રાહુલ ગાંધીએ જે ભૂલ 2019માં કરી હતી, તેવી જ ભૂલ લાલુ યાદવે 2024માં કરી નાખી છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન માટે કહ્યું હતું કે, ‘ચોકીદાર ચોર હૈ’, તો દેશવાસીઓ પણ PMની સાથે ઊભા રહ્યા અને એક કેમ્પેઇન શરૂ કર્યું કે, ‘મે ભી ચોકીદાર હું’. જ્યારે હવે લાલુ યાદવે PM મોદીના પરિવાર પર વ્યક્તિગત ટિપ્પણીઓ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો તો બીજી તરફ PM મોદીએ ‘મારો ભારત, મારો પરિવાર’ કહીને એક નવઅભિયાન શરૂ કર્યું. આ અભિયાન સાથે દેશના કરોડો લોકો સ્વયંભૂ જોડાઈ ગયા. તે જ અનુક્રમે 4 માર્ચે PM મોદી જ્યારે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યા તો ત્યાં પાર્ટીના એક કાર્યકર્તા તેમના સ્વાગત માટે ઊભા હતા. તેમના પત્નીએ જુડવા બાળકોને જન્મ આપ્યો હોવા છતાં તેમણે PM મોદીને મળવાને વધુ પ્રાથમિકતા આપી. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે, આ જ છે મોદીનો પરિવાર.
PM મોદી સોમવારે (4 માર્ચ) તમિલનાડુના પ્રવાસે હતા. તેઓ જ્યારે ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યા તો ત્યાં એક રોચક ઘટના બની. હકીકતમાં પાર્ટીના એક કાર્યકર્તા PM મોદીને મળવા માટે અને તેમના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા હતા. તે કાર્યકર્તા તે જ દિવસે જુડવા બાળકોના પિતા બન્યા હતા અને પોતાના બાળકોનો ચહેરો જોવા પહેલાં તેઓ PM મોદીને મળવા માટે પહોંચ્યા હતા. PM મોદીને મળીને તેમણે કહ્યું કે, તેમના પત્નીએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે. બાળકો માટે તેમણે વડાપ્રધાન પાસે આશીર્વાદ પણ માંગ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે અને લોકો કહી રહ્યા છે કે, આ છે મોદીનો પરિવાર.
Wow this is the conversation 👇🏻😻#ModiJiKaParivaar pic.twitter.com/70ggk8O0a7
— Lala (@Lala_The_Don) March 4, 2024
વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, ભાજપના કાર્યકર્તા PM મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર હતા. તે સમયે જ વડાપ્રધાન ત્યાં આવે છે. ત્યારે કાર્યકર્તા કહે છે કે, “આપના આવ્યા પહેલાં મારા પત્નીને જુડવા બાળકો થયા છે. તમારો આશીર્વાદ જોઈએ.” જેના પર PM મોદી પણ આનંદિત થઈ જાય છે અને કહે છે કે, “અરે વાહ, અભિનંદન. ત્રણેયની તબિયત કેવી છે? ઠીક છે?” તેના પર કાર્યકર્તા કહે છે કે, “મારી વાત જ નથી થઈ હજુ, તમને મળવું હતું.”
આ ઘટનાનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ પણ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટના વિશે લખ્યું છે કે, “એક ખૂબ ખાસ વાતચીત. ચેન્નાઈ એરપોર્ટ પર અમારા કાર્યકર્તાઓમાંથી એક શ્રી અસવંત પીજઈજી મારુ સ્વાગત કરવા માટે ત્યાં હાજર હતા. તેમણે મને જણાવ્યું કે, તેમના પત્નીએ હાલમાં જ બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે. પરંતુ તેઓ હજુ સુધી તેમને મળ્યા નથી.”
A very special interaction!
— Narendra Modi (@narendramodi) March 4, 2024
At Chennai airport, one of our Karyakartas, Shri Aswanth Pijai Ji was there to welcome me. He told me that his wife had just given birth to twins but he hadn’t met them yet. I told him he shouldn’t have come here and also conveyed my blessings to him… pic.twitter.com/4Oywc2cSPE
PMએ વધુમાં કહ્યું કે, “મે તેમને કહ્યું કે, તેમણે અહિયાં આવવું જોઈતું નહોતું અને મે તેમને અને તેમના પરિવારને આશીર્વાદ પણ આપ્યા.” વડાપ્રધાને ઉમેર્યું કે, “આ જોઈને આનંદ થાય છે કે, અમારી પાર્ટીમાં આવા સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકર્તા છે. અમારા કાર્યકર્તાઓનો આવો પ્રેમ અને સ્નેહ જોઈને હું ભાવુક થઈ જાવ છું.”
આમ લાલુ પ્રસાદ યાદવ અને તેમના જેવા લોકો કે જે જેઓ દેશના પ્રધાનમંત્રી પર હંમેશા અંગત ટિપ્પણીઓ કરવા ઉતાવળા થતાં હોય છે, તેઓએ સમજવું પડે કે દેશના નાગરિકો PM મોદીને પોતાનો પરિવાર અથવા ઘણીવાર તો પરિવારથી પણ વધુ માને છે. ઉપરાંત આવી ટિપ્પણીઓ તેમનું રાજકારણમાં જે વધ્યું ઘટ્યું નામ છે તે ભૂંસવામાં કારણભૂત બની શકે છે.