Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશલક્ઝુરિયસ કાર પર GST 40%, છતાં કિંમત ઘટશે: પણ હાઇ-એન્ડ બાઇક માટે...

    લક્ઝુરિયસ કાર પર GST 40%, છતાં કિંમત ઘટશે: પણ હાઇ-એન્ડ બાઇક માટે ચૂકવવો પડશે વધુ ટેક્સ- સમજો વિગતે

    સપ્ટેમ્બર 2025 પહેલાં લક્ઝુરિયસ કારો અને SUVsનો પર 28% GST લાગતો હતો. આ સિવાય એન્જિન ક્ષમતા, ફ્યુઅલનો પ્રકાર અને વાહનના પરિમાણોના આધારે 17%થી 22% સેસ લાગતો હતો. ત્યારે GST અને સેસને ભેગું કરતાં, લક્ઝુરિયસ કાર પર ટેક્સ 45%થી 50%ની વચ્ચે હતો.

    - Advertisement -

    કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 3 સપ્ટેમ્બરે નવા GST સ્લેબની જાહેરાત કરી છે, જેમાં ઓટોમોટિવ ઉદ્યોગ માટે કરવેરામાં અનેક ફેરફારોનો સમાવેશ થાય છે. લક્ઝુરિયસ કાર માટેનો GST સ્લેબ હવે 28%થી વધીને 40% થઈ ગયો છે. જોકે કાઉન્સિલે અગાઉ વસૂલવામાં આવતો સેસ નાબૂદ કર્યો છે, જેના કારણે મર્સિડીઝ-બેન્ઝ, BMW જેવા લક્ઝરી કાર ઉત્પાદકોના મોડેલ થોડા સસ્તા થઈ ગયા છે. નવા GST સ્લેબ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ સ્લેબ SUV અને નાની કારની વ્યાખ્યામાં ન આવતી કાર પર પણ લાગુ થશે.

    લક્ઝુરિયસ કાર એટલે સામાન્ય રીતે એવી ગાડીઓ જેની એન્જિન ક્ષમતા 1200 સીસીથી વધુ, લંબાઈ 4000 mmથી વધુ અને ઘણી વખત ઊંચી ગ્રાઉન્ડ ક્લિયરન્સ (જેમ કે SUVs) હોય. 2017માં રજૂ થયેલી GST સિસ્ટમે એક્સાઈઝ ડ્યૂટી અને VAT જેવા અનેક કરને બદલી નાખ્યા હતા. આ ઉપરાંત, લક્ઝુરિયસ વાહનો પર કમ્પેન્સેશન સેસ લાગતો હતો, જે રાજ્યોને GST હેઠળ થતી આવકની ખોટની ભરપાઈ કરવા માટે હતો. સપ્ટેમ્બર 2025માં થયેલા GST સુધારાઓ બાદ આ માળખામાં બદલાવ થયો છે.

    જૂની ટેક્સ રચના (સપ્ટેમ્બર 2025 પહેલાં)

    સપ્ટેમ્બર 2025 પહેલાં લક્ઝુરિયસ કારો અને SUVsનો પર 28% GST લાગતો હતો. આ સિવાય એન્જિન ક્ષમતા, ફ્યુઅલનો પ્રકાર અને વાહનના પરિમાણોના આધારે 17%થી 22% સેસ લાગતો હતો. ત્યારે GST અને સેસને ભેગું કરતાં, લક્ઝુરિયસ કાર પર ટેક્સ 45%થી 50%ની વચ્ચે હતો.

    - Advertisement -

    ઉદાહરણ

    લક્ઝુરિયસ કારની શોરૂમ કિંમત: ₹50,00,000

    GST (28%): ₹50,00,000 × 0.28 = ₹14,00,000

    કમ્પેન્સેશન સેસ (22%): ₹50,00,000 × 0.22 = ₹11,00,000

    કુલ ટેક્સ: ₹14,00,000 + ₹11,00,000 = ₹25,00,000

    અંતિમ કિંમત (રજિસ્ટ્રેશન વગેરે સિવાય): ₹50,00,000 + ₹25,00,000 = ₹75,00,000

    GST પહેલાંનો સમય (જુલાઈ 2017 પહેલાં)

    એક્સાઈઝ ડ્યૂટી, VAT અને અન્ય રાજ્ય-સ્તરના કર સાથે સરેરાશ ટેક્સ દર 26.5%થી 44% હતો, જે રાજ્ય અને વાહનના પ્રકાર પર આધારિત હતો. GSTથી વિપરીત એક્સાઈઝ અને VAT પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મળતી નહોતી, જેના કારણે કિંમતો વધી જતી હતી.

    હાલની ટેક્સ રચના (સપ્ટેમ્બર 2025 પછી)

    સપ્ટેમ્બર 2025માં GST કાઉન્સિલના નિર્ણય મુજબ, લક્ઝુરિયસ કારો માટે ટેક્સ રચનામાં ફેરફાર થયો છે, જે 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. હવે લક્ઝુરિયસ કારો અને મોટી SUVs માટે 28%ની જગ્યાએ હવે 40% GST દર લાગશે. અગાઉ 17%થી 22%નો સેસ હતો, જે હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. જેના કારણે કુલ ટેક્સ જે 45થી 50%જેટલો થતો હતો તેમાં ઘટાડો થયો છે.

    1200 સીસીથી (પેટ્રોલ/સીએનજી/એલપીજી) વધુ અથવા 1500 સીસીથી (ડીઝલ) વધુ એન્જિન ક્ષમતા ધરાવતી અથવા 4000 મીમીથી વધુ લંબાઈ ધરાવતી કારનો સમાવેશ થાય છે. જેમાં મોટી સેડાન, પ્રીમિયમ SUV અને આયાતી મોડેલનો સમાવેશ થાય છે.

    ઉદાહરણ

    લક્ઝુરિયસ કારની શોરૂમ કિંમત: ₹50,00,000

    GST (40%): ₹50,00,000 × 0.40 = ₹20,00,000

    કુલ ટેક્સ: ₹20,00,000 (સેસ વગર)

    અંતિમ કિંમત (રજિસ્ટ્રેશન વગેરે સિવાય): ₹50,00,000 + ₹20,00,000 = ₹70,00,000

    એટલે કે પહેલાં જે ખર્ચ ₹75,00,000 થતો હતો તે ઘટ્યો, એટલે દરેક ગાડીએ ₹5,00,000 ઘટ્યા. એટલે લક્ઝુરિયસ કારો હવે સસ્તી થશે. નોંધનીય છે કે, 1200 સીસી સુધીની એન્જિન ક્ષમતા અને 4000 મીમી સુધીની લંબાઈ ધરાવતી પેટ્રોલ, સીએનજી અને એલપીજી કાર પર હવે 28%ની જગ્યાએ 18% GST લાગશે.

    1500 સીસી સુધીની એન્જિન ક્ષમતા અને 4000 મીમી સુધીની લંબાઈ ધરાવતી ડીઝલ કાર પર પણ 18% GST લાગશે. આનો અર્થ એ થયો કે મારુતિ સ્વિફ્ટ, હ્યુન્ડાઇ i2૦, ટાટા અલ્ટ્રોઝ અને હોન્ડા અમેઝ જેવી લોકપ્રિય હેચબેક અને કોમ્પેક્ટ સેડાન સસ્તી થઈ શકે છે. આ પહેલાં આ કાર્સ પર 28% GST અને 1-3% સેસ લાગતો હતો એટલે કુલ 29-31% ટેક્સ ચૂકવવો પડતો હતો.

    બાઈકની કિંમતો પર પણ અસર

    350 સીસી સુધીની એન્જિન ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ (મોપેડ અને સહાયક મોટરવાળા સ્કૂટર સહિત) પર હવે 28%ની જગ્યાએ 18% GST લાગશે. આમાં મોટાભાગની માસ-માર્કેટ મોટરસાઇકલ અને સ્કૂટરનો સમાવેશ થાય છે, જે રોજિંદા વપરાશકર્તાઓ માટે સસ્તી થઈ છે.

    350 સીસીથી ઉપરની મોટરસાઇકલ, જેમાં રોયલ એનફિલ્ડ 650 સીસી, હાર્લી-ડેવિડસન અથવા પ્રીમિયમ કેટીએમ મોડેલનો સમાવેશ થાય છે, તેના પર હવે 40% GST લાગશે. જોકે, સેસ સાથે પહેલાં આ બધી મોંઘી બાઇકો પર 32-33% ટેક્સ લાગતો હતો, પણ હવે 40% લાગશે. એટલે આ બધી બાઇકો મોંઘી થઈ જશે.

    વાહન કેટેગરીજૂનો ટેક્સ (GST + સેસ)નવો ટેક્સઅસર / તફાવત
    મિડ-સાઇઝ / લક્ઝરી કાર્સઆશરે 45–50%40% GSTઅંદાજે 5–10% ઘટાડો
    નાની કાર્સઆશરે 29–31%18% GSTમોટો ઘટાડો (10% થી વધુ)
    બાઇક ≤ 350 ccઆશરે 28–31%18% GSTખાસ ઘટાડો
    બાઇક > 350 ccઆશરે 31%40% GSTલગભગ 9% વધારો
    3-વ્હીલર / બસ / એમ્બ્યુલન્સ / માલ વાહક વાહનો28%18% GST10% ઘટાડો

    ઉપરાંત બસ, ટ્રક અને એમ્બ્યુલન્સ જેવા કોમર્શિયલ વાહનો પર હવે એકસમાન 18% GST લાગશે, જે પહેલાં 28% હતો. તેવી જ રીતે ઓટોપાર્ટ્સ પર પણ HS કોડને ધ્યાનમાં લીધા વિના 18% GST લાગશે. થ્રી-વ્હીલર્સ એટલે કે રિક્ષા પર પણ 18% GST લાગશે. આ સિવાય ટ્રેક્ટર (ખૂબ ઊંચી એન્જિન ક્ષમતાવાળા રોડ ટ્રેક્ટર સિવાય), ટાયર, બ્રેક, રેડિએટર્સ અને ક્લચ જેવા ટ્રેક્ટરના ભાગો પર હવે ફક્ત 5% GST લાગશે.

    બે-સ્લેબ સિસ્ટમ (5% અને 18%, લક્ઝુરી અને સિન ગુડ્સ માટે 40%) ટેક્સને સરળ બનાવવા, વપરાશ વધારવા અને EVs માટે ઓછા દર રાખીને પર્યાવરણીય લક્ષ્યોને સમર્થન આપવા માટે છે.

    22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવનારા GST સુધારાઓએ લક્ઝરી કાર પરના કરનો બોજ 45-50%થી (28% GST + 17-22% સેસ) ઘટાડીને એકસમાન 40% GST કર્યો છે, જેનાથી વળતર સેસ દૂર થયો છે. આ ફેરફાર લક્ઝરી કારને થોડી સસ્તી બનાવે છે, જે ઉપરોક્ત ઉદાહરણમાં ₹5,00,000ની બચત પરથી સ્પષ્ટ થાય છે. GST પહેલાના સમયની (26.5-44% કર, કેસ્કેડીંગ અસરો સાથે) તુલનામાં, વર્તમાન સિસ્ટમ સરળ અને સામાન્ય રીતે વધુ ગ્રાહક-મૈત્રીપૂર્ણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં