Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમસુરતમાંથી પકડાયા બાંગ્લાદેશી ઘૂસણખોરો, મદદ કરનાર એજન્ટ ઇબ્રાહિમ શેખની પણ ધરપકડ: બોગસ...

    સુરતમાંથી પકડાયા બાંગ્લાદેશી ઘૂસણખોરો, મદદ કરનાર એજન્ટ ઇબ્રાહિમ શેખની પણ ધરપકડ: બોગસ ઓળખપત્રો બનાવી આપનાર શાહિદ ખાન ફરાર

    સુરત PCB અને SOG દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ગેરકાયદેસર ઘૂસેલા બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ટીમને માહિતી મળી હતી કે સુરતમાં 3 મહિલા અને 3 પુરૂષ એમ કુલ 6 બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે.

    - Advertisement -

    રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સુરતમાં આવા ઘણા કિસ્સાઓ તાજા ભૂતકાળમાં જ જોવા મળ્યા. હવે ફરી એકવાર ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને દેશમાં ઘૂસેલા બાંગ્લાદેશીઓને સુરત SOG અને PCBએ ઝડપી પડ્યા છે. આ ઘટનામાં વધુ ચિંતાજનક બાબત તે છે કે આ તમામ પાસેથી ભારતીય ઓળખપત્રો પણ મળી આવ્યાં હતાં. આ મામલે તપાસમાં ખુલાસો થયો કે એજન્ટ ઇબ્રાહિમ શેખ ઉર્ફે રાજે આ 6 બાંગ્લાદેશીઓને ઘૂસાડ્યા હતા. કેસમાં સુરત પોલીસે કુલ 7 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

    મળતી માહિતી અનુસાર, સુરત PCB અને SOG દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને ગેરકાયદેસર ઘૂસેલા બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ટીમને માહિતી મળી હતી કે સુરતમાં 3 મહિલા અને 3 પુરુષ એમ કુલ 6 બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે. માહિતી મળ્યા બાદ ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી કુલ 6 જેટલા બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. આ તમામ પાસે બનાવટી આધારકાર્ડ, પાન કાર્ડ, જન્મના દાખલા સહિતનાં અનેક ભારતીય ઓળખપત્રો પણ મળ્યાં હતાં.

    PCB અને SOG દ્વારા ઝડપી લેવામાં આવેલા બાંગ્લાદેશીઓમાં તરીકુલ ખોખોન મંડલ, બોબી, માફીઝૂર રહેમાન, અકરમ મિયા, સુમોના શહીદુલ શેખ, મોહમ્મદ ફઝલરબ્બી અબ્દુલ રઝાક, શરીફાખાતુન નવાબઅલીનો સમાવેશ થાય છે. આ તમામની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આ તમામને ભારતમાં ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવનાર ઇબ્રાહિમ ઉર્ફે રાજ તોબીબાર શેખ નામનો વ્યક્તિ છે.

    - Advertisement -

    એજન્ટ ઇબ્રાહિમ ઉર્ફે રાજ તોબીબાર શેખ કરાવતો દેહવ્યાપાર

    ઇબ્રાહિમ વિશે માહિતી મળ્યા બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે મુખ્ય એજન્ટ ઇબ્રાહિમ બાંગ્લાદેશની બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બનગાવથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવતો હતો અને પછી કલકત્તાથી ટ્રેન તેમજ પ્લેન મારફતે લાવી સુરત શહેર તેમજ જિલ્લાના આસપાસના વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધામાં જોડી દેતો હતો. સાથે જ તેમની કમાણીમાંથી મોટું કમિશન પણ લેતો હતો.

    આ દરમિયાન ગેરકાયદેસર ઘૂસેલા અને સુરતમાં કરતા બાંગ્લાદેશી નાગરિકોએ ઓળખપત્રો ક્યાંથી બનાવ્યા તે અંગે તપાસ કરતાં અમદાવાદના શાહિદ ખાન મુસ્તુફાખાનનું નામ ખૂલ્યું હતું. હાલ પોલીસે ખોટાં ઓળખપત્રો બનાવનાર આ શાહિદ ખાન મુસ્તુફાખાનને વૉન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ છેલ્લાં બે વર્ષથી સુરતમાં અલગ-અલગ જગ્યાએ સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આરોપી ઇબ્રાહિમ તોબીબાર શેખ બોર્ડર ક્રોસ કરાવવાના એક વ્યક્તિના 90 હજાર રૂપિયા લેતો હતો. હાલ પોલીસે ઝડપાયેલા બાંગ્લાદેશી સહિતના આરોપીઓની પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપી સાહિદ ખાન મુસ્તુફાખાનને ઝડપી લેવા શોધખોળ ચાલુ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં