Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યકથિત અદાકારા સ્વરા ભાસ્કર મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમની ટીકા કરવા બાબતે...

    કથિત અદાકારા સ્વરા ભાસ્કર મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમની ટીકા કરવા બાબતે કેમ અઢી વર્ષ મોડી પડી છે?

    સ્વરા ભાસ્કરે મહારાષ્ટ્રમાં હાલમાં ચાલી રહેલા રાજકારણની ટીકા કરી છે, પરંતુ જ્યારે પ્રજામતનો ભંગ કરીને ઉદ્ધવ સરકાર બની હતી ત્યારે તેને એ ઘટનાક્રમ અંગે કોઇપણ પ્રકારની ટીપ્પણી કરવાનું સુજ્યું ન હતું.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં દિવસથી ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે લેફ્ટ લિબરલ્સે પોતાની પ્રતિક્રિયાઓ સાથે ઝંપલાવ્યું છે. રોદણા રડવાની શરૂઆત થઈ છે કથિત એક્ટ્રેસ સ્વરા ભાસ્કર દ્વારા.

    ગઈ કાલે (22 જૂન 2022) રાતના 11 વાગ્યા આસપાસ કથિત એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાની ટ્વિટર પ્રોફાઇલ પર ટ્વિટ કરીને પોતાનો બળાપો કાઢે છે. પોતાની ટ્વિટમાં તે કહે છે કે, ” અમે વોટ આપીએ જ કેમ છીએ? દર 5 વર્ષે ચૂંટણીની જગ્યાએ સેલ લગાવી દેતા હોય તો સારું.”

    અહિયાં નોંધનીય તો એ છે કે તેની આ ટ્વિટ સૈદ્ધાંતિક અને ભાવાત્મક બંને રીતે ખોટી સાબિત થાય છે. સ્વરા પોતે દિલ્હીની મતદાતા છે તો તેણે મહારાષ્ટ્ર ચુંટણીમાં કઈ રીતે વોટ કર્યો હોઇ શકે? તો એની વાત કે ‘હમ વોટ દેતે હી ક્યૂ હૈ ?’ તદ્દન ખોટી સાબિત થાય છે.

    - Advertisement -

    અને બીજી બાજુ જો એ બતાવવા માંગતી હોય કે મહારાષ્ટ્ર રાજકારણમાં હમણાં જે થઈ રહ્યું છે તેનાથી તેનો લોકશાહી પ્રત્યેની ભાવનાને ઠેષ પહોચે છે, તો એ તો સૌથી મોટું અસત્ય છે.

    ભાજપ-શિવસેના 2019માં ચૂંટણી પહેલા ગઠબંધનમાં હતા અને તેઓએ સ્પષ્ટ બહુમતી તરીકે 169/288 બેઠકો જીતી હતી. તેથી જાહેર જનતા જનાદેશ ભાજપ-SS ગઠબંધન માટે હતો. પરંતુ ત્યારે શિવસેનાએ પોતાના ચૂંટણી પહેલાના ગઠબંધનને તોડીને વિરોધીઓ સાથે સરકાર બનાવી હતીખરેખર તો એ ઘટના સાચા અર્થમાં લોકતંત્રની હત્યા હતી. પરંતુ ત્યારે કથિત એક્ટ્રેસ સ્વરા ભાસ્કર તેમાં કાઇ બોલી ના હતી અને તેની લોકતંત્ર માટેની ભાવનાને દુખ નહોતું પહોચ્યું.

    નોંધવા જેવી વાત તો એ છે કે 2019માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ થયેલી લોકતંત્રની હત્યા બાદ સ્વરા સહિત લગભગ દરેક લિબરલ ખૂબ ખુશ હતા. ઉપરાંત બાદમાં તેમણે અવાર નવાર CM ઉદ્ધવ ઠાકરેની વાહવાહી કરતાં જોવા મળ્યા હતા.

    મહારાષ્ટ્રના મતદારોએ જે ગઠબંધનને બહુમતી આપીને સરકાર બનાવવા આગળ કર્યા એ તોડીને વિરોધીઓ સાથે સરકાર બનાવીને મુખ્યમંત્રી બનનાર ઉદ્ધવ ઠાકરેની આમ વાહવાહી કરતી વખતે કથિત એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ક્યારેય ઉણી ન ઉતરી કે ન ક્યારેય તેને ત્યારે લોકતંત્રની કે પોતાના વોટની ચિંતા થઈ.

    શિવસેનાના કોંગ્રેસ અને NCP સાથે થ્યેલ ગઠબંધન વખતે તેને ‘બંપર સેલ’ યાદ નહોતો આવ્યો. પણ આજે જ્યારે એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 40થી વધુ ધારાસભ્યો 2019માં જનતાએ જે મેંડેટ આપ્યું હતું તે પ્રમાણે ભાજપના સહયોગથી સરકાર બનાવીને મતદારોનું બહુમાન કરવાની વાત કરે છે ત્યારે આ રીતની ટ્વિટ કરીને સ્વરાએ માત્ર પોતાના ડબલ સ્ટાન્ડર્ડને ફરી એક વાર ખુલ્લુ પડ્યું છે અને તે માટે હાલ સોશિયલ મીડિયામાં તે ટ્રોલ પણ થઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં