Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હિંદુ હોવાનો મને ગર્વ, ભારતને ખૂબ ચાહું છું…’: બોલ્યા બ્રિટીશ પીએમ ઋષિ...

    ‘હિંદુ હોવાનો મને ગર્વ, ભારતને ખૂબ ચાહું છું…’: બોલ્યા બ્રિટીશ પીએમ ઋષિ સુનક, પીએમ મોદી વિશે કહ્યું- તેમના માટે અપાર સન્માન છે

    ભારત આવવું મારા માટે વ્યક્તિગત રીતે એક બહુ મોટી અને વિશેષ બાબત છે. આ એવો દેશ છે જેને હું ખૂબ ચાહું છું, એ દેશ છે, જ્યાંથી મારો પરિવાર આવે છે- ઋષિ સુનક

    - Advertisement -

    G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલા નેતાઓમાં ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ સામેલ છે. શુક્રવારે (8 સપ્ટેમ્બર, ૨૦૨૩) બપોરે તેઓ નવી દિલ્હી ખાતે આવી પહોંચ્યા હતા. ભારત આવીને તેમણે ન્યૂઝ એજન્સીને ઇન્ટરવ્યૂ આપ્યો, જેમાં તેમણે ભારત સાથેના સંબંધો, અહીં આ શિખર સંમેલન યોજાવાનું મહત્વ અને અન્ય અનેક મુદ્દાઓને લઈને વાત કરી તો સાથે પોતે હિંદુ હોવાની અને તેનો તેમને ગર્વ હોવાની વાત પણ કહી. 

    ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, “હું એક ગર્વિત હિંદુ છું. મારો ઉછેર પણ એ જ રીતે થયો છે. આશા છે કે થોડા દિવસ માટે અહીં છું તો મંદિરમાં પણ જઈ શકીશ. તાજેતરમાં જ અમે મારા ભાઈ-બહેનો સાથે રક્ષાબંધનની પણ ઉજવણી કરી, મને રાખડીઓ પણ બાંધવામાં આવી. જોકે, જન્માષ્ટમીની ઉજવણી કરવાનો સમય નહીં મળ્યો. પરંતુ હવે મંદિરની મુલાકાતે જઈશ તો તે પણ થઈ શકશે.” 

    આગળ તેમણે કહ્યું કે, “મારા માટે આસ્થાનું ઘણું મહત્વ છે. આસ્થા એવી ચીજ છે જે સૌ કોઈને જીવનમાં મદદ કરે છે. ખાસ કરીને મારા જેવા લોકો જેમને ઘણું કામ હોય છે, તેમને તે શક્તિ આપે છે. એટલે તેનું એક આગવું મહત્વ છે.” 

    - Advertisement -

    ભારત વિશે વાત કરતાં ઋષિ સુનક કહે છે કે, “ભારત આવવું મારા માટે વ્યક્તિગત રીતે એક બહુ મોટી અને વિશેષ બાબત છે. આ એવો દેશ છે જેને હું ખૂબ ચાહું છું, એ દેશ છે, જ્યાંથી મારો પરિવાર આવે છે. પરંતુ અહીં હું યુકેનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમજ ભારત માટે નિકટતા વધારવાના પ્રયાસો માટે આવ્યો છું અને મને વિશ્વાસ છે કે ભારત માટે આ G20 સમિટ અત્યંત સફળ રહેશે.” 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને PM ઋષિ સુનકે કહ્યું કે, “મોદીજી માટે મને અપાર સન્માન છે. વ્યક્તિગત રીતે મારી સાથે તેઓ હંમેશા સ્નેહી અને પ્રેમાળ રહ્યા છે. અમે બંને ભારત અને યુકે વચ્ચે ટ્રેડ ડીલ માટે મહેનત કરી રહ્યા છીએ, કારણ કે અમને લાગે છે કે તે બંને દેશો માટે સારું રહેશે અને અમારે બંને નેતાઓએ એ સુનિશ્ચિત કરવાનું છે કે બંને દેશો એ દિશામાં આગળ કામ કરે. આગળ તેમણે કહ્યું કે, “આ G20 ભારત માટે એક ભવ્ય સફળતા બની રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમારું સમર્થન છે. અમને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ સફળ થશે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં