વર્ષ 2016માં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને એક પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેની વિગતો સાર્વજનિક કરવા માટે કહ્યું હતું. પછીથી આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને જે કેસમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપતાં આ માંગ ફગાવી દીધી હતી અને ઉપરથી કેજરીવાલ ઉપર દંડ ફટકારી દીધો હતો.
ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે, પીએમ મોદીનાં ડિગ્રી સર્ટિફિકેટ મીડિયા, સોશિયલ મીડિયા અને યુનિવર્સીટીની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે, તેમ છતાં RTI એક્ટ હેઠળ તેની માહિતી માંગવામાં આવી. કોર્ટે એ પણ નોંધ્યું કે કેજરીવાલે કાર્યવાહી કે સુનાવણી દરમિયાન ક્યારેય આ ડિગ્રીની અધિકૃતતા પર સવાલો ઉઠાવ્યા નથી.
So Gujarat High Court not only fined Kejriwal Rs 25,000 but also exposed the dirty Politics of Kejriwal.
— Ankur Singh (@iAnkurSingh) March 31, 2023
Court says that PM’s degree was available on media, social media and even on University website.
Still Kejriwal did controversy knowing that Degrees doesn’t come under RTI. pic.twitter.com/MozRZtLT9G
ગુજરાત હાઇકોર્ટે કેજરીવાલને ફટકાર લગાવતાં કહ્યું કે, આ કેસમાં RTIની જોગવાઈઓનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે અને કાયદાના ઉદ્દેશ્ય અને આશયની મજાક ઉડાવીને આ પ્રકારની વિનંતીઓ કરી શકાય નહીં.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ડિગ્રી સહિતનાં ડોક્યુમેન્ટ્સ કોઈ પણ નાગરિકની અંગત માહિતી છે અને જેને RTI એક્ટના સેક્શન 8(1)(j) હેઠળ બાકાત રાખવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, શૈક્ષણિક લાયકાત સબંધિત ડોક્યુમેન્ટ્સ બીજું કશું નહીં પરંતુ વિદ્યાર્થીની અંગત માહિતી હોય છે અને જ્યાં સુધી તે ‘જાહેરહિત’માં ન હોય ત્યાં સુધી તેને સાર્વજનિક કરવાની માંગ કરી શકાય નહીં અને આ કિસ્સામાં કોઈ જાહેરહિત સમાયેલું નથી.
79 પાનાંના ચુકાદામાં કોર્ટે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલના ઉદ્દેશ્ય પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે, જ્યારે પહેલેથી જ ડિગ્રીઓ પબ્લિક ડોમેનમ ઉપલબ્ધ હોય ત્યારે આ પ્રકારે RTI થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીઓ વિશે વિગતો મંગાવી એ બાબત અરવિંદ કેજરીવાલના ઉદ્દેશ્ય પર શંકા ઉપજાવે છે.
કોર્ટે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનની ડિગ્રીઓ સાર્વજનિક કરવાથી જાહેર જનતાનું કયું હિત સધાશે તે વિશે ખુલાસા કરવા માટે કેજરીવાલને પૂરતી તકો આપવામાં આવી હતી, તેમ છતાં તેઓ કોઈ ઠોસ દલીલો રજૂ કરી શક્યા ન હતા.
વર્ષ 2016માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને એક પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાતો વિશેની માહિતી સાર્વજનિક કરવા માટે કહ્યું હતું અને કમિશન પર મોદીની ડિગ્રી અંગેની વિગતો છુપાવવાના આરોપો પણ લગાવ્યા હતા.
ત્યારબાદ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને વડાપ્રધાન કાર્યાલય, દિલ્હી યુનિવર્સીટી અને ગુજરાત યુનિવર્સીટીને વડાપ્રધાન મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી રજૂ કરવા માટે આદેશ આપ્યો હતો, જેને ગુજરાત યુનિવર્સીટીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત યુનિવર્સીટીની આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવ્યા બાદ શુક્રવારે (31 માર્ચ, 2023) ગુજરાત હાઇકોર્ટે CIC દ્વારા બે યુનિવર્સીટીઓ અને PMOને પીએમ મોદીની ડિગ્રીઓ રજૂ કરવા માટે આપવામાં આવેલ આદેશ રદ કરી દીધો હતો અને કેજરીવાલને ફટકાર લગાવી 25 હજારનો દંડ કર્યો હતો.