Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅભ્યાસના નામે ચલાવ્યો ‘પોલિટિકલ એજન્ડા’, વિવાદ બાદ કરણ સાંગવાનને અનએકેડમીએ બહારનો રસ્તો...

    અભ્યાસના નામે ચલાવ્યો ‘પોલિટિકલ એજન્ડા’, વિવાદ બાદ કરણ સાંગવાનને અનએકેડમીએ બહારનો રસ્તો દેખાડ્યો: જાણો શું છે સમગ્ર મામલો

    વર્ગખંડ એ વ્યક્તિગત અભિપ્રાય કે વિચારો વ્યક્ત કરવાનું સ્થાન નથી. કરણ સાંગવાને કોડ ઑફ કંડક્ટનો ભંગ કર્યો હોવાથી તેમને મુક્ત કરવામાં આવે છે: કંપની

    - Advertisement -

    ઈ-લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડમી તેના એક શિક્ષકના કારણે ચર્ચામાં છે. કરણ સાંગવાન નામના આ શિક્ષકનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તેમણે તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કરેલાં ત્રણ બિલને લઈને ટિપ્પણીઓ કરી હતી. આ બિલ અંગ્રેજો સમયના કાયદા બદલવા માટે લાવવામાં આવ્યાં છે. વિવાદ બાદ અનએકેડમીએ કરણ સાંગવાનને તગેડી મૂક્યા છે.

    અનએકેડમીએ આ વિડીયો મામલે કાર્યવાહી કરી છે. પ્લેટફોર્મના કો-ફાઉન્ડર રોમન સૈનીએ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને કહ્યું કે, વિદ્યાર્થીઓને નિષ્પક્ષ રીતે જ્ઞાન મળે તે માટે તેમણે તમામ શિક્ષકો માટે કોડ ઑફ કંડક્ટ લાગુ કરવામાં આવ્યો છે અને વર્ગખંડ એ વ્યક્તિગત અભિપ્રાય કે વિચારો વ્યક્ત કરવાનું સ્થાન નથી. તેમણે કહ્યું કે, કરણ સાંગવાને કોડ ઑફ કંડક્ટનો ભંગ કર્યો હોવાથી તેમને મુક્ત કરવામાં આવે છે. 

    કરણ સાંગવાન જેને લઈને વિવાદમાં આવ્યા તે વિડીયો 13 ઓગસ્ટ, 2023નો છે. જેને ‘લીગલ પાઠશાલા’ નામની યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. સાંગવાન કહે છે કે, “એમ કહેવું સદંતર ખોટું છે કે અંગ્રેજોએ બનાવેલા કાયદા રદ કરી દેવામાં આવ્યા છે. સરકારે દાવો કર્યો કે તેમણે કાયદો બદલી નાખ્યો છે, પણ એ શક્ય નથી. એવું ન કરી શકાય. આ કાયદાઓ અંગ્રેજોએ બહુ સારી રીતે તૈયાર કર્યા હતા.”

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું હતું કે, “મને ખબર નથી પડતી કે હસવું કે રડવું, મારી પાસે પણ કાયદાની ડિક્ષનરી છે, કેસ નોટ છે જે મેં તૈયાર કરી હતી. પરંતુ એક વાતનું ધ્યાન રાખો. આગલી વખતે કોઈ વ્યક્તિને મત આપજો જે ભણેલો-ગણેંલો હોય જેથી તમારે ફરી આવી પરિસ્થિતિમાંથી પસાર થવું ન પડે. કોઈ એક વ્યક્તિને ચૂંટવો જે ભણેલો-ગણેંલો હોય, સમજતો હોય. એવો વ્યક્તિ નહીં જેને માત્ર નામ બદલતાં આવડતું હોય. નિર્ણય બરાબર લેવો.”

    આ વિવાદ બાદ વિપક્ષે પણ તક ઝડપી લીધી હતી અને એજન્ડા આગળ વધાર્યો હતો. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે લખ્યું કે, ‘શું ભણેલા-ગણેલા લોકોને મત આપવાની અપીલ કરવી એ ગુનો છે? જો કોઈ અભણ હોય તો વ્યક્તિગત રીતે હું તેનું સન્માન કરું છું પરંતુ જનપ્રતિનિધિ અભણ ન હોય શકે. આ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો જમાનો છે. 21મી સદીના આધુનિક ભારતનું નિર્માણ અભણ પ્રતિનિધિઓ ન કરી શકે.’ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની ડિગ્રી મામલે કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટની ફટકાર પડી હતી ત્યારથી તેઓ આ મુદ્દે પીએમ મોદીને ઘેરવાના પ્રયાસો કરતા રહ્યા છે. 

    આ સિવાય કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ અનએકેડમીના સંસ્થાપકની વડાપ્રધાન મોદી સાથેની એક તસ્વીર પોસ્ટ કરીને ટિપ્પણી કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં