Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુજરાતના યુવાનોને ડ્રગિસ્ટ કહેવાનું બંધ કરો’: ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી...

    ‘ગુજરાતના યુવાનોને ડ્રગિસ્ટ કહેવાનું બંધ કરો’: ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા ગૃહમંત્રી સંઘવી, કહ્યું- ગુજરાતે દેશનું ડ્રગ્સ નેટવર્ક તોડ્યું

    ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રીને લઈને આપેલા નિવેદનનો પલટવાર કરતાં તેમણે પલટવાર કર્યો હતો.

    - Advertisement -

    ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજ્યમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનું પ્રમાણ વધી રહ્યું છે. દરમ્યાન, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને કરેલી ટિપ્પણીનો સ્વયં ગૃહમંત્રીએ પ્રત્યુત્તર આપ્યો છે. ગોપાલ ઇટાલિયા પર વળતો પ્રહાર કરતાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જેના જેવા વિચારો હોય તેની તેવી વાણી હોય છે. ગુજરાતને બદનામ કરવાનું બંધ કરવામાં આવવું જોઈએ. 

    ગત મહિને ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા એક સભામાં ગયા હતા, જ્યાં તેમણે રાજ્યમાંથી પકડાતાં ડ્રગ્સ રેકેટને લઈને ટિપ્પણી કરતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના નામ સાથે ડ્રગ્સને જોડી દીધું હતું. જેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘જેના જેવા વિચારો, તેની તેવી વાણી. હર્ષ સંઘવી ડ્રગ્સ પકડનાર સંઘવી છે એની સાબિતી આપવાની મારે જરૂર નથી. ગુજરાતના કારણે દેશભરનાં ડ્રગ્સ નેટવર્ક તૂટી ગયાં છે. બે દિવસ પહેલાં જ એનસીઆરબીનો એક ડેટા આવ્યો છે, પરંતુ સાચું સહન કરવાની શક્તિ નથી અને ખોટું બોલતા જવું છે.” 

    ગૃહમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત પોલીસે માત્ર રાજ્યના જ યુવાનો અને દેશભરના અનેક રાજ્યોના યુવાનોનું ભવિષ્ય બગડતાં બચાવ્યું છે, અને આ માટે હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું. 11 મહિનામાં દેશમાં ડ્રગ્સ ઘૂસાડનાર 600થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી હોવાનું તેમજ તેમાંનો એક પણ વ્યક્તિ હજુ સુધી છૂટી ન શક્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં તેમણે ઉમેર્યું હતું કે, પંજાબમાં કોની સરકાર છે અને દેશનું ડ્રગ્સનું કેપિટલ કયું રાજ્ય છે એ ગુજરાત પણ જાણે છે અને દેશના લોકો પણ જાણે છે. એ પાર્ટીના અમુક કાર્યકર્તાઓ ગુજરાતના યુવાનો અને નાગરિકોને બદનામ કરવાનું બંધ કરે. રાજનીતિના રોટલા શેકવા માટે ગુજરાતના યુવાનો ડ્રગિસ્ટ છે તેવું કહેવાનું બંધ કરવું જોઈએ. આ લડાઈમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ વચ્ચે લાવવું એ પાપ છે

    હકીકતે ગૃહમંત્રી હર્ષ સંઘવી વતન સુરતમાં હતા અને શહેરના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ગણેશજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં આ નિવેદન આપ્યું હતું. 

    ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ સામે આવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ એક સભા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીના નામ સાથે ‘ડ્રગ્સ’ જોડી દીધું હતું. આ અગાઉ પણ તેઓ રાજ્યમાંથી ડ્રગ્સ પકડાવાને લઈને આવાં નિવેદનો આપી ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં