Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતલંડન રહેલા શોહર ફૈસલે સુરત રહેતી બીવીને વિડીયોકોલમાં આપ્યા 'ટ્રિપલ તલાક': જમવાનું...

    લંડન રહેલા શોહર ફૈસલે સુરત રહેતી બીવીને વિડીયોકોલમાં આપ્યા ‘ટ્રિપલ તલાક’: જમવાનું ના બનાવવા બદલ અવારનવાર પીટતો પણ હતો, લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

    ફૈઝલે ફેબ્રુઆરી 2020માં પીડિતા સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના 5 મહિનામાં જ તેને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેણે પીડિત પત્નીને પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું.

    - Advertisement -

    શનિવારે (7 સપ્ટેમ્બર), સુરત પોલીસે ફૈઝલ પટેલ નામના બિન-નિવાસી ભારતીય (NRI) વિરુદ્ધ તેની બીવીને વિડીયો દ્વારા ત્વરિત ટ્રિપલ તલાક (Triple Talaq) આપવા બદલ ફરિયાદ (FIR) નોંધી હતી. આરોપ છે કે શોહરે લંડનથી વિડીયોકોલ કરીને પત્નીને તલાક આપ્યા હતા.

    આરોપી શોહર ફૈસલનીબીવીએ 3જી સપ્ટેમ્બરે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે ફૈઝલ પર એપ્રિલ મહિનામાં લંડનથી ઈલેક્ટ્રોનિક રીતે ટ્રિપલ તલાક આપવાનો આરોપ લગાવ્યો હતો.

    પીડિતાએ ત્રણ મહિનાનો ‘ઇદ્દત સમયગાળો’ નિભાવ્યો અને પછી કાર્યવાહી માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. તેના કહેવા પ્રમાણે, ફૈઝલની લંડનમાં પત્ની અને બાળકો છે અને તે અવારનવાર કામ માટે ત્યાં જાય છે. તેણે તેના પર અન્ય મહિલાઓ સાથે પણ સંપર્કમાં હોવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    ફૈઝલે પીડિતાને શારીરિક ત્રાસ અને માનસિક ત્રાસ પણ આપ્યો

    અહેવાલ મુજબ, ફૈઝલે ફેબ્રુઆરી 2020માં પીડિતા સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના 5 મહિનામાં જ તેને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેણે પીડિત પત્નીને પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું.

    આરોપી તેની પત્નીને જમવાનું બનાવવા જેવી છુલ્લક બાબતોને લઈને અવારનવાર મારતો પણ હતો. ફૈઝલ ​​પટેલ ગુજરાતના નવસારીનો વતની છે પરંતુ હાલ લંડનમાં છે.

    પોલીસે આરોપી વિરુદ્ધ નોંધી FIR

    તેના પર ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 323 (સ્વૈચ્છિક રીતે વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટેની સજા), 498A (વિવાહિત મહિલા સામે તેના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા) અને 504 (ઈરાદાપૂર્વક અપમાન અથવા કોઈને ઉશ્કેરવા માટેની સજા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    ફૈઝલ ​​પર મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019ની સંબંધિત કલમો હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પીડિતાએ 2006થી 2018ની વચ્ચે બીજા પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને તેના અગાઉના લગ્નથી તેને સંતાનો પણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં