Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારમાં પશુ ડોક્ટરને પકડીને જબરદસ્તીથી લગ્ન કરાવી દીધા: બિહારના કુખ્યાત પકડુઆ બ્યાહનો...

    બિહારમાં પશુ ડોક્ટરને પકડીને જબરદસ્તીથી લગ્ન કરાવી દીધા: બિહારના કુખ્યાત પકડુઆ બ્યાહનો વિડીયો વાયરલ થયો

    બિહારના બેગુસરાયના એક પશુચિકિત્સકનું અપહરણ કરીને ત્યારબાદ કરવામાં આવેલા તેના પકડુઆ બ્યાહનો વિડીયો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે.

    - Advertisement -

    બિહારથી પકડુઆ બ્યાહનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, જો કે આ પ્રકારની ઘટના બિહારના નાગરિકો માટે નવી નથી. આ મામલે પશુના ડોક્ટરને બોલાવીને પહેલા તેનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના જબરદસ્તીથી લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. આ કિસ્સો બિહારના બેગુસરાયના તેઘડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ પકડુઆ બ્યાહનો વિડીયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

    મળતા અહેવાલ અનુસાર, પીડિત યુવક તેઘડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પીઢૌલી ગામનો નિવાસી છે. તેના પિતા સુબોધ કુમાર ઝાએ આ સંબંધમાં ત્રણ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેમનો દીકરો સત્યમ કુમાર ઝા પશુચિકિત્સક છે અને તેને ઢોરના ઇલાજના બહાને હસનપુર ગામના નિવાસી વિજય સિંહે બોલાવ્યો હતો. ત્યારબાદ તેમના પુત્રનું અપહરણ કરી દેવામાં આવ્યું અને વિજય સિંહે સત્યમને પોતાની છોકરી સાથે લગ્ન કરવા માટે મજબુર કરી દીધો હતો.

    તેઘડા પોલીસે હસનપુર સ્થિત વિજય કુમાર સિંહને ઘેર તપાસ કરી હતી પરંતુ અહીં તેને છોકરો કે છોકરી મળ્યા ન હતા. આ દરમ્યાન સોશિયલ મિડિયામાં આ પકડુઆ બ્યાહનો વિડીયો અત્યંત ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સત્યમને એક મંદિરમાં વરરાજાનો પોશાક પહેરીને છોકરી સાથે લગ્નના રીતિરીવાજોનું પાલન કરતો જોઈ શકાય છે. તેની આજુબાજુમાં લોકોની ભીડ પણ છે. મંડપની પાછળ ડીજે પણ રાખવામાં આવ્યું છે. એક તરફ કન્યાપક્ષના લોકો અત્યંત ખુશ જોવા મળે છે તો બીજી તરફ સત્યમ અત્યંત ગભરાયેલો હોય તેવું દેખાય છે.

    - Advertisement -

    બેગુસરાયના એસપી યોગેન્દ્ર કુમારે જણાવ્યું છે કે પીડિતના પિતાની ફરિયાદને ધ્યાનમાં લઈને પોલીસ દરેક એન્ગલ પર તપાસ ચલાવી રહી છે. સત્યમ મળી જાય ત્યારબાદ જ ખબર પડી શકશે કે તે પોતાની મરજીથી ત્યાં ગયો હતો કે પછી તેની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી.

    જોકે બિહારમાં પકડુઆ બ્યાહ કોઈ નવી વાત નથી. એસપી યોગેન્દ્ર કુમાર અનુસાર બેગુસરાયમાં આ પ્રકારના લગ્નની શરૂઆત 1970ના દાયકામાં થઇ હતી. આ પ્રકારના લગ્ન બેગુસરાય અને તેની આસપાસના તેમજ બિહારના કેટલાક જીલ્લાઓમાં અત્યંત લોકપ્રિય છે. જો કે સમય જતાં આ પ્રથાથી થતાં લગ્નની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો, પરંતુ હજી પણ આ પ્રકારના છૂટાછવાયા બનાવો બિહારમાં બનતા રહેતા હોય છે. 2021માં આ જ રીતે ગયા જીલ્લામાં છઠ પૂજા પર ઘેર આવેલા યુવકનું પણ અપહરણ કરીને તેના જબરદસ્તીથી લગ્ન કરી દેવામાં આવ્યા હતા. 

    અત્રે એ નોંધનીય છે કે 2019માં પટનાની ફેમીલી કોર્ટે પોતાના નિર્ણયમાં આ પ્રકારના પકડુઆ બ્યાહને ગેરકાયદેસર ઘોષિત કર્યા હતા. 2017માં પીડિત વિનોદ પોતાના મિત્રના લગ્નમાં સામેલ થવા પટના આવ્યો હતો અને ત્યારેજ તેની સાથે મારપીટ થઇ હતી અને બંદૂકની અણી પર તેની જબરદસ્તીથી લગ્ન કરી દેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં