Sunday, December 22, 2024
More
    હોમપેજમિડિયા'રાહુલ ભાઈ, તમે પણ આવો, પ્રશ્નોના જવાબ આપો': રાહુલ કંવલે ચાલુ ઇન્ટરવ્યુમાં...

    ‘રાહુલ ભાઈ, તમે પણ આવો, પ્રશ્નોના જવાબ આપો’: રાહુલ કંવલે ચાલુ ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે ઇન્ડિયા ટૂડે વર્ષોથી જોઈ રહ્યું છે રાહુલ ગાંધીની રાહ, ‘અપમાનજનક’ ટિપ્પણી ગણાવી કોંગ્રેસે કર્યા બ્લેકલિસ્ટ

    કંવલે વાતચીતમાં ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી ઇન્ડિયા ટુડેના મંચથી સતત દૂર રહે છે. તેમણે કહ્યું, “અમે 20 વર્ષથી રાહુલ ગાંધીને આમંત્રણ આપી રહ્યા છીએ, પરંતુ તે આવી રહ્યા નથી. એવું લાગે છે કે તેમને પ્રશ્નોથી એલર્જી છે.”

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટીએ (Congress) રવિવારે (15 ડિસેમ્બર 2024) ઇન્ડિયા ટુડેના (India Today) ન્યૂઝ ડાયરેક્ટર રાહુલ કંવલને (Rahul Kanwal) બ્લેકલિસ્ટ (Black List) કરી દીધા. ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં ગૃહમંત્રી અમિત શાહ સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) પર જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને ‘અપમાનજનક’ ગણાવી પછી આ જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટનાક્રમે ફરી એકવાર કોંગ્રેસ અને મીડિયા વચ્ચેની ખટાશ છતી કરી છે.

    સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત

    કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ X પર લખ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટી હંમેશા પ્રેસની સ્વતંત્રતા અને નિષ્પક્ષ પત્રકારત્વનું સમર્થન કરે છે. પરંતુ એવા લોકો જે પ્રેસ કાર્ડના આધારે કોઈ રાજનૈતિક પક્ષના ટ્રોલની જેમ કામ કરે છે તેમની સાથે સંવાદ કરવો આવશ્યક નથી. તેથી ઇન્ડિયા ટુડેના રાહુલ કંવલને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. કોન્ક્લેવમાં તેમણે પોતાને ‘ચાણક્ય’ માનતા નેતાના વખાણ કર્યા, જેમણે વિપક્ષના નેતા વિરુદ્ધ પાયાવિહોણી વાતો કરી હતી. રાહુલ કંવલને માફ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો, પરંતુ તે વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યા છે. તેઓ પત્રકારત્વના નામે જે કરી રહ્યા છે તે અમારી સમજની બહાર છે.”

    પવન ખેરાએ બીજી પોસ્ટમાં તીખી પ્રતિક્રિયા આપતા લખ્યું, “આનાથી વધુ શરમજનક શું હોઈ શકે – ગૃહમંત્રી રાહુલ ગાંધી સામે ગટર સ્તરીય વાતો કરવી કે કંવલનું સસ્તી લોકપ્રિયતા માટે તેમનું સમર્થન કરવું? શું કંવલમાં હિંમત છે કે તે શાહને મોદીની પત્ની કે સ્નૂપગેટ અંગે સવાલ પૂછી શકે? શ્રી અરુણ પુરી શું આ જ છે ઇન્ડિયા ટુડે કોન્કલેવ?”

    - Advertisement -

    આવું પહેલીવાર નથી થયું જ્યારે કોંગ્રેસે રાહુલ કંવલ પર નિશાન સાધ્યું હોય. ખેરાએ સપ્ટેમ્બરમાં પણ કહ્યું હતું કે વિવાદાસ્પદ ચર્ચા બાદ કંવલે કોંગ્રેસના નેતાઓની માફી માંગી હતી. જોકે, આ વખતે પાર્ટીનું વલણ કડક છે.

    ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં શું થયું?

    ગૃહમંત્રી અમિત શાહ સાથેના ઇન્ટરવ્યુમાં રાહુલ કંવલે લોકસભાની ચૂંટણી, તાજેતરની વિધાનસભા ચૂંટણી અને સરહદની સુરક્ષા જેવા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછ્યા હતા. અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું, “રાહુલ ગાંધી હારમાં પણ ઘમંડી બની જાય છે. તે હંમેશા વિદેશી સ્ત્રોતો પર આધાર રાખે છે. ભારતમાં ન્યાયતંત્ર, તકેદારી એજન્સીઓ અને લોકશાહી તંત્ર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તે ટીકા કરવા માટે વિદેશી અહેવાલોનો જ આશરો લે છે.”

    ગૃહમંત્રી અમિત શાહે EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર કોંગ્રેસના વલણોની મજાક ઉડાવતા કહ્યું, “જ્યારે કોંગ્રેસ જીતે છે, ત્યારે EVM સાચા હોય છે. પરંતુ કોંગ્રેસ હારે એટલે EVM ખરાબ થઇ જાય છે. આ તેમની હાર ન સ્વીકારવાની વૃત્તિ દર્શાવે છે.”

    કંવલે વાતચીતમાં ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી ઇન્ડિયા ટુડેના મંચથી સતત દૂર રહે છે. તેમણે કહ્યું, “અમે 20 વર્ષથી રાહુલ ગાંધીને આમંત્રણ આપી રહ્યા છીએ, પરંતુ તે આવી રહ્યા નથી. એવું લાગે છે કે તેમને પ્રશ્નોથી એલર્જી છે.” તેમણે કહ્યું, “રાહુલભાઈ, તમે પણ આવો અને પ્રશ્નોના જવાબ આપો.”

    પત્રકારો સાથે કોંગ્રેસના સંઘર્ષનો ઈતિહાસ ઘણો જૂનો

    પત્રકારો સાથે કોંગ્રેસનો સંઘર્ષ થવો એ કોઈ નવી વાત નથી. સપ્ટેમ્બર 2023માં I.N.D.I. ગઠબંધને 14 ટીવી એન્કરોની યાદી જાહેર કરીને તેમના શોનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસે આ એન્કર પર પક્ષપાતી સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં નવેમ્બરમાં પ્રેસ કોન્ફરન્સમાં ન્યૂઝ 18ના પત્રકારે રાહુલ ગાંધીને ભાજપે કોંગ્રેસ પર લગાવેલ આરોપો સબંધિત પ્રશ્ન પૂછ્યા ત્યારે રાહુલે પત્રકારને ‘ભાજપનો એજન્ટ’ ગણાવી દીધો હતો. ત્યારપછી આ પત્રકારને કોંગ્રેસના સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

    આ અહેવાલ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે. મૂળ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં