હિંદુ તહેવારો આવે એટલે તેને બદનામ કરતી ટોળકી પણ સક્રિય થઈ જાય છે અને એક ષડ્યંત્ર હેઠળ કામ કરવામાં આવે છે. આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી, જેમાં મીડિયાએ ચલાવ્યું કે ઉત્તર પ્રદેશના અમરોહામાં ધનતેરસ પર એક વ્યક્તિએ જુગારમાં પત્ની દાવ પર લગાવી અને પછી હારી ગયો. પછી તેનો ભાઈ સ્થળે પહોંચ્યો અને પૈસા આપીને પત્નીને છોડાવી. ત્યારબાદ હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા અને ધનતેરસના શુભ તહેવાર પર આપત્તિજનક ટિપ્પણીઓ થવા માંડી.
મીડિયાએ ભ્રામક રીતે આ સમાચાર ચલાવ્યા અને દર વખતની જેમ આરોપીઓનાં નામો છુપાવી દીધાં. ‘ઝી ન્યૂઝ’એ ‘અમરોહા મેં એક અર મહાભારત’ હેડલાઈન સાથે સમાચાર પ્રકાશિત કરીને હિંદુ ગ્રંથને પણ બદનામ કર્યો. ‘ન્યૂઝ24’ ચેનલે સાડી અને ઘરેણાં પહેરેલી મહિલાની પ્રતીકાત્મક તસવીર લગાવી.
ઇસ્લામી કટ્ટરપંથી અલી સોહરાબે આ સમાચાર શૅર કરીને ‘સંસ્કૃતિ’ લખીને હિંદુઓ પર કટાક્ષ કર્યો. અન્ય પણ X હૅન્ડલોએ આ સમાચાર આગળ ચલાવીને હિંદુઓને ટાર્ગેટ કર્યા. મુસ્તાક અહમદ નામના એક વ્યક્તિએ પોતાના મઝહબનાં ગુણગાન કરીને લખ્યું કે ઇસ્લામમાં જુગાર-શરાબ હરામ છે. સાજિદ અલીએ હિંદુઓને ગાળો આપીને સનાતન ધર્મને નિશાન બનાવ્યો.
#संस्कृति pic.twitter.com/QekzSmPO8w
— Ali Sohrab (@007AliSohrab) November 11, 2023
અહીં સત્ય એ છે કે મામલો કોઇ હિંદુ નહીં પણ મુસ્લિમ પરિવારનો છે અને આરોપીઓ તમામ મુસ્લિમ છે. વાસ્તવમાં જુગારમાં પત્ની હારી જનારો કોઇ ધનતેરસ ઉજવતો હિંદુ નહીં પરંતુ સુહૈલ અહમદ છે.
આ મામલો ઉત્તર પ્રદેશના અમરોહાના ડીડોલી પોલીસ મથક વિસ્તારના જલાલાબાદનો છે. અહીં એક મહિલાએ શોહર અને તેના પરિવાર પર અન્ય પણ ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે શોહરે તેને ગીરવી મૂકી દીધી હતી. તેણે કહ્યું કે, સુહૈલ, તેની માતા સલમા, પિતા રઈસ અહમદ, ભાઈ ફુજૈલ, સુહૈબ, બહેન કહકશા, મહકા અને દરકશા- બધાં મળીને તેને પ્રતાડિત કરતાં હતાં.
પીડિતાની બે પુત્રીઓ પણ છે. તેણે જણાવ્યું કે, તેઓ શૌહર સુહૈલ અહમદ જુગારી છે. તે પહેલાં પણ જુગાર રમતો હતો અને તેમાં ધનતેરસને સંડોવવું યોગ્ય નથી. એમ પણ કહ્યું કે, છાશવારે પૈસાની માંગ કરતો રહેતો હતો અને 6 મેના પહેલાં તેને ધક્કા મારીને ઘરની બહાર પણ કાઢી મૂકી હતી. પત્નીને હાર્યા બાદ સુહૈલ અહમદ તેને એક અજાણ્યા શહેરમાં છોડીને આવી ગયો હતો અને જેની સામે હાર્યો હતો તેને કહી આવ્યો હતો કે પૈસા ચૂકવીને પત્ની લઇ જશે.