મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકારે રાજ્યના લોકોને 513 કરોડ રૂપિયાની દિવાળી પેકેજ ગિફ્ટની જાહેરાત કરી છે. આ માટે રાજ્ય સરકારે પ્રસ્તાવ રજુ કર્યો હતો.
રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના 1.5 કરોડ રેશનકાર્ડ ધારકોને ફાયદો થવાનો છે. આ ખાસ દિવાળી પેકેજ હેઠળ, એક લિટર પામ તેલ, એક કિલો રવો, ખાંડ અને ચણાની દાળ 100 રૂપિયામાં મળશે. આ ચાર વસ્તુઓના પેકેટ રાશનની દુકાનમાં માત્ર 100 રૂપિયામાં મળવાની છે.
Maharashtra government has issued a government resolution and allocated Rs 513 crores for the Diwali package scheme for 1.5 crore ration card holders of the state.
— ANI (@ANI) October 7, 2022
શિંદે સરકારનું દિવાળી પેકેજ
મહારાષ્ટ્ર સરકારે આ પેકેજ માટે 513 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ જાહેરાતના બે દિવસ પહેલા રાજ્ય કેબિનેટમાં દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી 1 કરોડ 70 લાખ પરિવારોને સીધો ફાયદો થનાર છે. આ પેકેજ મહિનાની કોઈપણ તારીખે ખરીદી શકાય છે.
ખાંડ, સુજી (સોજી), પામ તેલ અને ચણાની દાળની ખરીદી માટે રૂ. 478 કરોડનો ઉપયોગ કરવામાં આવશે અને બાકીના રૂ. 35 કરોડ આ દિવાળી પેકેજ વિતરણ પરના પરચુરણ ખર્ચ માટે ફાળવવામાં આવનાર છે.
સરકારે આ યોજનાનો લાભ અંત્યોદય અન્ન યોજના યોજના, પ્રાથમિકતા ધરાવતા પરિવારોના કાર્ડ ધારકો અને રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના ગરીબી રેખા (ABL) રેશન કાર્ડ સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે, જે મુખ્યત્વે ખેડૂતોની આત્મહત્યાને કારણે અસરગ્રસ્ત છે.
આ માટે ઉપયોગમાં લેવાતી ઈ-પાસ સિસ્ટમ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજવસ્તુઓના ડાયવર્ઝન અને ઓછા વજનની તપાસ કરી શકશે.
શિંદે સરકારે કરી છે 700 ‘આપલા દાવખાના’ ખોલવાની જાહેરાત
આ પહેલા શિંદે સરકારે રાજ્યના લોકો માટે 700 હેલ્થ ક્લિનિક્સ ખોલવાની જાહેરાત કરી હતી. શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેના નામે આ હેલ્થ ક્લિનિક્સ ખોલવામાં આવનાર છે. આ ‘આપલા દાવખાના’ તરીકે ઓળખાશે. આ સાથે રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની જોડીએ તેમના ત્રણ મહિનાના સત્તાકાળમાં જાહેર કરેલા લોકપ્રિય પગલાંની શ્રેણીમાં આ નવીનતમ છે.