Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅયોધ્યા રામ મંદિર માટે સંઘર્ષમાં રહેલા 22 કારસેવકોનું થયું સન્માન: ગોધરા વૃતાલય...

    અયોધ્યા રામ મંદિર માટે સંઘર્ષમાં રહેલા 22 કારસેવકોનું થયું સન્માન: ગોધરા વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો ભવ્ય શાકોત્સવ કાર્યક્રમ

    આ કાર્યક્રમમાં ગોધરાના ભાજપ ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિત કુલ 22 કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર માહોલ રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ અને ગૌમાતાના રંગમાં ભક્તિમય બન્યો હતો.

    - Advertisement -

    અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આરાધ્ય પ્રભુ શ્રીરામ માટે દેશના અનેક લોકોએ તન, મન, ધનથી ભેટો અયોધ્યા પહોંચતી કરી છે. દેશના તમામ રામભક્તો અયોધ્યા રામ મંદિર માટે બલિદાની થયેલા અને તેના માટે જીવનભર સંઘર્ષમાં રહેલા કારસેવકો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. આ ઐતિહાસિક પ્રસંગે તે તમામ લોકોને યાદ કરવામાં આવી રહ્યા છે, જેમણે રામ મંદિર નિર્માણ માટે પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર કારસેવા કરી હતી. તે જ અનુક્રમે ગોધરામાં પણ 22 કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું છે. ગોધરામાં આવેલા વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ અને કારસેવક સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

    રવિવારે (8 જાન્યુઆરી) ગોધરામાં આવેલા વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય શાકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત રામ મંદિર અયોધ્યા માટે લડાઈ લડેલા 22 કારસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય 108 નુગેન્દ્રપ્રસાદ મહારાજ અને વલ્લભ સંપ્રદાયના આચાર્ય ધ્રુમિલ કુમારજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. એ ઉપરાંત ત્યાં મોટી સંખ્યામાં અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    ધારાસભ્ય સહિત 22 કારસેવકોનું થયું સન્માન

    કારસેવકોના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સંતોએ જણાવ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામ વિરાજમાન થવાના છે. એ ભારત અને હિંદુ સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અતિ ગૌરવપૂર્ણ દિવસ છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ ગાથામાં ગોધરાના જે રામભક્તોએ, કારસેવકોએ પુરુષાર્થ કર્યો છે, તેમને બિરદાવવા અને સન્માનિત કરવાનો આ રૂડો અવસર પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમમાં ગોધરાના ભાજપ ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિત કુલ 22 કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર માહોલ રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ અને ગૌમાતાના રંગમાં ભક્તિમય બન્યો હતો.

    - Advertisement -

    આ દરમિયાન કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય 108 નુગેન્દ્રપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય અને વલ્લભ સંપ્રદાયના આચાર્યની એક જ કાર્યક્રમમાં સાથે ઉપસ્થિતિના અવસરથી શાકોત્સવમાં સોનામાં સુગંધ ભળી છે. તેમણે હિંદુ યુવાનોને અપીલ કરતાં કહ્યું હતું કે, ગૌરક્ષા માટે હિંદુ સમાજે જાગૃત થવાનો સમય હવે આવી ગયો છે. જેમ પોતાના રાષ્ટ્ર માટે દેશ માટે અને સમાજ માટે આપણે કટિબદ્ધ છીએ, એમ જ આપણી સંસ્કૃતિ અને ધર્મ માટે પણ આપણે કટિબદ્ધ બનવાનું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં