Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતવડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતના આર્કિટેક્ટ યુવાને હીરલે જડ્યા: PMનો 73મો જન્મદિવસ ઉજવવા...

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતના આર્કિટેક્ટ યુવાને હીરલે જડ્યા: PMનો 73મો જન્મદિવસ ઉજવવા 7200 ડાઈમંડથી બનાવ્યું અદભૂત પોટ્રેટ

    આ પોટ્રેટ બનાવવા માટે વિપુલે કુલ 7200 હીરાનો ઉપયોગ કર્યો છે. આ આખા પોટ્રેટ માટે વિપુલેતે ચાર અલગ-અલગ રંગના હીરા વાપર્યા છે છે. જેમાં દાઢી અને વાળ માટે સફેદ રંગના હીરા, ચહેરા માટે ત્વચાના રંગના હીરા અને કોટ માટે પણ અલગ-અલગ રંગના હીરા ઝડ્યા છે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદીની લોકચાહનાથી આપણે કોઈ અજાણ નથી. બાળકો, યુવાઓ અને વૃધ્ધો, તમામ દેશના પ્રધાનમંત્રીને અઢળક પ્રેમ આપે છે જેના અનેક કિસ્સાઓ આપણે જોતા આવ્યા છીએ. અરે માત્ર દેશના જ નહીં, વિદેશમાં પણ મોદીના અઢળક ચાહકો છે. દેશ-વિદેશના તમામ ચાહકો પોતાનો નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ કોઈ ને કોઈ રીતે દર્શાવવાનો મોકો ચુકતા નથી. કાંઇક એવી જ તક ઝડપી છે એક ગુજરાતીએ. વાત એમ છે કે સુરતના આર્કિટેક્ટ યુવાને 7200 ડાઈમંડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અદભૂત પોટ્રેટ બનાવ્યું છે. યુવાન આ આ પોટ્રેટને અગામી 17 સપ્ટેમ્બરે PMના જન્મદિવસ પર તેમને ભેટ આપવા માંગે છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ચાહકનું નામ છે વિપુલ જેપીવાલા. વિપુલ સુરતમાં રહે છે અને વ્યવસાયે આર્કિટેક્ટ તેમજ એન્જિનિયર છે. વિપુલ નરેન્દ્ર મોદીના ખુબ મોટા ફેન છે. આમ તો મૂળ તેમનો બિઝનેસ લોકોના ઘરની ડીઝાઈનો બનાવવાનો છે, પણ છેલ્લા કેટલાક સમયથી તેમને એક નવો શોખ લાગ્યો. આ શોખ હતો પોટ્રેટ બનાવવાનો. આમ તો વિપુલે અનેક પોટ્રેટ બનાવ્યા, પણ આગામી સમયમાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને તેઓ કશુક ‘હટકે’ કરવા માંગતા હતા. તેમણે વિચાર્યું કે તેઓ વડાપ્રધાન મોદીના 73 જન્મદિન પહેલા તેમનું એક પોટ્રેટ બનાવશે. પણ સાથે જ વિપુલે નક્કી કર્યું કે આ કોઈ સામાન્ય પોટ્રેટ નહીં હોય, તેમણે મોદીનું હીરા જડિત પોટ્રેટ બનાવવાનું શરુ કર્યું.

    કેવા અને કેટલા હીરા વપરાયા પોટ્રેટમાં?

    ઉલ્લેખનીય છે કે આ પોટ્રેટ બનાવવા માટે વિપુલે કુલ 7200 હીરાનો ઉપયોગ કર્યો છે. આ આખા પોટ્રેટ માટે વિપુલે ચાર અલગ-અલગ રંગના હીરા વાપર્યા છે છે, જેમાં દાઢી અને વાળ માટે સફેદ રંગના હીરા, ચહેરા માટે ત્વચાના રંગના હીરા અને કોટ માટે પણ અલગ-અલગ રંગના હીરા ઝડ્યા છે. ત્વચા, વાળ અને દાઢી અનુસાર આ પોટ્રેટ માટે સમાન રંગના હીરા પસંદ કરવામાં આવ્યા હતા. આ પોટ્રેટ બનાવવામાં વિપુલને લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો.

    - Advertisement -

    નોંધનીય છે કે વિપુલને આ ડાયમંડ પોટ્રેટ બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. તે સમયે વડાપ્રધાને ફર્સ્ટ લેડીને હીરા ભેટમાં આપ્યા અને અહીં વિપુલને હીરા જડિત પોટ્રેટ બનાવવાની સ્ફૂરણા થઇ હતી. વિપુલ ઈચ્છે છે કે તેમનું આ પોટ્રેટ પીએમ મોદી ભેટમાં સ્વીકારે. વિપુલે પોતાના જીવનમાં પહેલી વાર હીરાનું પોટ્રેટ બનાવ્યું છે, તેને તૈયાર કરવામાં લગભગ સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. પોટ્રેટમાં દરેક હીરાને વિપુલે પોતાના હાથથી જ ઝડ્યા છે. આ પોટ્રેટ અને તેમાં જડેલા હીરાની કિંમત વિશે પૂછવામાં આવતા વિપુલે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી સામે આ પોટ્રેટની કોઈ જ કિંમત નથી. સુરતના આર્કિટેક્ટ યુવાનની ઈચ્છા છે કે 7200 ડાઈમંડથી બનેલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોટ્રેટ તેમના સુધી પહોંચે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં