તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં દેશનું પ્રથમ ગોલ્ડ એટીએમ લગાવવામાં આવ્યું છે. આ ATM પૈસાને બદલે સોનાના સિક્કાઓનું વિતરણ કરે છે. હવે અહીંના લોકોએ સોનાના સિક્કા ખરીદવા માટે જ્વેલર્સની દુકાનમાં જવું નહીં પડે. તેઓ આ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમમાંથી સોનાના સિક્કા ઉપાડી શકે છે. આ એટીએમ ગોલ્ડસિક્કા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, જે સોનાની ખરીદી અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
We proudly announce that we have successfully launched Gold ATM and, through this achievement, we unleash the unstoppable journey to make Bharat Sone ki Chidiya phir se, and contribute to the mission of Bangaru Telangana.https://t.co/a2Q25copfW#goldatm #goldatmindia #goldatmhyd pic.twitter.com/Y4QOpuhoSD
— Goldsikka Limited (@goldsikkaltd) December 5, 2022
કંપનીએ 5 ડિસેમ્બર 2022ના રોજ ટ્વીટ કર્યું, “અમને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે અમે ગોલ્ડ એટીએમ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સિદ્ધિ દ્વારા, અમે ભારતને ફરીથી સોનાની ચીડિયા બનાવવાની અમારી યાત્રા શરૂ કરીએ છીએ અને બંગારુ તેલંગાણાના મિશનમાં યોગદાન આપીએ છીએ.”
અહેવાલો મુજબ, ગોલ્ડસિક્કા પ્રાઇવેટ લિમિટેડે 3 ડિસેમ્બર 2022ના રોજ હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપની M/s Opencube Technologies Pvt Ltd સાથે મળીને પોતાનું પ્રથમ ગોલ્ડ ATM લોન્ચ કર્યું હતું. આ ભારતનું અને વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ છે. આ ATM ગોલ્ડસિક્કા હેડ ઓફિસ અશોક રઘુપતિ ચેમ્બર્સ, પ્રકાશ નગર મેટ્રો સ્ટેશન બેગમપેટ ખાતે લગાવવામાં આવ્યું છે. આ ATMમાંથી 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સિક્કા ખરીદી શકાય છે. ATM પર 0.5 ગ્રામ, 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ અને 100 ગ્રામ સહિત આઠ વિકલ્પો ઉપલબ્ધ છે.
કંપની અનુસાર, આ ગોલ્ડ એટીએમનો ઉપયોગ કરવો અત્યંત સરળ છે. આ ATMની સેવા ખરીદદારો માટે 24×7 ઉપલબ્ધ રહેશે અને તેઓ તેમના બજેટમાં સોનું ખરીદી શકશે. આનો બીજો મોટો ફાયદો એ છે કે બુલિયન માર્કેટમાં સોનાની કિંમત ઘટતાની સાથે જ લોકો ગોલ્ડ એટીએમમાંથી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તરત જ સોનાના સિક્કા ખરીદી શકે છે.
દેશભરમાં ગોલ્ડ ATM લગાવવાનું લક્ષ્ય
કંપની દેશભરમાં વધુ ગોલ્ડ એટીએમ ખોલવાની પણ યોજના બનાવી રહી છે. ગોલ્ડસિક્કા પ્રાઇવેટ લિમિટેડ અનુસાર, તેઓ હૈદરાબાદમાં એરપોર્ટ, ઓલ્ડ સિટી, અમીરપેટ, કુકટપલ્લી પેદ્દાપલ્લી, વારંગલ અને કરીમનગરમાં આગામી 3-4 મશીનોનું આયોજન કરી રહ્યા છે. વધુમાં, કંપની આગામી 2 વર્ષમાં સમગ્ર ભારતમાં લગભગ 3,000 ગોલ્ડ એટીએમ ખોલવાની યોજના ધરાવે છે.
ગોલ્ડ એટીએમનો ઉપયોગ અન્ય એટીએમની જેમ કરવાનો છે. ગ્રાહકો એટીએમમાંથી સોનું ખરીદવા માટે તેમના ડેબિટ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. સૌ પ્રથમ ગોલ્ડ એટીએમમાં તમારું ડેબિટ/ક્રેડિટ કાર્ડ દાખલ કરો. પછી તમારા કાર્ડનો પિન નંબર દાખલ કરો. તમને જોઈતા સોનાના સિક્કાઓનું પ્રમાણ દાખલ કરો. આ પછી મશીનમાંથી સોનાના સિક્કા નીકળવા લાગશે.
સલામતી માટે, મશીનમાં ઇનબિલ્ટ કેમેરા, એલાર્મ સિસ્ટમ, બાહ્ય સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકોની સુવિધા માટે કસ્ટમર સપોર્ટ ટીમ પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો રકમ ડેબિટ થયા પછી પણ સોનું બહાર નથી આવતું, તો ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થયાના 24 કલાકની અંદર તમને તમારા પૈસા પાછા મળી જશે.