રાજ્યના સીમાવર્તી જિલ્લા કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં સહુથી વધુ તીવ્રતા ધરાવતા ઝોન-5માં આવતા કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. હાલ ભૂકંપને લઈને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર કચ્છના ભચાઉ નજીક વહેલી સવારે 6 વાગીને 47 મીનીટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે 15 કિલોમીટર દુર નોંધાયું છે. આધિકારિક માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 જેટલી હોવાનું કહેવામાં આવ્યું છે. ભચાઉ અને કચ્છના પૂર્વ ભાગમાં આ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છે.
Kutch News: કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.2ની તીવ્રતા, સ્થાનિકોમાં ફફડાટ #kutch #kutchnews #earthquake #gujarat #gujaratinews #vtvgujarati pic.twitter.com/mue2M9JH83
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 21, 2023
ઉલ્લેખનીય છે કે વહેલી સવારે 6 વાગીને 47 મીનીટે અનુભવાયેલા આ ભૂકંપથી હજુ સુધી કોઈ જાન-માલનું નુકસાન નથી નોંધાયું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી એટલે કે GSMDA મુજબ કચ્છ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની સૂચિમાં સહુથી વધુ તીવ્રતા સાથે ઝોન-5માં આવતો જિલ્લો છે. પાછલા કેટલાક વર્ષોમાં કચ્છ અનેક ભૂકંપોનો સામનો કરી ચુક્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2001માં કચ્છ ભારતમાં ત્રીજા સહુથી મોટા અને બીજા નંબરના સહુથી વિનાશકારી ભૂકંપનો ભોગ બન્યું હતું. આ હોનારતમાં 13 લાખ 800થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, ઉપરાંત 1 લાખ 67 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પણ ભચાઉ નજીક હતું, જેના કારણે સહુથી વધુ અસર ભચાઉને જ થઇ હતી. તેવામાં ફરી એક વાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.