Friday, November 22, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક'આપનો યોગ દિવસ': દિલ્હીમાં આઠ વર્ષમાં સરકારી શાળાઓમાં યોગ શિક્ષકોની અધધધ જગ્યા...

    ‘આપનો યોગ દિવસ’: દિલ્હીમાં આઠ વર્ષમાં સરકારી શાળાઓમાં યોગ શિક્ષકોની અધધધ જગ્યા ખાલી પડી, સામે કેજરીવાલ સરકારે કેટલી નિમણૂંક કરી?? RTIનો ખુલાસો

    દિલ્હીમાં મિસ્ડ કોલ કરીને યોગ શિક્ષક ઉપલબ્ધ કરાવવાનો દાવો કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છેલ્લા આઠ વર્ષમાં નિમણુંક કરેલા યોગ શિક્ષકોની સંખ્યા જાણીને ભલભલા ચોંકી જાય છે.

    - Advertisement -

    આજે વિશ્વ યોગ દિવસની (Interntional Yoga Day) ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હીની કેજરીવાલ સરકારની વધુ એક પોલ ખુલી છે. એક RTI મારફતે જાણવા મળ્યું છે કે એપ્રિલ 2014 થી લઈને માર્ચ 2022 સુધી દિલ્હીની સરકારી શાળાઓમાં ત્રણસોથી વધુ યોગ શિક્ષકો નિવૃત્ત થયા હતા. જેની સામે આમ આદમી પાર્ટીની સરકારે એક પણ યોગ શિક્ષકની નિમણૂંક કરી નથી. 

    આ બાબતનો ખુલાસો ગુજરાતના RTI એક્ટિવિસ્ટ સુજીત પટેલ દ્વારા કરવામાં આવેલ એક RTIના દિલ્હી સરકારે આપેલા જવાબ દ્વારા થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આઠ વર્ષમાં દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં એક પણ યોગ શિક્ષકની નિમણૂંક કરી નથી.

    Image
    સુજીત પટેલ દ્વારા કરવામાં આવેલ RTI નો દિલ્હી સરકારે આપેલ જવાબ (તસ્વીર સાભાર: સુજીત પટેલ)

    RTIના જવાબમાં દિલ્હીની કેજરીવાલ સરકારે જણાવ્યું છે કે 1 એપ્રિલ 2014 થી 31 માર્ચ 2022 સુધીમાં દિલ્હીની સરકારી શાળાઓમાં કુલ 356 યોગ શિક્ષકો ક્યાં નિવૃત્ત થયા હતા ક્યાં શાળા છોડી ગયા હતા. બીજી તરફ, તેની સામે કેજરીવાલ સરકારે આ આઠ વર્ષ દરમિયાન આખા રાજ્યમાં એક પણ યોગ શિક્ષકની નિમણૂંક કરી ન હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    ડિસેમ્બર 2021 માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) વાજતેગાજતે ‘દિલ્હી કી યોગશાળા’ યોજના શરૂ કરી હતી. આ યોજના વિશે દિલ્હી સરકાર દાવો કરે છે કે દિલ્હીના કોઈ પણ ભાગમાં યોગ શીખવા માંગતા લોકો એક ગ્રુપ બનાવે અને એક નંબર ઉપર મિસ્ડ કોલ કરશે એટલે દિલ્હી સરકાર તરફથી યોગ શિક્ષક તેમની પાસે જઈને યોગ કરાવશે. 

    આ ઉપરાંત, આજે દિલ્હીમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા પહોંચેલા અરવિંદ કેજરીવાલે ભાષણમાં દાવો કર્યો હતો કે દિલ્હીમાં દેશમાં સૌથી વધુ લોકો યોગ કરે છે. ઉપરાંત તેમણે બાળકોને પણ યોગ શીખવવા જોઈએ તેમ કહ્યું હતું. પરંતુ વાસ્તવિકતા એ છે કે દિલ્હીની શાળાઓમાં તેમની સરકારે આઠ વર્ષમાં યોગ શિક્ષકોની જ નિમણૂંક કરી નથી. 

    જોકે, આ પહેલો કિસ્સો નથી જ્યારે RTI થકી કેજરીવાલ સરકારની પોલ ખુલી હોય. અગાઉ પણ સુજીત પટેલે કરેલ એક RTIના જવાબમાં જાણવા મળ્યું હતું કે 

    કેજરીવાલ સરકારે 2014 થી એપ્રિલ 2022 દરમિયાન દર્દીઓને દવાખાના સુધી લઈ જઈ શકાય એ પ્રકારની એક પણ ‘પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ’ ખરીદી નથી.

    આ ઉપરાંત જાણવા મળ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) સરકારે આ જ સમય દરમિયાન આવી ૯ (નવ) પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સને પ્રતિ એમ્બ્યુલન્સ ૨૩,૬૫૯/- ના ભાવે ભંગારમાં વેચી મારી છે. તેમજ 2014 થી લઈને એપ્રિલ 2022 દરમિયાન કેજરીવાલ સરકારે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી શકાય એ પ્રકારની ‘એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ’ (જેમાં ઓકસીજન, આઇસીયુ, ઇસીજી વિગેરેની સુવિધા હોય છે) કુલ 10 (દસ) ખરીદી છે.

    આ જ સમય દરમિયાન કેજરીવાલ સરકારે કુલ 20 (વીસ) એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ પ્રતિ એમ્બ્યુલન્સ ૭૫,૨૪૬/- ના ભાવે ભંગારમાં વેચી દીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં