Monday, May 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતની હોટેલમાં પરિણીત મહિલા સાથે ઝડપાયાનો વિડીયો વાયરલ થયા બાદ AAP નેતાએ...

    સુરતની હોટેલમાં પરિણીત મહિલા સાથે ઝડપાયાનો વિડીયો વાયરલ થયા બાદ AAP નેતાએ કહ્યું- લોકો સામાજિક કામ માટે મળવા આવતા હોય છે, મારી લીગલ ટીમ સાથે વાત કરીને પ્રતિક્રિયા આપીશ

    તમામ સવાલો ઉપર ભૂપત ભાયાણીએ એક જ જવાબ આપ્યો હતો કે તેઓ અત્યારે કોઈ પ્રતિક્રિયા આપી શકે તેમ નથી અને તેઓ તેમની લીગલ ટીમને મળવા માંગે છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી ઓછી ચર્ચામાં રહેતી આમ આદમી પાર્ટી બુધવારે (21 જૂન, 2023) અચાનક ચર્ચામાં આવી ગઈ હતી. વાસ્તવમાં બન્યું એવું કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પાંચ ધારાસભ્યો પૈકીના એક ભૂપત ભાયાણીનો એક વિડીયો વાયરલ થઇ ગયો હતો, જેમાં તેઓ એક ગેસ્ટહાઉસમાં એક પરિણીત મહિલા સાથે જોવા મળ્યા હતા. વિડીયો ફરતો થયા બાદ એક તરફ સોશિયલ મીડિયા પર આ ચર્ચાનો મુદ્દો બન્યો છે તો બીજી તરફ AAP ધારાસભ્યે પોતાની લીગલ ટીમને મળવાની વાત કહી છે. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, મહિલા સાથેનો વિડીયો વાયરલ થયા બાદ તેમના પત્રકારે AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનો સંપર્ક કર્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે વાયરલ વિડીયોમાં જે હોટેલ દેખાય છે એ કઈ છે અને ઘટના અંગે તેઓ શું કહેશે? ઉપરાંત એમ પણ પૂછવામાં આવ્યું કે વાયરલ વિડીયોમાં શું તેઓ જ છે? આ તમામ સવાલો ઉપર ભૂપત ભાયાણીએ એક જ જવાબ આપ્યો હતો કે તેઓ અત્યારે કોઈ પ્રતિક્રિયા આપી શકે તેમ નથી અને તેઓ તેમની લીગલ ટીમને મળવા માંગે છે. ‘લીગલ ટીમ’ને મળ્યા બાદ જ તેઓ આ અંગે પ્રતિક્રિયા આપશે તેમ જણાવ્યું હતું. 

    ‘ગુજરાત તક’ સાથે પણ ‘આપ’ ધારાસભ્યે વાતચીત કરી હતી, જેમાં પણ તેમણે આ જ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, “હું રસ્તામાં છું અને જૂનાગઢ જ આવી રહ્યો છું. મારી લીગલ ટીમ સાથે વાત કરીને મીડિયાને મળીશ.” અન્ય એક વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું કે શું CCTVમાં તેઓ જ દેખાય છે, તો તેમણે સાવ ના પાડી ન હતી પણ કહ્યું હતું કે, સામાજિક કાર્યોના લીધે લોકો મળવા માટે આવતા હોય છે, તેના આધારે કોઈ બીજું બતાવે તો એ યોગ્ય નથી. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે બુધવારે (21 જૂન, 2023) સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય સુરતની એક હોટેલમાં એક મહિલા સાથે જોવા મળ્યા હતા. ફૂટેજમાં તેઓ એક હોટેલના કાઉન્ટર પર રજિસ્ટ્રેશન કરતા દેખાય છે અને સાથે એક મહિલા મોઢે બુકાની બાંધીને ઉભેલી જોવા મળે છે. 

    મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો AAP નેતાને મહિલા સાથે નજીકનો સબંધ હોવાના કારણે તેઓ અહીં સમય પસાર કરી રહ્યા હતા. પરંતુ આ બાબતની જાણ મહિલાના પતિને થઇ જતાં તેઓ પણ હોટેલ પહોંચી ગયા હતા, જેના કારણે મામલાએ વિવાદનું સ્વરૂપ પકડ્યું હતું. રિપોર્ટ્સમાં એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલાનો પતિ આવી જતાં AAP નેતા મોઢે રૂમાલ બાંધીને હોટેલ છોડીને નીકળી ગયા હતા. 

    AAP નેતાના કથિત રંગરેલિયાની ચર્ચા આખા ગુજરાતમાં ચાલી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં