Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સપશ્ચિમ બંગાળ: કલકત્તામાં બાંગ્લાદેશ પાકિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચમાં ફરકાવવામાં આવ્યા પેલેસ્ટાઇનના...

    પશ્ચિમ બંગાળ: કલકત્તામાં બાંગ્લાદેશ પાકિસ્તાન વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચમાં ફરકાવવામાં આવ્યા પેલેસ્ટાઇનના ઝંડા, 4ની અટકાયત

    કલકત્તામાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ગેટ નંબર 6 અને બ્લોક G-1 પાસે પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. આ મામલે એક IPS અધિકારીએ PTI સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમે 4 લોકોની 2-2ની જોડીમાં અટકાયત કરી હતી. આ લોકો પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવી રહ્યા હતા."

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન સમર્થક આતંકવાદી જૂથ હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં આખા દેશમાં કટ્ટરપંથીઓ પેલેસ્ટાઇનને સમર્થન પરી ર્ય છે. હવે આ સમર્થન ક્રિકેટ સુધી પણ પહોંચી ગયું છે. પશ્ચિમ બંગાળના કલકત્તામાં ઈડન ગાર્ડેન્સ સ્ટેડીયમમાં પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. જે બદલ પોલીસે 4 લોકોની અટકાયત પણ કરી હતી.

    અહેવાલો અનુસાર આ ઘટના ગત મંગળવારે (31 ઓકટોબર 2023)ના રોજ ઘટી હતી. સ્ટેડીયમમાં સુરક્ષામાં હાજર પોલીસે પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવનાર 4 લોકોની અટકાયત કરી હતી. આ 4માંથી 2 લોકો ઝારખંડના રહેવાસી છે તો અન્ય 2 કલકત્તાના જ અલગ-અલગ વિસ્તારના રહેવાસી છે. પૂછપરછ દરમિયાન તેમનું કહેવું હતું કે તેઓ ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છતા હતા.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર કલકત્તામાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ગેટ નંબર 6 અને બ્લોક G-1 પાસે પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. આ મામલે એક IPS અધિકારીએ PTI સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અમે 4 લોકોની 2-2ની જોડીમાં અટકાયત કરી હતી. આ લોકો પેલેસ્ટાઇનનો ઝંડો ફરકાવી રહ્યા હતા.” જોકે, નારેબાજી થઇ હોવાનું નકારી કાઢવામાં આવ્યું હતું.

    - Advertisement -

    આ ચારેય લોકોની અટકાયત કરીને મેદાન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ચારેય લોકોની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ મુદ્દે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામ માંગતા હતા. પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે રમાનાર આ મેચમાં મોટી સંખ્યામાં લોકો આવવાના હતા, જેના કારણે આ લોકોએ મેચ દરમિયાન પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું. જોકે આ મામલે બહારનું કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ તરફથી હૈદરાબાદમાં 100 રન ફટકારનાર મોહમ્મદ રીઝવાને પોતાની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. જે બાદ અફઘાનિસ્તાનના ખેલાડીએ પોતાનો મેન ઓફ ધ મેચનો ખિતાબ તે અફઘાનિઓને સમર્પિત કર્યો હતો જેમને પાકિસ્તાને જબરદસ્તી હાંકી કાઢ્યા હતા. જોકે આ બાદ બંને ટીમો તરફથી કોઈ પ્રકારનો વિવાદ સામે નહોતો આવ્યો, પરંતુ દર્શકો દ્વારા આ પ્રકારનો વ્યવહાર ચિંતાજનક છે. અહીં તે નોંધવું પણ જરૂરી છે કે ક્રિકેટ મેચ દરમિયાન રાજનૈતિક નિવેદનો પર પ્રતિબંધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં