Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણગુજરાત આપમાં દિવાળી પહેલા ધમાકો: આમ આદમી પાર્ટીના વિસાવદર શહેર પ્રમુખ સહિત...

    ગુજરાત આપમાં દિવાળી પહેલા ધમાકો: આમ આદમી પાર્ટીના વિસાવદર શહેર પ્રમુખ સહિત 35 હોદ્દેદારો હર્ષદ રીબડિયાની હાજરીમાં ભાજપમાં જોડાયા

    ગુજરાતમાં આ વખતે જોરશોરથી ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીને વિસાવદરમાં ઝટકો લાગ્યો છે. તેના શહેર પ્રમુખ સહિત 35 જેટલા હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે.

    - Advertisement -

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દિવાળી બાદ હમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આ વચ્ચે વિસાવદર શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત 35થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 

    વિસાવદર શહેરના આમ આદમીના પ્રમુખ સહિત 35થી વધુ હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરોએ જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો હતો. વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે તે સાથે પક્ષોમાં નવાજૂનીના એંધાણ થતા આવ્યા છે.

    વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા ગાંધીનગર ખાતે ભાજપમાં જોડાયા બાદ પોતાના મત વિસ્તાર અને વિસાવદર વિધાનસભાના વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરો જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે ભાજપમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીનું વિસર્જન કરી ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત વિકાસયાત્રામાં જોડાયા હતા.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અનિલભાઈ માલવીયા, યુવા પ્રમુખ આશુતોષભાઈ રીબડીયા, યુવા ઉપપ્રમુખ દેવેનભાઈ સાવલિયા, નગરપાલિકાના આમ આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વિરાણી, મહામંત્રી મયુરભાઈ રીબડીયા, કારોબારી સભ્ય નિકુંજભાઈ માલવીયા સહિત રમેશભાઈ પડશાળા, ઉદયભાઇ રાખોલીયા, લાલજીભાઈ માલવિયા, ધવલભાઇ માલવયા, મુકેશભાઈ પાનસુરીયા, નિલેશભાઈ ડોબરીયા, પ્રવીણભાઈ રીબડીયા, કૈલાશભાઈ માલવયા, સંજયભાઈ માલવયા, મનીષભાઈ પટેલ, જગદીશભાઈ સુવાગીયા, સુધીરભાઈ વખારીયા, હરસુખભાઈ વઘાસિયા, દર્શનભાઈ રીબડીયા, દીપેનભાઈ બલદાણીયા, જયેશભાઈ બુહા, ઉમેશભાઈ રીબડીયા, નિરવભાઈ રીબડીયા, ભીખુભાઈ રાજપુરી, તુષારભાઈ બાંભરોલીયા, રાજુભાઈ ઠેસીયા, મહેશભાઈ ચોટલીયા, હાર્દિકભાઈ સુવાગીયા, વિશાલભાઈ રીબડીયા, મોહિતભાઈ રીબડીયા, દિવ્યેન ભાઈ રીબડીયા, સહિત વિશાળ સંખ્યામાં આગેવાનોએ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિસાવદર ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં