Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણસરકારી કર્મચારીઓના RSS સાથે સંકલનને ગુનાહીત ચીતરતાં ઇન્દિરા ગાંધીના ફરમાનને મોદી સરકારે...

    સરકારી કર્મચારીઓના RSS સાથે સંકલનને ગુનાહીત ચીતરતાં ઇન્દિરા ગાંધીના ફરમાનને મોદી સરકારે પલટ્યો: 1966માં કોંગ્રેસે લાદેલો પ્રતિબંધ 2024માં હટ્યો

    કોંગ્રેસના નેતૃત્વવાળી ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા વર્ષ 1966, 1970 અને 1980માં સંશોધન કરીને કેટલીક સંસ્થાઓ સહિત RSSની શાખાઓ અને ગતિવિધિઓમાં સરકારી કર્મચારીઓને પ્રતિબંધિત કરી દીધા હતા.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઇન્દિરા ગાંધીની સરકારે 58 વર્ષ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં (RSS) કે તેના કોઈ કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારે હવે મોદી સરકારે આ પ્રતિબંધ હટાવી દીધો છે. હવે સરકારી કર્મચારીઓ પણ સંઘ સાથે જોડાઈને દેશ અને સમાજ માટે સેવાકીય કર્યો કરી શકશે. RSSમાં સરકારી કર્મચારીઓ પર ઇન્દિરા ગાંધીએ લગાવવામાં આવેલો પ્રતિબંધ મોદી સરકારે હટાવવાનો નિર્ણય લેતા જ કોંગ્રેસ વિરોધ કરવા લાગી છે.

    મળતી માહિતી અનુસાર કોંગ્રેસના નેતૃત્વવાળી ઇન્દિરા ગાંધીની (Indira Gandhi) સરકાર દ્વારા વર્ષ 1966, 1970 અને 1980માં સંશોધન કરીને કેટલીક સંસ્થાઓ સહિત RSSની શાખાઓ અને ગતિવિધિઓમાં સરકારી કર્મચારીઓને પ્રતિબંધિત કરી દીધા હતા. જો કોઈ કર્મચારી સંઘ કે સંઘ દ્વારા ચાલતા કોઈ સેવાકાર્યમાં જોડાય તો તેના પર શિક્ષાત્મક પગલા લેવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું હતું. આ નિયમ બન્યા બાદ સરકારી કર્મચારીઓ અસમંજસમાં મુકાયા હતા, કેટલાક પૂર્વ કર્મચારીઓ પેન્શન બંધ થવાની ભીતિથી પણ સંઘ સાથે નહોતા જોડાઈ શકતા.

    ઉલ્લેખનીય છે કે હરિયાણા, હિમાચલ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સહિતના કેટલાક રાજ્યોમાં આ પ્રતિબંધ પહેલા જ હટાવી લેવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ આ નિયમ દેશભરમાંથી હટાવી દેવામાં આવશે. નોંધનીય છે કે 30 ડિસેમ્બર 1966માં કોંગ્રેસી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સરકારી કર્મચારીઓને સંઘ સાથે જોડાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારે હવે વડાપ્રધાન મોદીની (PM Narendra Modi) નેતૃત્વવાળી સરકારે આ પ્રતિબંધ હટાવી લીધો છે.

    - Advertisement -

    ભાજપે કોંગ્રેસને આ મામલે ઘેર્યું

    બીજી તરફ ભાજપના નેતાઓ આ મામલે હવે કોંગ્રેસને (Indian National Congress) ઘેરતા પણ નજરે પડી રહ્યા છે. ભાજપના અમિત માલવિયાએ X પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, “મોદી સરકરે 58 વર્ષ પહેલા, એટલે કે 1966માં સરકારી કર્મચારીઓના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગતિવિધિઓમાં સંમેલિત થવા પર અસંવિધાનિક પ્રતિબંધ હટાવી દીધો છે. આ આદેશ તે સમયે જ લાગુ નહોતો થવો જોઈતો.”

    તેમણે કોંગ્રેસને ઘેરતા આકરા શબ્દોમાં લખ્યું કે, “આ પ્રતિબંધ એટલા માટે લગાવવામાં આવ્યો હતો, કારણકે 7 નવેમ્બર 1966માં સંસદમાં ગૌહત્યા વિરુદ્ધ એક બહુ મોટું વિરોધ પ્રદર્શન થયું હતું. RSS-જનસંઘે આ મામલે લાખોની સંખ્યામાં સમર્થન એકઠું કરી લીધું હતું. પોલીસના ફાયરીંગમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. 30 નવેમ્બરે RSS-જનસંઘના પ્રભાવથી ડરી ગયેલા ઇન્દિરા ગાંધીએ સરકારી કર્મચારીઓ પર RSSમાં જોડાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.”

    નોંધનીય છે કે, તે સમયની કોંગ્રેસ સરકારે લગાવેલા પ્રતિબંધ બાદ તેનો વિરોધ પણ થયો હતો. પરંતુ ઇન્દિરા ગાંધીના પેટનું પાણી નહોતું હલ્યું. સરકારે સંઘ સાથે જોડાયેલા કર્મચારીઓને આકરી સજા ફટકારવાનો નિયમ બનાવી દીધો. આ કારણે જ સેવાનિવૃત્ત થયેલા અને પેન્શન મેળવતા સરકારી કર્મચારીઓ પણ સંઘ કે તેના કોઈ કાર્યક્રમમાં જોડાઈને સેવાકીય કર્યો કરતા ડરવા લાગ્યા હતા. સરકારી કર્મચારીઓ પર RSSમાં જોડાવવા બાબતે લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવાની તૈયારી થતા જ વર્તમાન કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે.

    દેશ અને સમાજને સમર્પિત છે RSS

    ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જેને ટૂંકમાં RSSના નામથી ઓળખવામાં આવે છે, તે સંપૂર્ણપણે દેશ અને સમાજને સમર્પિત સંગઠન છે. દેશમાં કુદરતી આપદા આવી હોય કે અન્ય કોઈ મુશ્કેલીનો સમય, સંઘના સ્વયંસેવક હંમેશા ખડેપગે સેવા આપતા નજરે પડે છે. કોઈ સ્વાર્થ કે વળતરની આશા વગર દેશમાં આજે કરોડો સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. શિસ્ત અને સંસ્કારનો પર્યાય બનેલા RSSને હંમેશા દેશના તમામ તબક્કાઓની ચિંતા કરતો જોઈ શકાય છે. આજે સંઘ દેશના છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે અને સમાજ અને વ્યક્તિ નિર્માણનું કાર્ય કરીને દેશને રાષ્ટ્રવાદી અને દેશભક્ત નાગરિકો આપવાનું કાર્ય કરી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં