કર્ણાટકના બેંગ્લોરમાં એક ડચ યુ-ટ્યુબર સાથે ગેરવર્તન થયાનો મામલો સામે આવ્યો છે. ડચ વ્લોગર પેડ્રોમોટા હાલ ભારતના પ્રવાસે છે. દરમ્યાન કર્ણાટકના બેંગ્લોરમાં તેઓ એક બજારમાં ફરીને વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે એક મુસ્લિમ વ્યક્તિએ તેમની સાથે ગેરવર્તન કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે કેસ દાખલ થયા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ ઘટના થોડા દિવસ અગાઉ બેંગ્લોરમાં ચિકપેટ વિસ્તારમાં બની હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તો ડચ યુ-ટ્યુબર પેડ્રોમોટાએ પણ તેમની યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો.
11 જૂને અપલોડ કરવામાં આવેલા આ વિડીયોમાં જોવા મળે છે કે, યુ-ટ્યુબર બજારમાં ફરીને સેલ્ફી મોડમાં વિડીયો શૂટ કરે છે. બજારમાં ફરતાં તેઓ કહે છે કે આજે તેઓ અહીંથી કશુંક ખરીદશે. બરાબર આ જ સમયે સામેથી આવતો એક માથે ગોળ ટોપી પહેરેલો એક વ્યક્તિ તેમને હાથ પકડીને રોકે છે. જેને યુ-ટ્યુબર ‘નમસ્કાર’ કહીને સંબોધન કરે છે.
‘નમસ્કાર’થી ભડકી ઉઠ્યો હોય તેમ પેલા વ્યક્તિએ ઈશારા કરીને ‘ક્યા નમસ્કાર?… એ ક્યા હૈ..?’ કહીને ગેરવર્તન શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તે કશુંક ઈશારા કરતો પણ જોવા મળે છે. દરમિયાન પેડ્રોમોટા તેને વારંવાર જવા દેવા માટે વિનંતી કરતા જોવા મળે છે પરંતુ પેલો વ્યક્તિ તેને ધક્કા મારતો જોવા મળે છે. ત્યારબાદ તેઓ ત્યાંથી ઝડપથી નીકળી જાય છે.
આ વીડિયોમાં 2:04 મિનિટથી આ ઘટના વિશે જોઈ શકાશે. વિડીયો પોસ્ટ કરીને યુ-ટ્યુબરે લખ્યું કે, ભારત યાત્રાએ આવેલા વિદેશીએ બેંગ્લોરમાં રવિવારી બજાર કે ચોર બજારનો અનુભવ કર્યો. પણ આ વિસ્તારમાં ફરતી વખતે ખરાબ અનુભવ પણ થયો અને એક ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ મારો હાથ પકડીને વાળી દઈને મારી ઉપર હુમલો કરી દીધો હતો અને મેં જ્યારે ભાગવાનો પ્રયાસ કર્યો તો તે મારી પાછળ પડ્યો હતો.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ આ મામલાની ફરિયાદના આધારે બેંગ્લોર પોલીસે પણ સંજ્ઞાન લીધું હતું. બેંગ્લોર પશ્ચિમના DCPએ મીડિયાને જણાવ્યું હતું કે, વિદેશી વ્યક્તિ પેડ્રોમોટા સાથે ગેરવર્તન થયાની ફરિયાદ મળ્યા બાદ નવાબ હયાત શરીફ નામના વ્યક્તિ સામે કર્ણાટક પોલીસ એક્ટની કલમ 92 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Karnataka | A Dutch vlogger Pedro Mota was manhandled on a busy road in the Chickpet area of Bengaluru while the YouTuber was recording a vlog on the streets
— ANI (@ANI) June 12, 2023
Regarding a complaint about misbehaving with foreigner Pedro Mota, a case has been registered against the person Navab… pic.twitter.com/P72rOzH2x8