ફિલ્મ આદિપુરુષના દિગ્દર્શક ઓમ રાઉત દ્વારા અભિનેત્રી કૃતિ સેનનને મંદિર પરિસરમાં છુટા પડતી વખતે ચુંબન આપવાને લઈને વિવાદ થયો છે. રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં સીતાના પાત્રને જીવંત કરનાર અભિનેત્રી દીપિકા ચિખલિયાએ પણ કહ્યું કે તેણે આ કૃત્યની નિંદા કરી છે.
અહેવાલો અનુસાર, તિરુપતિમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા બાદ સ્ટારકાસ્ટે 7 જૂન 2023ના રોજ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. કૃતિ સેનન દર્શન કર્યા પછી પરત જવા લાગી ત્યારે દિગ્દર્શક ઓમ રાઉત તેને મળવા આવ્યા અને તેને ગળે લગાડી અને તેના ગાલ પર કિસ કરી હતી. મંદિરના પૂજારીઓએ પણ આનો વિરોધ કર્યો છે. તેલંગાણાના ચિલ્કુર બાલાજી મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું કે હોટલમાં જઈને આવું કૃત્ય કરવું જોઈએ.
#Adipurush: Controversies continue to haunt the Team! While such a send-off gesture is quite common amongst the celebrities, it was inappropriate at the Tirumala. #KrithiSanon #OmRaut pic.twitter.com/hkUd2ButLG
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 7, 2023
તેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ ઓમ રાઉત અને કૃતિ સેનનને ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મંદિર પરિસરમાં સ્ટારકાસ્ટે કરેલા આ કૃત્યથી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
Pecks & flying kiss are not allowed & it’s basic sense they shouldn’t do this in temple premises. #Bollywood actor #KritiSanon greeted Director #OmRaut with a peck & in return #OmRaut with a flying kiss while leaving after #LordVenkateshwara darshan in #Tirupati. pic.twitter.com/qiGEs6gwyD
— Sowmith Yakkati (@sowmith7) June 7, 2023
દીપિકા ચિખલિયાએ પણ ઘટનાની નિંદા કરી
સીતાના પાત્રને અમર બનાવનાર દીપિકાએ આજતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “આજના કલાકારો માટે એ મોટી સમસ્યા છે કે તેઓ ન તો પાત્રમાં પ્રવેશી શકે છે અને ન તો તેની લાગણીઓને સમજી શકે છે. તેમના માટે રામાયણ માત્ર એક ફિલ્મ બની રહેશે. ભાગ્યે જ તેમણે આ ફિલ્મમાં પોતાનો આત્મા નાખ્યો હશે.”
દીપિકાએ કહ્યું, “કૃતિ આજની પેઢીની અભિનેત્રી છે. આજના યુગમાં કોઈને ચુંબન કરવું કે ગળે લગાડવું એ એક મીઠી ચેષ્ટા માનવામાં આવે છે. તેણે ક્યારેય પોતાને સીતાજી તરીકે સમજી જ નહીં હોય. મેં સીતાનું પાત્ર જીવ્યું છે. આજની અભિનેત્રીઓ તેને માત્ર એક રોલ તરીકે ભજવે છે. એકવાર ફિલ્મ કે પ્રોજેક્ટ પૂરો થઈ જાય પછી તેમને કોઈ પરવા નથી.”
દીપિકા આગળ ઉમેરે છે, “અમારા સમયમાં સેટ પર કોઈની પણ હિંમત નહોતી કે તે અમને નામથી બોલાવે. જ્યારે અમે અમારા પાત્ર પર હતા ત્યારે સેટ પરથી જ ઘણા લોકો આવીને અમારા પગને સ્પર્શ કરતા હતા. એ જમાનો જુદો હતો. તે સમયે અમને અભિનેતા તરીકે બિલકુલ ગણવામાં આવતા ન હતા. લોકો અમને ભગવાન સમજતા હતા. અમે કોઈને ગળે પણ નહોતા લગાવી શકતા, ચુંબન તો બહુ દૂરની વાત છે.”
અભિનેત્રી દીપિકાએ વધુમાં ઉમેર્યું હતું કે, “આદિપુરુષની રિલીઝ પછી, બધા કલાકારો તેમના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ જશે અને કદાચ પાત્રને ભૂલી જશે. જોકે અમારી સાથે આવું ક્યારેય બન્યું નથી. અમારી સાથે એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે અમે ભગવાન છીએ જે ઉપરથી ક્યાંક આવીને આ દુનિયામાં જીવી રહ્યા છીએ. આ જ કારણ છે કે અમે પણ એવું કંઈ નથી કર્યું જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે.”