Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણમફત વીજળીના વાયદા કરીને સરકાર બનાવ્યા બાદ જૂની સબસિડી પર પણ લગાવ્યાં...

    મફત વીજળીના વાયદા કરીને સરકાર બનાવ્યા બાદ જૂની સબસિડી પર પણ લગાવ્યાં નિયંત્રણો: કોંગ્રેસ શાસિત હિમાચલના મંત્રીએ કહ્યું- વિદ્યુત બોર્ડના કર્મચારીઓના પગાર માટે પણ પૈસા નથી

    મંત્રી હર્ષવર્ધન ચૌહાણે કહ્યું હતું કે, "તત્કાલીન ભાજોના નેતૃત્વવાળી જયરામ સરકારે જે 125 યુનિટ મફત વીજળી આપવાની શરૂઆત કરી હતી, તેનું ભારણ પૂર્વ ભાજપ સરકારની જગ્યાએ વર્તમાનની કોંગ્રેસ સરકાર માથે આવી પડ્યું છે. હાલ રાજ્યમાં વિદ્યુત બોર્ડ નાણાકીય ભીંસમાં છે. વિદ્યુત બોર્ડના કર્મચારીઓને પગાર આપવાના પણ રૂપિયા નથી."

    - Advertisement -

    હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવવા માટે મોટા-મોટા વાયદાઓ કરનારી કોંગ્રેસ પાર્ટી પોતાનો અસલ મિજાજ બતાવી રહી છે. હજુ તો ચૂંટણી સમયે હિમાચલ પ્રદેશના લોકોને જે 300 યુનિટ મફત વીજળી આપવાનો વાયદો કર્યો હતો તે પૂરો નથી કર્યો, ને કોંગ્રેસે હિમાચલમાં તેમની સરકાર બની તે પહેલાંથી વીજળી પર મળતી સબસિડી પર આંશિક રોક લગાવી છે. રાજ્યના કેટલાક પરિવારોને હવે 125 યુનિટ મફત વીજળીનો લાભ નહીં મળે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સુખવિંદર સુક્ખુની સરકારે મંત્રીમંડળની બેઠકમાં અનેક નિર્ણય લીધા. તે પૈકી એકમાં નક્કી કરવામાં આવ્યું કે આયકર ઉપભોક્તાઓને (Income Taxpayers) મફત વીજળીનો લાભ નહીં આપવામાં આવે. આ લોકોમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળથી માંડીને પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, બોર્ડના ચેરમેન, સલાહકારો, ક્લાસ 1 અને 2ના અધિકારીઓ, IAS-IPS અધિકારીઓથી માંડીને ઉદ્યોગપતિઓ સુધીના એ દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે, જેઓ ઇન્કમ ટેક્સ ભરે છે. શુક્રવારે યોજાયેલી આ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ ભૂતકાળની ભાજપ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 125 યુનિટ સુધી મફત વીજળીની જોગવાઇ પર લગામ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોંગ્રેસ સરકારના મંત્રીમંડળ દ્વારા આ મામલે સર્વસહમતી દર્શાવવામાં આવી હતી.

    આ મામલે મંત્રી હર્ષવર્ધન ચૌહાણે કહ્યું હતું કે, “તત્કાલીન ભાજપના નેતૃત્વવાળી જયરામ ઠાકુર સરકારે જે 125 યુનિટ મફત વીજળી આપવાની શરૂઆત કરી હતી, તેનું ભારણ પૂર્વ ભાજપ સરકારની જગ્યાએ વર્તમાનની કોંગ્રેસ સરકાર માથે આવી પડ્યું છે. હાલ રાજ્યમાં વિદ્યુત બોર્ડ નાણાકીય ભીંસમાં છે. વિદ્યુત બોર્ડના કર્મચારીઓને પગાર આપવાના પણ રૂપિયા નથી. તેવામાં બોર્ડની સ્થિતિમાં સુધાર લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો નિયમ પસાર થયા બાદ ઇનકમ ટેક્સ ભરતા લોકોને મફત વીજળીનો લાભ નહીં મળે.”

    - Advertisement -

    સત્તામાં આવતાં પહેલાં 300 યુનિટ વીજળી મફત આપવાની કોંગ્રેસની જાહેરાત પર મંત્રીએ કહ્યું હત કે, “કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં આવ્યા બાદ વાયદો પૂર્ણ કરવાની વાત કરી હતી, પરંતુ તેના માટે કોઈ સમય રેખા નક્કી નહોતી કરી. કોંગ્રેસે તેમ પણ નહોતું કહ્યું કે સરકાર બનતાંની સાથે જ 300 યુનિટ મફત આપી દઈશું. તેની સમય સીમા નથી. આવનારા સમયમાં ચોક્કસપણે 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે નવો નિયમ લાગુ થયા બાદ હિમાચલ પ્રદેશમાં આયકર ઉપભોક્તાઓ તેમજ તેના દાયરામાં આવતા લોકોને રેસિડેન્શિયલમાં 125 યુનિટ સુધીના મફત વીજળીના વપરાશનો લાભ નહીં મળી શકે. જે લોકો ઇનકમ ટેક્સ નથી ભરતા અથવા તો સામાન્ય આવક ધરાવે છે તેમને આ લાભ મળવાનું ચાલુ રહેશે. સરકારે હજુ તે પણ સ્પષ્ટતા નથી કરી કે રાજ્યમાં કેટલા ટેક્સપેયર છે અને આ નિર્ણયથી તેઓ કેટલા રૂપિયા બચાવી લેશે કે જેનાથી વિદ્યુત બોર્ડને વધુ આવક થઈ શકે.

    રિપોર્ટ્સ અનુસાર, હિમાચલ પ્રદેશ રાજ્ય વિદ્યુત બોર્ડે વર્ષ 2023-24માં ₹1800 કરોડનું નુકસાન વેઠ્યું છે. બોર્ડમાં લગભગ 12 હજાર કર્મચારીઓ છે, જેને સરકાર તરફથી વાર્ષિક ₹950 કરોડની ગ્રાન્ટ મળે છે. જાણકારી મુજબ, રાજ્ય પર હાલ ₹85,000 કરોડનો બોજો છે અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આવનારા સમયમાં કોંગ્રેસ સરકાર માટે આ પરિસ્થિતિ સુધારવી એક મોટો પડકાર બની રહેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં