માં ₹1,019.36 કરોડ, 2015-16માં ₹1,250.15 કરોડ, 2016-17માં ₹1,381.78 કરોડ, 2017-18માં ₹1,730.02 કરોડ અને ₹2017-18માં ₹1,460.18 કરોડનું નુકસાન થયું હતું. 2019-20ના વચગાળાના અંદાજો અનુસાર, નુકસાન ₹1,834.67 કરોડ હતું.

    દેવામાં ગળાડૂબ દિલ્હીના CM હવે ગુજરાતને દેવાદાર કરવા માંગે છે?

    આમ પોતાની ચૂંટણીલક્ષી રેવડી ક્લચરની દિલ્હી પર પડેલી આડઅસરો જોયા બાદ પણ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને ગુજરાતીઓને જુદી જુદી ફ્રી ફ્રી ફ્રીની લાલચ આપી રહ્યા છે. ઉપરાંત તેઓ સામે એ પણ નથી બતાવી રહ્યા કે આ બધું ફ્રી આપવા માટેના પૈસા લાવવા માટે એમની પાસે શું પ્લાન છે.

    રેવડી ક્લચરની વૈશ્વિક અસરો

    તાજેતરના જ વર્ષોમાં આ વિશ્વએ આ રેવડી ક્લચરની વૈશ્વિક અસરો પણ જોઈ છે. ભલે એ શ્રીલંકા હોય કે બાંગ્લાદેશ પણ જ્યાં જ્યાં ટૂંકા ગાળાના રાજકીય લાભો માટે રાજકારણીઓ જનતાને લલચાવવા આવી ફ્રીની રેવડીઓ આપતા ફરી છે ત્યારે તેમની હાલત ખુબ કફોળી થતી હોય છે તેનાથી હવે કોઈ અજાણ નથી.

    તો શું હવે ગુજરાતીઓ કેજરીવાલની આ રેવડી ક્લચરની માયાજાળમાં ફસાશે? શું ગુજરાતીઓ દિલ્હીને દેવામાં ડુબાડનાર આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોકો આપશે? શું કેજરીવાલ પાસે આ ફ્રીની રેવડીઓના પૈસા ક્યાંથી આવશે એનું કોઈ પ્લાનિંગ છે? આ બધા સવાલોના જવાબ તો ભવિષ્ય જ આપશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એટલું તો જાણી શકાય છે કે ફ્રી રેવડી ક્લચરની અસર ના તો દુનિયાના કોઈ દેશ પર ના ભારતના કોઈ રાજ્ય પર સારી પડી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં