Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણમોદીને હરાવવા ભેગી થયેલી ટોળકીમાં સામેલ નહીં થાય માયાવતી, ઉત્તર પ્રદેશમાં BSP...

    મોદીને હરાવવા ભેગી થયેલી ટોળકીમાં સામેલ નહીં થાય માયાવતી, ઉત્તર પ્રદેશમાં BSP એકલી જ લડશે લોકસભા ચૂંટણી: પત્રકાર પરિષદમાં કરી જાહેરાત

    માયાવતીએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પહેલા પણ એકલા ચૂંટણીઓ લડી છે અને એકલા સરકાર પણ બનાવી છે, તેમણે કહ્યું કે, "BSP કોઈને ફ્રીમાં સમર્થન નહીં આપે, પરંતુ ચૂંટણીઓ બાદ ગઠબંધન પર વિચાર કરીશું."

    - Advertisement -

    બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. પોતાના જન્મ દિવસના અનુસંધાને યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું હતું કે તેઓ કે તેમની પાર્ટી INDI કે અન્ય કોઇ ગઠબંધનમાં સામેલ નહીં થાય. જેનો સીધો અર્થ થાય કે ગઠબંધનને નકારીને ઉત્તર પ્રદેશમાં BSP એકલી જ લોકસભા ચૂંટણી લડશે. આ દરમિયાન તેમણે આપેલા નિવેદનથી તે પણ સ્પષ્ટ થઇ ગયું છે કે રાજકારણથી નિવૃત્તિ લેવાનો હાલ તેમનો કોઈ જ ઈરાદો નથી.

    અહેલાવોમાં જણાવ્યા અનુસાર, ગઠબંધનને નકારીને BSP સ્વતંત્ર રીતે લોકસભા ચૂંટણી લડશે. પાર્ટી સુપ્રીમોએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, “વિપક્ષના I.N.D.I.A ગઠબંધનને લઈને સમાજવાદી પાર્ટીના આગેવાને જે પ્રમાણે બસપાના લોકોને ભ્રમિત કરવાના ઉદ્દેશ્યથી કાચિંડાની જેમ રંગ બદલ્યો છે, આવા લોકોથી બહુજન લોકોએ સાવધાન રહેવાનું છે. ગઠબંધન સાથે ચૂંટણી લડવાથી સાથેની અન્ય પાર્ટીઓને જ ફાયદો થાય છે અને એટલે જે બહુજન સમાજવાદી પાર્ટી એકલા જ ચૂંટણી લડશે.”

    માયાવતીએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પહેલા પણ એકલા ચૂંટણીઓ લડી છે અને એકલા સરકાર પણ બનાવી છે, તેમણે કહ્યું કે, “BSP કોઈને ફ્રીમાં સમર્થન નહીં આપે, પરંતુ ચૂંટણીઓ બાદ ગઠબંધન પર વિચાર કરીશું. ટૂંક સમયમાં જ ઘોષિત થનાર લોકસભા ચૂંટણીઓમાં અમારી પાર્ટી દલિતો, આદિવાસીઓ અને ખૂબ જ પછાત તેમજ મુસ્લિમો અને અલ્પસંખ્યકોના દમથી એકલા જ ચૂંટણી લડીશું.”

    - Advertisement -

    માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે, “ગઠબંધન કરવાથી પાર્ટીને ફાયદો ઓછો ને નુકસાન વધુ થાય છે. ગઠબંધનથી અમારો વોટશેર પણ ઘટી જાય છે અને અન્ય પાર્ટીને તેનો ફાયદો મળી જાય છે. એટલા માટે મોટાભાગની પાર્ટીઓ BSP સાથે ગઠબંધન કરવા માંગે છે. અમારી પાર્ટી એકલા ચૂંટણી લડીને વધુ સારા પરિણામો લાવશે. અમારી પાર્ટીનું સર્વોચ્ચ નેતૃત્વ એક દલિતના હાથમાં છે અને એટલે જ અમે એકલા ચૂંટણી લડવા માંગીએ છીએ. ગઠબંધન કરવાથી તમામ વોટ ગઠબંધનની પાર્ટીને જતા રહે છે અને તે ગઠબંધનના વોટ, તેમાં પણ ખાસ કરીને અપર કાસ્ટના વોટ અમારી પાર્ટીને નથી મળતા એટલે નુકસાન અમારી પાર્ટીને જ છે”

    માયાવતીએ મીડિયાને સંબોધતા તે સ્પષ્ટ કરી દીધું હતું કે ગઠબંધનને નકારીને BSP સ્વતંત્ર લોકસભા ચૂંટણી લડશે. એક બાબત તે પણ છે કે ચૂંટણી બાદ તેઓ સમર્થન આપવા પર પણ વિચાર કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં