Friday, November 22, 2024
More
    હોમપેજદેશશું SBIએ સુપરત કરેલા ઇલેક્ટોરલ બૉન્ડના ડેટામાં માર્ચ, 2018થી માર્ચ, 2019 સુધીની...

    શું SBIએ સુપરત કરેલા ઇલેક્ટોરલ બૉન્ડના ડેટામાં માર્ચ, 2018થી માર્ચ, 2019 સુધીની વિગતો ‘ગાયબ’ છે?- કથિત પત્રકારોની વાતોમાં આવ્યા વગર આ વાંચો અને ફેક ન્યૂઝથી દૂર રહો 

    પ્રશ્ન એ છે કે માર્ચ, 2018થી માર્ચ, 2019 સુધીનો ઇલેક્ટોરલ બૉન્ડનો ડેટા ખરેખર ગાયબ છે? અને જો ગાયબ ન હોય તો SBIએ જે ચૂંટણી પંચને ડેટા મોકલ્યો તેમાં તેનો ઉલ્લેખ શા માટે નથી. આનો જવાબ સુપ્રીમ કોર્ટના એ આદેશમાં જ મળી જાય છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ ઇલેક્ટોરલ બૉન્ડને લગતી વિગતો ચૂંટણી પંચને સોંપ્યા બાદ કમિશને ડેડલાઈન પૂર્ણ થાય તે પહેલા જ ગુરુવારે (14 માર્ચ) પોતાની વેબસાઈટ પર અપલોડ કરી દીધી હતી. ચૂંટણી પંચે બે યાદી બહાર પાડી છે, જેમાંથી એકમાં જે કંપનીઓ અને વ્યક્તિઓએ બૉન્ડ ખરીદ્યા હોય તેની વિગતો છે અને બીજીમાં જે રાજકીય પાર્ટીઓએ તેને એનકૅશ કર્યા હોય તેની વિગતો છે. ડેટા સામે આવ્યા બાદથી જ મોદીવિરોધી ‘પત્રકારો’ અને વિપક્ષી પાર્ટીઓના ટ્રૉલ્સનું કામ વધી ગયું છે અને હવે ફેક ન્યૂઝનો સહારો લેવામાં આવી રહ્યો છે. દાવો એવો થઈ રહ્યો છે કે SBI કે ચૂંટણી પંચના ડેટામાં માર્ચ, 2018થી માર્ચ, 2019 સુધીની માહિતી સામેલ નથી. 

    પોતાને ‘પત્રકાર’ ગણાવતા અરવિંદ ગુણાસેકરે X પર એક પોસ્ટમાં દાવો કર્યો કે SBIએ માત્ર એપ્રિલ 2019થી જાન્યુઆરી 2024 સુધીનો ડેટા જ જાહેર કર્યો છે અને આ યાદીમાં માર્ચ 2018થી માર્ચ 2019 સુધીની માહિતી ‘ગાયબ’ છે. સાથે એમ પણ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન લગભગ ₹2500 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ વેચાયા હતા. 

    આ જ દાવાને પછીથી અન્ય પણ અમુક અકાઉન્ટ્સે આગળ વધાર્યો. એક વ્યક્તિએ ‘પત્રકાર’ પુણ્યપ્રસૂન બાજપાઈનું એક ટ્વિટ મૂકીને લખ્યું કે, SBIએ આપેલો ડેટા એપ્રિલ, 2019થી જ શરૂ થાય છે, પરંતુ SBIએ બૉન્ડનો પહેલો જથ્થો માર્ચ, 2018માં વેચ્યો હતો. 2500 કરોડના આ બૉન્ડની વિગતો ડેટામાં સામેલ નથી. માર્ચ 2018થી એપ્રિલ 2019 સુધીનો આ ડેટા ક્યાં છે? 

    - Advertisement -

    અંકિત નામના અન્ય એક અકાઉન્ટે આવો જ દાવો કરીને પ્રશ્ન કર્યો કે, આ ડેટા ખરેખર ગાયબ છે કે SBI અને ચૂંટણી પંચ કોઈક કારણોસર છુપાવી રહ્યાં છે? 

    આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ટ્રૉલ પણ આ યાદીમાં સામેલ છે. જેમણે દાવો કર્યો કે માર્ચ 2018થી 2019 સુધીનો ડેટા ઉપલબ્ધ નથી.

    હકીકત શું છે? આ દાવામાં કોઇ તથ્ય છે ખરું? 

    અહીં પ્રશ્ન એ છે કે માર્ચ, 2018થી માર્ચ, 2019 સુધીનો ઇલેક્ટોરલ બૉન્ડનો ડેટા ખરેખર ગાયબ છે? અને જો ગાયબ ન હોય તો SBIએ જે ચૂંટણી પંચને ડેટા મોકલ્યો તેમાં તેનો ઉલ્લેખ શા માટે નથી. આનો જવાબ સુપ્રીમ કોર્ટના એ આદેશમાં જ મળી જાય છે, જેમાં SBIને તમામ ડેટા ચૂંટણી પંચને સુપરત કરવા માટે જણાવવામાં આવ્યું હતું. 

    પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે SBIને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે તેઓ 12 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024 સુધીની માહિતી જમા કરાવે. SBIએ માત્ર આ આદેશનું પાલન કર્યું છે અને ડેટા જમા કરાવ્યો છે. એટલે માર્ચ 2018થી 2019 સુધીનો ડેટા છુપાવવામાં આવ્યો હોય કે જાણીજોઈને ન આપવામાં આવ્યો હોય તેવી કોઈ વાત નથી. આવા દાવા જાણીજોઈને કરવામાં આવી રહ્યા છે, જેથી SBI અને ચૂંટણી પંચ થકી સરકાર પર ખોટા સવાલો ઉભા કરી શકાય.

    સુપ્રીમ કોર્ટનો ચુકાદો

    સુપ્રીમ કોર્ટના આદેશમાં આમ લખવામાં આવ્યું હતું, હવેથી શબ્દશઃ ભાષાંતર: ‘બંધારણીય ખંડપીઠ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાને અસરકારક બનાવવા માટે આ કોર્ટ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા, જેને ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમ હેઠળ ઇલેક્ટોરલ બૉન્ડ જારી કરવાની સત્તા આપવામાં આવી હતી, તેને નિર્દેશ કરે છે કે તેઓ 12 એપ્રિલ, 2019 (એ તારીખ, જ્યારે આ કોર્ટે વચગાળાનો આદેશ પસાર કરીને ચૂંટણી પંચને ભંડોળ અંગેની વિગતો મેળવવા માટે કહ્યું હતું)થી 15 ફેબ્રુઆરી, 2024 (આ ચુકાદાની તારીખ) સુધીમાં જેમણે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હોય અને જેમણે તેને રિડિમ કર્યા હોય તેની વિગતો જમા કરાવે.’

    આ ડેટા પણ પબ્લિક ડોમેનમાં છે જ

    જોકે, SBIએ ભલે કોર્ટના આદેશ પ્રમાણે ચાલીને ડેટા આપ્યો ન હોય પરંતુ તેનો અર્થ એ નથી કે આ માહિતી પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ નથી. અગાઉ પણ જણાવવામાં આવી ચૂક્યું છે કે 2018માં યોજના લાગુ કરવામાં આવ્યા બાદ માર્ચ, 2018થી જાન્યુઆરી 2024 સુધીમાં લગભગ ₹16,000 કરોડના બૉન્ડ વેચવામાં આવી ચૂક્યા છે. જેમાંથી ભાજપનો હિસ્સો ₹6,565 કરોડ સાથે 55 ટકા, જ્યારે કોંગ્રેસનો ₹1,123 કરોડ સાથે 7 ટકા અને TMCનો હિસ્સો ₹1,101 કરોડ સાથે 7 ટકા જેટલો છે.

    ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ઇલેક્ટોરલ બૉન્ડથી ભાજપને ભલે સૌથી વધુ ફાયદો થયો હોય પરંતુ NDA સિવાયની પાર્ટીઓને પણ ઘણો ફાયદો થયો જ છે અને તેમને મળેલા દાનનો એક મોટો હિસ્સો ઈલેક્ટોરલ બૉન્ડ થકી જ આવ્યો છે. 

    વિપક્ષી પાર્ટીઓ અને તેમના સમર્થકોની અકળામણ પણ સમજી શકાય તેમ છે કારણ કે તેઓ જે નામોની આશા રાખી રહ્યા હતા, તેમનાં નામો ક્યાંય યાદીમાં નથી. લિસ્ટમાં અદાણી જૂથ કે રિલાયન્સનો કોઈ ઉલ્લેખ નથી, કારણ કે તેમણે બૉન્ડ ખરીદ્યા નથી. જ્યારે કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ કાયમ આ બંને ઉદ્યોગ સમૂહોને લાભ પહોંચાડવાનો ભાજપ પર આરોપ લગાવતી રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં