શ્રીલંકાના ફોટો જર્નાલિસ્ટ સેના વિદાનાગમાનું બુધવારે (8 જૂન 2022) નિધન થયું. તેઓ 76 વર્ષના હતા. 30 જુલાઈ 1987 ના રોજ શ્રીલંકામાં ગાર્ડ ઓફ ઓનર સમારોહ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન રાજીવ ગાંધી પર રાઈફલના બટ વડે હુમલો કરનાર શ્રીલંકાના નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીના ફોટા પાડવા માટે વિદંગામા વધુ જાણીતા હતા.
સેના વિદાનાગમા એ એએફપી ફ્રેન્ચ ન્યૂઝ સર્વિસ સહિત અનેક વૈશ્વિક સમાચાર એજન્સીઓ માટે સત્તાવાર ફોટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. વિદાનાગમાનો જન્મ 1945માં શ્રીલંકાના મતારામાં થયો હતો. તેમના ફોટોગ્રાફ્સ સ્થાનિક અને વિદેશમાં વ્યાપકપણે પ્રસારિત થાયા છે
30મી જુલાઈ 1987ના રોજ શું થયું હતું?
30 જુલાઈ, 1987ના રોજ, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી કોલંબોમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નૌકાદળના કેડેટની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા. આ દરમિયાન શ્રીલંકાના સિંહાલી નૌકાદળના સૈનિકે તેમના પર રાઈફલના બટથી હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પીએમના ગાર્ડે તેમને બચાવી લીધા અને ગુનેગારને તરત જ પકડી લીધો હતો.
હુમલાખોર વિજેમુનિ વિજેતા, રોહાના ડી સિલ્વા, શ્રીલંકાના નાવિક હતા જેઓ રાજીવ ગાંધી દ્વારા શ્રીલંકાના ઓનર ગાર્ડને જોવા માટે હાજર હતા. લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE)ને ભારતના કથિત સમર્થનથી રોહાના ગુસ્સે થયા હતા. આનો બદલો લેવા તેણે પોતાની ઔપચારિક રાઈફલ ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના ખભા પાછળ મૂકીને મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પીએમ રોકાઈ ગયા અને સ્ટ્રાઇક ફોર્સથી બચી ગયા હતા.
ત્યારબાદ રોહાના પર કોર્ટમાં કેસ ચાલ્યો અને તેને છ વર્ષની જેલની સજા થઈ હતી. રાષ્ટ્રપતિની માફી મળ્યાના અઢી વર્ષ બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં ડેઈલી મિરર સાથેની મુલાકાતમાં વિજેમુનિએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેણે રાજીવ ગાંધી પર શા માટે હુમલો કર્યો.
તેમણે કહ્યું, “હું ગાર્ડ ઓફ ઓનરની રાહ જોઈ રહ્યો હતો, ભારત અને વડાપ્રધાન ગાંધીએ આપણા દેશ સાથે જે કર્યું તેનાથી હું બેચેન અને ગુસ્સે હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું કારણ કે કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા હતા. આનાથી મને ગુસ્સો આવ્યો અને મેં વિચાર્યું કે મારા દેશમાં થયેલી દુર્ઘટનાનો બદલો લેવા મારે કંઈક કરવું જોઈએ. હું વિચારી રહ્યો હતો કે ભારત એલટીટીઈને પૈસા, શસ્ત્રો અને લશ્કરી તાલીમ કેવી રીતે મદદ કરી રહ્યું છે. રાજીવ ગાંધી મારાથી લગભગ બે-ત્રણ ફૂટ દૂર હતા ત્યારે મારા મગજમાં રાઈફલ વડે હુમલો કરવાનો વિચાર આવ્યો.”
ઘટનાનું રેકોર્ડિંગ
પીઢ પત્રકાર અને ANIના પ્રમુખ પ્રેમ પ્રકાશે પણ રાજીવ ગાંધી પરના હુમલાનું રેકોર્ડિંગ કર્યું હતું. ANIનાં સ્મિતા પ્રકાશે ટ્વિટર પર આ ઘટનાને શેર કરતા કહ્યું કે, પ્રેમ પ્રકાશે શ્રીલંકાથી રિપોર્ટિંગ કરતી વખતે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. સ્મિતાના જણાવ્યા અનુસાર, પીએમઓ આ ઘટનાને નકારવા માંગતું હતું, પરંતુ તે પહેલાથી જ શ્રીલંકામાં હેડલાઈન્સ બની ચૂકી હતી.
Not one to take bullying by any PMO, @pp1931 sat on the aisle refusing to budge till his tape was returned, Rajiv Gandhi asked him into PM cabin. PM was rubbing his bruised elbow.He turned to his media advisor, said “how can we deny the attack, it is on tape, give it back to him”
— Smita Prakash (@smitaprakash) June 8, 2022
તે સમયે શ્રીલંકામાં ભારતીય સત્તાધીશો દ્વારા આ વીડિયો ક્લિપ પણ લઇ લેવામાં આવી હતી. જો કે, જ્યારે વડા પ્રધાને કહ્યું ત્યારે તે પ્રેમ પ્રકાશને પરત કરવામાં આવી હતી.