Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પરની ગેરકાયદેસર દરગાહ હટાવવા માટે અપાઈ હતી નોટિસ,...

    અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પરની ગેરકાયદેસર દરગાહ હટાવવા માટે અપાઈ હતી નોટિસ, મામલો હાઈકોર્ટમાં પહોંચતાં લાગી ગયો સ્ટે- યથાસ્થિતિ જાળવવાનો આદેશ

    26 ઓક્ટોબરે રેલવે વિભાગ અને લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટીએ સ્ટેશનનું રિડેવલપમેન્ટ સમયસર પૂર્ણ થઈ જાય એ હેતુસર નડતરરૂપ થતી દરગાહને 14 દિવસમાં હટાવવા માટે નોટિસ પાઠવી હતી.

    - Advertisement -

    ગત 26 ઓક્ટોબરે પશ્ચિમ રેલવે વિભાગ અને રેલ લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટીએ અમદાવાદ શહેરના કાલુપુર સ્ટેશનનું રિડેવલપમેન્ટ કાર્ય શરૂ કરવા માટે રેલવે પરિસરમાં અડચણરૂપ અને ગેરકાયદેસર હઝરત કાલુ શહીદ દરગાહને ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં 14 દિવસની અંદર દરગાહને હટાવવા માટે કહેવાયું હતું, જેથી કરીને રેલવે સ્ટેશનનું વિકાસકાર્ય ઝડપભેર આગળ વધી શકે. આના પગલે દરગાહના મુજાવર (કેરટેકર) સબીરહુસૈન મલેકે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ હતી હતી. જેને લઈને હવે હાઈકોર્ટે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો છે.

    ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે (10, નવેમ્બરે) રેલવેના સત્તાધિકારીઓને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલી કાલુ શહીદ દરગાહને ખાલી કરવાની નોટિસ અંગે યથાસ્થિતિ જાળવવાનો નિર્દેશ આપ્યો છે. 26 ઓક્ટોબરે રેલવે વિભાગ અને લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટીએ સ્ટેશનનું રિડેવલપમેન્ટ સમયસર પૂર્ણ થઈ જાય એ હેતુસર નડતરરૂપ થતી દરગાહને 14 દિવસમાં હટાવવા માટે નોટિસ પાઠવી હતી. જે બાદ દરગાહના કેરટેકર સબીરહુસૈન મેલેકે અને અન્ય સભ્યોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને અરજી કરી હતી કે તે નોટિસને રદ કરે અને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તેની અમલવારી અટકાવે.

    રેલવે વિભાગને દરગાહ યથાવત રાખવા આદેશ

    મુસ્લિમ પક્ષ તરફથી કરાયેલી અરજી પર જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીએ રેલવેના સત્તાધિકારીઓને નોટિસ જાહેર કરીને 16 જાન્યુઆરી 2024ની રિટર્ન તારીખ નક્કી કરી છે. આગામી સુનાવણી સુધી કોર્ટે અરજદારને કામચલાઉ રાહત આપતા રેલવે વિભાગને દરગાહને યથાવત રાખવાનો આદેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત મુસ્લિમ પક્ષે રજૂ કરેલી અરજીમાં વક્ફ અધિનિયમના ઉલ્લંઘનની વાત પણ કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે દરગાહ 2002થી વક્ફ મિલકત છે અને તે અંગેની તમામ કાર્યવાહીમાં વક્ફ બોર્ડનો સમાવેશ થવો જોઈએ.

    - Advertisement -

    જોકે, પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના જનસંપર્ક અધિકારી જિતેન્દ્ર જૈને મીડિયાને જણાવ્યું હતું કે રેલવે તેના પરિસરમાં આવેલા મંદિર અને મસ્જિદને નોટિસ મોકલી શકે છે. તેઓ 3,000 કરોડનું આધુનિક સ્ટેશન બનાવી રહ્યા છે અને દરેકનો સહયોગ માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે “અમારા મૂલ્યાંકન મુજબ મસ્જિદને કોઈ હેરિટેજ સાઇટનો દરજ્જો નથી. જો તેઓ 50,000 વર્ષનું ઐતિહાસિક સ્થળ હોવાનો દાવો કરે છે, તો અમને દસ્તાવેજી પુરાવાની જરૂર છે. જો તેમને હેરિટેજ સાઇટ્સ તરીકે માન્યતા આપવામાં આવી હોત, તો અમે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી હોત.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં