Wednesday, June 26, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સત્રિશૂલ જેવી ફ્લડ લાઇટ, ડમરુ જેવો મીડિયારૂમ અને અર્ધચંદ્ર છત: વારાણસીમાં 'શિવમય'...

    ત્રિશૂલ જેવી ફ્લડ લાઇટ, ડમરુ જેવો મીડિયારૂમ અને અર્ધચંદ્ર છત: વારાણસીમાં ‘શિવમય’ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનશે, PM મોદી કરશે ઉદ્ઘાટન

    વારાણસીમાં બનનાર આ સ્ટેડિયમ લગભગ 27 મહિનામાં તૈયાર થઈ જશે. આ સ્ટેડિયમની ડિઝાઈનમાં ભગવાન શિવ સાથે સંબંધિત ચિહ્નોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેડિયમમાં લગાવવામાં આવેલી ફ્લડ લાઇટ ત્રિશૂલના આકારમાં બનાવવામાં આવશે.

    - Advertisement -

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર અને ભગવાન શિવના શહેર તરીકે પ્રખ્યાત વારાણસીમાં હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે તેનો શિલાન્યાસ કરશે. સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓ પણ 23 સપ્ટેમ્બર 2023ના રોજ તેનો શિલાન્યાસ કરવાના કાર્યક્રમમાં ભાગ લેવાનાં છે. આ ક્રિકેટ સ્ટેડિયમ ભગવાન શિવથી પ્રેરિત ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવી રહ્યું છે, જે પોતાનામાં એક અનોખું સ્ટેડિયમ હશે.

    વારાણસીમાં બનનાર આ સ્ટેડિયમ લગભગ 27 મહિનામાં તૈયાર થઈ જશે. આ સ્ટેડિયમની ડિઝાઈનમાં ભગવાન શિવ સાથે સંબંધિત ચિહ્નોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેડિયમમાં લગાવવામાં આવેલી ફ્લડ લાઇટ ત્રિશૂલના આકારમાં બનાવવામાં આવશે.

    સ્ટેડિયમની છતને ચંદ્ર, સ્વાગત માટે બેલપત્ર તો મીડિયારૂમ ડમરુની થીમ પર તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, બેસવા માટેની સીડીઓ કાશીના ગંગા ઘાટની થીમ પર બનાવવામાં આવનાર છે.

    - Advertisement -

    400 કરોડથી વધુનો ખર્ચ થશે

    આ ક્રિકેટ સ્ટેડિયમ ગંજરી વિસ્તારમાં 31 એકરથી વધુ વિસ્તારમાં બનાવવામાં આવનાર છે. તેને બનાવવામાં ₹330 કરોડથી વધુનો ખર્ચ થશે. આ સ્ટેડિયમમાં લગભગ 30 હજાર દર્શકોની બેઠક ક્ષમતા હશે. ઉત્તર પ્રદેશમાં આ ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે. હાલમાં ઉત્તર પ્રદેશમાં લખનૌ અને કાનપુરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે.

    પીએમ મોદી જનસભાને સંબોધિત કરી શકે છે

    મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બરે સવારે 11-12 વાગ્યાની વચ્ચે જનસભાને પણ સંબોધિત કરી શકે છે. વારાણસીની મુલાકાત દરમિયાન તેઓ માત્ર ક્રિકેટ સ્ટેડિયમની ભેટ જ નહીં આપે પરંતુ ₹1200 કરોડના ખર્ચે બનેલી 16 અટલ શાળાઓને પણ લોકોને સમર્પિત કરશે.

    આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો પણ કરી શકે છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની હોવાથી તેઓ આ રોડ શો દ્વારા ચૂંટણીનું બ્યુગલ પણ વગાડી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં