Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાબુ બજરંગી નિર્દોષ મુક્ત થતાંની સાથે જ કથિત લિબરલો એ જ 'ભ્રુણ'ને...

    બાબુ બજરંગી નિર્દોષ મુક્ત થતાંની સાથે જ કથિત લિબરલો એ જ ‘ભ્રુણ’ને લગતા દુષ્પ્રચારને લઈને ફરીથી મેદાનમાં- જાણીએ શું છે સત્ય 

    જે ઘટના વિશે વર્ષોથી અપપ્રચાર ફેલાવવામાં આવતો રહ્યો છે તેમાં વાસ્તવિકતા તદ્દન જુદી છે.

    - Advertisement -

    2002નાં રમખાણો વખતેના નરોડા ગામ હત્યાકાંડ કેસમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટે પૂર્વ મંત્રી માયા કોડનાની, હિંદુવાદી નેતા બાબુ બજરંગી અને અન્યોને નિર્દોષ ઠેરવીને મુક્ત કર્યા છે. 2009માં આ કેસ અમદાવાદની કોર્ટમાં દાખલ થયો હતો, 14 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. 

    એક તરફ માયા કોડનાની, બાબુ બજરંગી અને અન્યોને કોર્ટે મુક્ત કર્યા અને બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર તેમની વિરુદ્ધ દુષ્પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ઘણા લોકો આ માટે એવા દાવા અને આરોપોનો આધાર લઇ રહ્યા છે જે ખોટા અને ભ્રામક હોવાનું ઘણી વખત પુરવાર થઇ ચૂક્યું છે. 

    27મી ફેબ્રુઆરી, 2002ના દિવસે ગોધરામાં મુસ્લિમ ટોળાએ અયોધ્યાથી કારસેવકોને લઈને પરત ફરતી સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવીને બાળકો અને મહિલાઓ સહિત 59 હિંદુઓને જીવતા સળગાવી દીધા હતા. આ ઘટના બાદ બીજા દિવસે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. 

    - Advertisement -

    આ રમખાણો બાદ એક સ્ટોરી ઘણાં મીડિયા આઉટલેટ્સે ચલાવી હતી અને જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રમખાણોમાં હિંદુ ટોળાએ એક ગર્ભવતી મુસ્લિમ મહિલાનો ગર્ભ કાપીને તેનું ભ્રુણ કાઢી લઈને સળગાવી દીધું હતું. આ આરોપો બાબુ બજરંગી પર લાગ્યા હતા અને તેમણે તલવાર વડે આ કૃત્ય કર્યું હોવાના દાવા પણ કરવામાં આવ્યા હતા. 

    રિપોર્ટ્સમાં મૃતક મહિલા કૌસર બાનુની ભાભીના નિવેદનને ટાંકવામાં આવ્યું હતું, જેમાં તેણે દાવા કર્યા હતા કે મૃતક મહિલા નવ મહિનાની ગર્ભવતી હતી અને હિંદુઓએ તેનું પેટ કાપીને, તલવાર વડે ભ્રુણ કાપી લઈને આગમાં નાંખીને સળગાવી દીધું હતું. 

    બાબુ બજરંગી સામે છેલ્લા બે દાયકાથી આ આરોપો લાગતા રહ્યા છે. હવે આજે નરોડા ગામ હત્યાકાંડ કેસનો ચુકાદો આવ્યો અને તેઓ નિર્દોષ મુક્ત થયા ત્યારે ફરીથી અમુક લોકોએ આ આરોપોને બળ આપ્યું હતું અને વહેતા મૂક્યા હતા. 

    એક યુઝરે બાબુ બજરંગી અને માયા કોડનાનીની તસ્વીર પોસ્ટ કરીને અમદાવાદની કોર્ટના ચુકાદા પર નારાજગી દર્શાવીને બાબુ બજરંગી વિશે કહ્યું કે, કોર્ટે એ વ્યક્તિને પણ છોડી મૂક્યો જેણે મુસ્લિમ મહિલાનું ભ્રુણ કાપી નાંખ્યું હતું. 

    અન્ય પણ કેટલાંક એકાઉન્ટ્સ પરથી બાબુ બજરંગી વિશે આ જ પ્રકારના દાવા કરવામાં આવ્યા. 

    આજે નરોડા હત્યાકાંડમાં ચુકાદો આવ્યા બાદ કોર્ટની બહાર આરોપીઓના પરિજનોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. આ નારાનો વિડીયો પોસ્ટ કરીને ‘પત્રકાર’ અભિષેક બક્ષીએ કટાક્ષ કરતાં રમખાણો દરમિયાન ભ્રુણ કાપવામાં આવ્યું હોવાની તથાકથિત ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. 

    શું છે સત્ય? 

    જે ઘટના વિશે વર્ષોથી અપપ્રચાર ફેલાવવામાં આવતો રહ્યો છે તેમાં વાસ્તવિકતા તદ્દન જુદી છે. હકીકતે જે ડોક્ટરોએ કૌસર બાનુનું પોસ્ટમોર્ટમ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે મહિલાના શરીરમાં ભ્રુણને કોઈ પ્રકારનું નુકસાન પહોંચ્યું ન હતું. 2 માર્ચ, 2002ના રોજ જે ડોક્ટરે ઓટોપ્સી કરી હતી તેમણે કોર્ટ સમક્ષ રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મહિલાનું ભ્રુણ યથાતથ સ્થિતિમાં મળ્યું હતું. 

    પોસ્ટમોર્ટમ અને સાક્ષીઓની ઉલટતપાસમાં સામે આવ્યું હતું કે, કૌસર બાનુનું મૃત્યુ ગૂંગળામણ, ડર અને આઘાતના કારણે થયું હતું અને તેમના શરીર પર ઈજાનાં કોઈ નિશાન જોવા મળ્યાં ન હતાં. પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મૃતક મહિલાના શરીર પર તલવારનાં પણ કોઈ નિશાન જોવા મળ્યાં ન હતાં. 

    કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ દુઃખદ છે, પરંતુ તેની ઉપર રાજકારણ રમવું કે અપપ્રચાર ફેલાવવો એ પણ ક્યાંય યોગ્ય ગણી શકાય નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં