Sunday, December 22, 2024
More

    રાજ્યસભા ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો 

    રાજ્યસભા સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. ગુરુવારે (19 ડિસેમ્બર) રાજ્યસભા ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંઘે આ જાણકારી આપી હતી. 

    ઉપસભાપતિએ કહ્યું કે, આ નોટિસ દેશની બંધારણીય સંસ્થાઓને કલંકિત કરવાનો અને ઉપરાષ્ટ્રપતિને બદનામ કરવાનો એક પ્રયાસ છે. 

    ડેપ્યુટી ચેરમેને આગળ કહ્યું કે, “વિપક્ષી સાંસદોની નોટિસ દોષયુક્ત અને અયોગ્ય છે અને લાગે છે કે માત્રને માત્ર વર્તમાન ઉપરાષ્ટ્રપતિની છબી ખરડવા માટે જ રજૂ કરવામાં આવી છે, જેમાં ક્યાંય તથ્યોને સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ ધારણાઓ અને અનુમાનોના આધારે આરોપો લગાવી દેવામાં આવ્યા છે અને તેનાથી બંધારણીય સંસ્થાની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચે છે, જેથી તેને રદબાતલ ઠેરવવામાં આવે છે.”

    ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે વિપક્ષી સાંસદોએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નોંધવું જોઈએ કે વિપક્ષીઓ કાયમ તેમની સામે આરોપો લગાવતા રહે છે અને સભાપતિ સાથે પણ એવું જ વર્તન કરે છે, જેવું સત્તાપક્ષ સાથે કરતા આવ્યા છે.