બિહારના સીવાનમાં એક મૌલાના સલાઉદ્દીન અન્સારીએ સગીર વિદ્યાર્થીનીને અડપલાં કર્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ઘટના શનિવાર (29 જુલાઈ 2023)ની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનામાં મૌલાના જે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરી રહ્યો છે તે શાળાના ગણવેશમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ વિડીયો વાયરલ થયા બાદ બિહાર પોલીસની ઊંઘ ઉડી હતી અને હવે તેમણે તપાસ શરૂ કરી છે.
મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના સીવાનના આંદર બજાર પોલીસ સ્ટેશનના હદમાં આવતા વિસ્તારની છે. આ વાયરલ વિડીયોમાં મૌલાના સલાઉદ્દીન અન્સારી શાળાનો ગણવેશ પહેરીને ઉભેલી વિદ્યાર્થીનીને આપત્તિજનક રીતે અડપલા કરતો હિવાનું નજરે પડી રહ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીની પણ તેનો કોઈ જ વિરોધ ન કરતી હોવાનું પણ નજરે પડી રહ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે મૌલાના જાદુટોણા અને ઇલ્મ કરે છે. લોકોનો તેવો પણ આરોપ છે કે આ મૌલાના ઝાડ-ફૂંક કરીને બાળકીઓનું શોષણ કરતો રહે છે.
सीवान में मौलाना का लड़की के साथ अश्लील हरकत करने का वीडियो वायरल। न्यूज़18 वायरल वीडियो की पुष्टि नहीं करता। pic.twitter.com/ha1CbiBGFM
— News18 Bihar (@News18Bihar) July 29, 2023
મળતી માહિતી અનુસાર આંદર બજાર પોલીસ સ્ટેશનના હદમાં એક પીરની મજાર છે, થોડા સમય પહેલાં ત્યાં આ મૌલવી આવ્યો હતો. તે લોકોને નાપાક રૂહોથી બચાવવાનો દાવો કરીને ઝાડ-ફૂંકનું કામ કરતો હતો. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ મૌલવીની વાતોમાં આવીને અનેક મહિલાઓ તેની પાસે જવા લાગી હતી. આ મૌલવી પણ તેમની તકલીફો દૂર કરવાના નામે માથા પર ઝાડુ ફેરવીને ઈલાજ કરવાનો દાવો કરતો હતો. આ પીડિત વિદ્યાર્થીની પણ તેમની એક હોવાનું કહેવામાં આવી રહ્યું છે, બાદમાં બિહારના મૌલાના વિદ્યાર્થીનીને અડપલાં કરતો હોય પ્રકારનો વિડીયો શોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ સાથે જ લોકોનો તેવો પણ આરોપ છે કે પીડિત વિદ્યાર્થીની છેલ્લા લાંબા સમયથી મૌલાનાના શોષણની શિકાર બની રહી છે. તેવામાં કોઈએ છાનામાના મૌલાનાનો વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં મૂકી દેતાં તે દાવાનળની માફક વાયરલ થઇ ગયો હતો. આ દરમિયાન વાયરલ વિડીયોની પુષ્ટિ કરતા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કુમાર વૈભવે જણાવ્યું હતું કે આ આખી ઘટની તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ પુરાવાઓના આધારે ધારાધોરણો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.