કેન્દ્ર સરકારે યુવાનો માટે અગ્નિપથ યોજના જાહેર કરી ત્યારથી વિપક્ષી પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. તાજેતરમાં જ એક અગ્નિવીર જવાનના મૃત્યુ બાદ આમ આદમી પાર્ટી સહિતની અમુક પાર્ટીઓ રાજકારણ રમવાના પણ પ્રયાસ કર્યા હતા. હવે તાજેતરની એક ઘટનામાં રાહુલ ગાંધીએ આ યોજનાને લઈને અપપ્રચાર ફેલાવ્યો છે અને સોશિયલ મીડિયા પર ખોટા દાવા કર્યા છે.
રવિવારે (22 ઓક્ટોબર, 2023) ભારતીય સેનામાં ફરજ બજાવતા ગવાતે અક્ષય લક્ષ્મણ નામના અગ્નિવીરનું ફરજ દરમિયાન મૃત્યુ થયું. તેઓ સિયાચીન સરહદ પર તહેનાત હતા અને અહીં બલિદાન આપ્યું હતું. જેની જાણકારી સેનાની ફાયર એન્ડ ફરી કોર્પ્સ દ્વારા આપવામાં આવી હતી. X પર પોસ્ટ કરીને સૈન્ય ટુકડીએ જણાવ્યું કે, તેઓ અગ્નિવીર અક્ષય ગવાતેના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને પરિવારને સાંત્વના પાઠવે છે.
Quartered in snow silent to remain, when the bugle calls they shall rise and march again
— @firefurycorps_IA (@firefurycorps) October 22, 2023
All ranks of Fire and Fury Corps salute the supreme sacrifice of #Agniveer (Operator) Gawate Akshay Laxman, in the line of duty, in the unforgiving heights of #Siachen and offer deepest… pic.twitter.com/1Qo1izqr1U
સેના દ્વારા મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું નથી, પરંતુ ઉલ્લેખનીય છે કે સિયાચીન વિસ્તારમાં આ પ્રકારના મોટાભાગના બનાવો હિમપ્રપાત જેવી કુદરતી ઘટનાઓના કારણે જ બને છે.
આ સમાચાર આવ્યાના થોડા કલાકો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટ કરીને દાવો કર્યો કે અગ્નિવીરના પરિવારને કોઇ પણ પ્રકારની આર્થિક સહાય આપવામાં નહીં આવે જે ભારતીય સેનામાં નિયમિત રીતે ભરતી થતા જવાનો સાથે આવી ઘટના બને ત્યારે તેમના પરિવારને મળે છે.
सियाचिन में, अग्निवीर गवाते अक्षय लक्ष्मण की शहादत का समाचार बहुत दुखद है। उनके परिवार को मेरी गहरी संवेदनाएं।
— Rahul Gandhi (@RahulGandhi) October 22, 2023
एक युवा देश के लिए शहीद हो गया – सेवा के समय न ग्रेच्युटी न अन्य सैन्य सुविधाएं, और शहादत में परिवार को पेंशन तक नहीं।
अग्निवीर, भारत के वीरों के अपमान की योजना है! pic.twitter.com/8LcQpZR9f2
પોસ્ટમાં રાહુલ ગાંધીએ અગ્નિવીરના બલિદાનના સમાચાર પર દુઃખ વ્યક્ત કરીની તેમના પરિવારને સંવેદનાઓ પાઠવી. ત્યારબાદ લખ્યું કે, એક યુવા દેશ માટે શહીદ થઈ ગયો પરંતુ સેવા સમયે ન ગ્રેચ્યુટી ન અન્ય સૈન્ય સુવિધાઓ અને શહીદીમાં પરિવારને પેન્શન પણ નહીં. આગળ તેમણે લખ્યું કે, અગ્નિવીર ભારતના વીરોના અપમાનની યોજના છે.
સાચું શું? શું ખરેખર જવાનના પરિજનોને કશું નહીં મળે?
વાસ્તવિકતા એ છે કે રાહુલ ગાંધીએ લગાવેલા આરોપો તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. અગ્નિપથ યોજના અનુસાર, જો કોઇ અગ્નિવીર ફરજ દરમિયાન જીવ ગુમાવે તો તેમના પરિજનોને વળતર આપવામાં આવે જ છે. યોજનાની જોગવાઈઓ અનુસાર, યુદ્ધમાં હતાહત થનારા અગ્નિવીર સૈનિકના પરિજનોને નોન-કોન્ટ્રીબ્યુટરી ઇન્સ્યોરન્સ તરીકે ₹48 લાખ અને 44 લાખનું વળતર આપવામાં આવે છે.
આ સિવાય, અગ્નિવીર પોતાના વેતનમાંથી સેવાનિધિમાં પણ 30 ટકા યોગદાન આપે છે. તેટલી જ રકમ સરકાર પોતાની તરફથી જવાનના બેંક અકાઉન્ટમાં ઉમેરે છે. તે રકમ પણ વ્યાજ સહિત પરિવારને આપવામાં આવે છે. એટલું જ નહીં, મૃત્યુની તારીખથી ચાર વર્ષની ફરજનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી પરિવારને નિયમિત સહાય મળતી રહે છે. ગવાતે અક્ષયના કેસમાં પરિવારને કુલ ₹13 લાખ મળશે.
તદુપરાંત, જવાનના પરિજનોને આર્મ્ડ ફોર્સીસ બેટલ કેઝ્યુલિટી ફંડમાંથી 8 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી બલિદાન આપનારા અગ્નિવીર જવાનના પરિજનોને કુલ 1.13 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે ઉપરાંત, સેવા નિધિ (પગારના 30 ટકા) રકમ પણ અપાશે, જે ₹3 લાખ જેટલી હશે. જેથી રાહુલ ગાંધીના દાવા, જેમાં કહેવામાં આવ્યું કે, અગ્નિવીર જવાનના પરિજનોને કશું જ નહીં મળે, તથ્યવિહિન અને પાયાવિહોણા છે.
અગાઉ પણ રાહુલ ગાંધીએ યોજનાનો લઈને દુષ્પ્રચાર ફેલાવ્યો હતો
જોકે, આ પહેલી વખત નથી જ્યારે રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈને આવા ભ્રમ ફેલાવ્યા હોય. અગાઉ તેમણે કહ્યું હતું કે આ યોજના RSSના મગજની ઉપજ છે અને તેનાથી બંદૂક જેવાં હથિયારોની તાલીમ પામેલા યુવાનો પેદા થશે જેથી સમાજમાં હિંસા વધશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે જે ટિપ્પણીઓ રાહુલ ગાંધીએ કરી હતી તેવી જ વાતો PFIએ પણ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેવાનિવૃત્ત અગ્નિવીર જવાનોનો ઉપયોગ મુસ્લિમો પર હુમલા કરવા માટે કરવામાં આવશે.
અગ્નિપથ યોજના વિશે વાત કરવામાં આવે તો મોદી સરકાર દ્વારા તેને વર્ષ 2022માં લાગુ કરવામાં આવી હતી. જેમાં યુવાનોને 4 વર્ષ માટે સેનામાં ફરજ બજાવવાની તક મળે છે. 4 વર્ષ પછી સેવાનિવૃત્ત થયા બાદ તેમને વ્યાજસહિત સેવાનિધિ આપવામાં આવે છે, તેમજ PSUs, સરકારી એજન્સીઓ, પેરામિલિટરી ફોર્સિસ અને રાજ્ય સરકારોના વિભાગોમાં કામ કરવાની તક આપવામાં આવે છે. બીજી તરફ, દર વર્ષે નિવૃત્ત થતા અગ્નિવીર જવાનોમાંથી યોગ્યતાના આધારે 25 ટકાની પસંદગી રેગ્યુલર ફોર્સમાં પણ કરવામાં આવે છે.