હરિયાણાના નૂંહમાં 31 જુલાઈના રોજ જળાભિષેક યાત્રા દરમિયાન મુસ્લિમ ટોળાએ કરેલા હુમલાને લઈને ટ્રિબ્યુન ઈન્ડિયામાં પ્રકાશિત એક રિપોર્ટમાં નવો ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નલ્હડની મસ્જિદના એક ઈમામ દ્વારા આપવામાં આવેલા ખોટા નિવેદને નૂંહના મુસ્લિમ બહુલ વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનું કામ કર્યું હતું. આ હિંસા બાબતની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમામ ફજરુ મિયાંએ કથિત રીતે 31 જુલાઈએ જૂઠું બોલીને મુસ્લિમોને ઉશ્કેર્યા હતા. તેમણે મસ્જિદના લાઉડસ્પીકર પર ખોટી ઘોષણા કરી હતી કે જલાભિષેક શોભાયાત્રામાં ભાગ લેનારાઓ દ્વારા મુસ્લિમોની કેટલીક દુકાનો લૂંટવામાં આવી હતી. આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે ઈમામને પકડવામાં માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે મસ્જિદના લાઉડસ્પીકર પર કરવામાં આવેલા ખોટા દાવાઓ બાદ ભેગા થયેલા મુસ્લિમ ટોળાએ લૂંટફાટ, આગચંપી અને હિંસા શરૂ કરી હતી. SITના એક સભ્યએ જણાવ્યું કે, “આ ઘોષણાએ ગામલોકોમાં ગુસ્સો ભડકાવવાનું કામ કર્યું છે, જેનાથી તેઓ ઉશ્કેરાયા હતા. એ લોકો પહેલેથી જ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વિડીયોને કારણે ઉશ્કેરાયેલા હતા. પછીથી આ લોકોએ સંગઠિત થઈને પથ્થરો અને હથિયારો એકઠાં કરીને શોભાયાત્રા પર હુમલો કર્યો હતો.
આ મામલામાં એ વાત પણ સામે આવી છે કે મસ્જિદના ઈમામે અફવા ફેલાવ્યા બાદ અન્ય ઘણા ઈમામોએ વોટ્સએપ ગ્રુપ્સ તેમજ અન્ય મસ્જિદોના માધ્યમથી આ વાત આગળ વધારવાનું શરૂ કર્યું હતું. આ ખુલાસા પછી તપાસ એજન્સીઓ એવા આરોપીઓને પણ શોધી રહી છે કે જે નૂંહમાં શોભાયાત્રા દરમિયાન અફવા ફેલાવવામાં સામેલ હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્જિદોમાંથી જાહેરાત કરીને દરેક બાળક, મહિલા અને પુરુષને હથિયાર લઈને બહાર આવવા માટે કહેવાયું હતું. હિન્દુસ્તાન-9એ તાજેતરમાં જ એક બાળકનો વિડીયો પણ શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે મુસ્લિમ ટોળાએ હિંદુઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી. અન્ય એક મહિલા સાક્ષીએ જેની સાથે તેણે વાત કરી હતી તેણે કથિત રીતે કહ્યું હતું કે, ટોળું હથિયાર લહેરાવી રહ્યું હતું, અપશબ્દો બોલી રહ્યું હતું અને બૂમો પાડી રહ્યું હતું કે એમાંથી કોઈને પણ છોડવામાં આવશે નહીં.
📍Jihad-occupied Nuh (Mewat)
— Treeni (@_treeni) August 5, 2023
"Calls were made from Masjids that every child, woman, and man should come out with weapons." – Eyewitness
"Beh#enc#od tum nahi bachoge while shouting Allah-U-Akbar and Pakistan Jindabad" – Child eyewitness
"They were swinging weapons, abusing,… pic.twitter.com/hfr4JQmY5j
જોકે, ઑપઇન્ડિયા ટ્વિટર યુઝર દ્વારા શૅર કરવામાં આવેલા હિન્દુસ્તાન-9 રિપોર્ટમાં પ્રત્યક્ષદર્શીઓ દ્વારા કરવામાં આવેલા દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
ઈમામ દ્વારા મુસ્લિમોને ભડકાવવા માટે મસ્જિદોના લાઉડસ્પીકરોના ઉપયોગ કરવાનો રિપોર્ટ અગાઉના રિપોર્ટ સાથે મેળ ખાય છે, જેમાં કહેવાયું હતું કે મુસ્લિમોએ જળાભિષેક યાત્રા દરમિયાન હિંદુઓ પર હુમલાનું પૂર્વ આયોજન કર્યું હતું અને હુમલા માટે પથ્થરો અને કાચની બોટલો એકઠી કરવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યાં હતાં.
આમ છતાં, આ નવો ઘટસ્ફોટ લેફ્ટ-લિબરલ ગેંગ દ્વારા નૂંહ હિંસાના દોષનો ટોપલો બિટ્ટુ બજરંગી અને મોનૂ માનેસર જેવા લોકો પર ઢોળવા અને તેમને સાંપ્રદાયિક સદભાવને ખલેલ પહોંચાડવા માટે દોષિત ઠેરવવાના પ્રયાસોથી તદ્દન વિપરીત છે. હાલના ઘટસ્ફોટમાં હરિયાણાના નૂંહમાં ઈમામ દ્વારા કથિત રીતે ખોટા નિવેદનો આપીને તણાવ વધારવા માટે ઈમામને જવાબદાર ગણવામાં આવ્યા છે. હવે આ ગેંગ નવા ખુલાસાઓને કેવી રીતે છુપાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
બ્રિજમંડલ શોભાયાત્રા પર થયો હતો હુમલો
ઉલ્લેખનીય છે 31 જુલાઈના રોજ હિંદુઓ દ્વારા આયોજિત ‘વ્રજમંડલ જલાભિષેક યાત્રા’ દરમિયાન હરિયાણાના નૂંહ જિલ્લામાં હિંસા ભડકી ઉઠી હતી. હરિયાણાના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર એવા નૂંહ જિલ્લામાં શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં 6 લોકોનાં મોત થયાં હતાં.