Friday, November 22, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકપહેલવાન સાક્ષી મલિક, AAP સાંસદ સંજય સિંહ વગેરેએ ફેલાવ્યા ફેક ન્યૂઝ: વર્ષો...

    પહેલવાન સાક્ષી મલિક, AAP સાંસદ સંજય સિંહ વગેરેએ ફેલાવ્યા ફેક ન્યૂઝ: વર્ષો જૂના ફોટા શૅર કરીને હરિયાણામાં ખેડૂતો પર અત્યાચાર થયા હોવાના ખોટા દાવા કર્યા- જાણો હકીકત

    સાક્ષી મલિકે ટ્વિટમાં લખ્યું કે, ખેડૂતોએ માત્ર પોતાના પાક પર MSPની માંગ કરી હતી પરંતુ ‘ક્રૂર તંત્રે’ તેમને લાઠીઓ આપી અને ધરપકડ કરી લીધી. સાથે તેમણે એમ પણ લખ્યું કે, આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોની ખબરે તેમની આંખ ભીની કરી દીધી છે. 

    - Advertisement -

    7 જૂન, 2023 (બુધવારે) સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટર પર કેટલીક તસ્વીરો વાયરલ થઇ હતી. હાલ આંદોલનના કારણે ચર્ચામાં આવેલ પહેલવાન સાક્ષી મલિક અને આમ આદમી પાર્ટી સંજય સિંહ પણ આ તસ્વીરો શૅર કરનારાઓમાં સામેલ હતા. ફોટોમાં એક વ્યક્તિ જોવા મળે છે, જેના શરીર પર ઘા પડ્યા છે. બીજા એક વ્યક્તિના માથામાંથી લોહી નીકળતું દેખાય છે. સાક્ષી મલિકે ટ્વિટ કરીને દાવો કર્યો કે આ ખેડૂતો છે અને તેઓ પાક પર MSPની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની ઉપર લાઠીઓ વરસાવી હતી. 

    સાક્ષી મલિકે ટ્વિટમાં લખ્યું કે, ખેડૂતોએ માત્ર પોતાના પાક પર MSPની માંગ કરી હતી પરંતુ ‘ક્રૂર તંત્રે’ તેમને લાઠીઓ આપી અને ધરપકડ કરી લીધી. સાથે તેમણે એમ પણ લખ્યું કે, આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોની ખબરે તેમની આંખ ભીની કરી દીધી છે. 

    આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહે પણ બે તસ્વીરો શૅર કરી. સાથે લખ્યું કે, ‘આ ભારતના અન્નદાતા છે. તેમનો ગુનો એ જ છે કે તેઓ અનાજ પર યોગ્ય કિંમત મળે તેવું ઈચ્છે છે. ખટ્ટર સરકારે (હરિયાણા સરકાર) કહ્યું, અનાજની કિંમત માંગશો તો જીવ લઇ લઈશું.’

    - Advertisement -

    રેડિયો મિર્ચીમાં કામ કરતી સાયમાએ સાક્ષી મલિકનું ટ્વિટ એમ્બેડ કરીને આ બાબતને અત્યંત શરમજનક ગણાવી. 

    પછીથી ઘણાએ આ ફોટા શૅર કર્યા અને દાવા કર્યા કે MSPની માંગ સાથે આંદોલન કરતા ખેડૂતો પર પોલીસના લાઠીચાર્જ દરમિયાન આ વ્યક્તિને ઇજા પહોંચી હતી. પણ આ દાવાથી વિપરીત સત્ય કંઈક અલગ જ છે અને આ સમાચાર સદંતર ખોટા છે. 

    સાક્ષી મલિક અને સંજય સિંહના ટ્વિટમાં જે શીખ વ્યક્તિ જોવા મળે છે એ તસ્વીર આજની નહીં પણ ચાર વર્ષ જૂની છે. @SikhSangarsh નામના ટ્વિટર હેન્ડલે આ જ તસ્વીરો 17 જૂન, 2019ના દિવસે પોસ્ટ કરી હતી. હકીકતે આ વ્યક્તિ વ્યવસાયે ડ્રાઈવર છે અને 2019માં તેની દિલ્હી પોલીસના એક કર્મચારીઓ સાથે ઝપાઝપી થઇ ગઈ હતી, જેમાં આ ઇજા પહોંચી હતી. રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિ હાથમાં તલવાર લઈને પોલીસકર્મીઓ તરફ ધસી ગયો હતો અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ જવાબી કાર્યવાહી કરીને તેને માર માર્યો હતો. જોકે, ઘટના બાદ જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

    રસપ્રદ વાત એ છે કે સરબજીતસિંઘની મુલાકાત હાલ ફેક ન્યૂઝ ફેલાવનાર AAP સાંસદ સંજયસિંહ પણ કરી ચૂક્યા હતા. 17 જૂન, 2019ના તેમના એક ટ્વિટમાં તેમણે સરબજીતસિંઘ સાથેની તસ્વીર પોસ્ટ કરીને દિલ્હી પોલીસના કર્મચારીઓ પર કાર્યવાહીની માંગ કરી હતી. 

    હવે બીજી તસ્વીરમાં કોણ શખ્સ છે એ જાણીએ. સાક્ષી અને સંજય સિંહના ટ્વિટમાં અન્ય એક લોહીલુહાણ શખ્સ જોવા મળે છે. આ ફોટો પણ અત્યારનો નથી. પત્રકાર મનદીપ પૂનિયાએ ઓગસ્ટ, 2021માં એક ફોટો શૅર કર્યો હતો, જે આ જ વ્યક્તિનો આ જ ફોટો છે. 

    જેથી, સાક્ષી મલિક, સંજય સિંહ, સાયમા અને અન્યોએ વર્ષો જૂના ફોટા શૅર કરીને ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. જ્યાં સુધી વાત આંદોલનમાં ખેડૂતોના ‘શહીદ’ થવાની છે તો આ પ્રકારના કોઈ અહેવાલ મળ્યા નથી જેમાં જણાવવામાં આવ્યું હોય કે હરિયાણામાં પ્રદર્શન કરતા ખેડૂતોમાંથી કોઈનું મૃત્યુ થયું હોય. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં