Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવો તે જધન્ય અપરાધ છે, પાંચ વર્ષ...

    વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવો તે જધન્ય અપરાધ છે, પાંચ વર્ષ સુધીની જેલ થઇ શકે છે: SCRએ પ્રેસ રીલીઝ કરી લોકોને જાગૃત કરવા અપીલ કરી

    હમણાં સુધી વંદેભારત પર નાના મોટા થઈને નવ વખત હુમલાઓ થઇ ચુક્યા છે. આ તમામ હુમલાઓમાં 39 જેટલા દોષીઓની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    વંદે ભારત એક્સપ્રેસ હવે ભારતીય રેલવે વિભાગ અને દેશ માટે એક ગર્વનો વિષય બની ગયો છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વંદેભારત પર પથ્થરમારો કરવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહી છે. જેના કારણે ટ્રેનને તો નુકસાન થતું હોય છે સાથે સાથે યાત્રીઓ પણ ઘાયલ થયાની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે આ ટ્રેનમાં યાત્રા કરવા બાબતે એક ડરનો માહોલ પણ ઉભો થયો છે. 

    વર્તમાનમાં જ તેલંગાણામાં ઘણી જગ્યાએ વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. જે સ્થળોએ પથ્થરમારો કરવામાં આવ્યો તેમાં કાઝીપેટ, ખમ્મામ, કાઝીપેટ, ભોંગિર અને એલુરુ-રાજમુન્દ્રીનો સમાવેશ થાય છે. આ ઘટનાની રેલવે વિભાગે ગંભીરતાથી નોધ લીધી છે. તેમજ દક્ષિણ મધ્ય રેલવે (SCR) એ મંગળવારે લોકોને અપીલ કરી છે કે તેઓ પથ્થરમારા જેવી પ્રવૃત્તિમાં ભાગ ન લય. સાથે જ તેમને એક પ્રેસ રીલીઝ કરી હતી. 

    રીલીઝ કરેલી પ્રેસમાં તેઓએ જણાવ્યું છે કે ટ્રેન પર પથ્થરમારો કરવો તે જધન્ય અપરાધ છે. આ અપરાધ કરનારને રેલવે એક્ટની કલમ 153 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પાંચ વર્ષની સજા થઇ શકે છે. વધુમાં તે પ્રેસમાં જણાવવામાં આવ્યું છે કે હમણાં સુધી વંદે ભારત પર નાના મોટા થઈને નવ વખત હુમલાઓ થઇ ચુક્યા છે. આ તમામ હુમલાઓમાં 39 જેટલા દોષીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેટલાક સગીરો પણ સામેલ છે. આ બાબતની ગંભીર નોધ લઈને રેલવે વિભાગે વાલીઓને અપીલ કરી છે કે તમારા બાળકોને આવી પ્રવૃત્તિથી દુર રાખશો. 

    - Advertisement -

    આ તમામ મામલા પર SCRના જનરલ મેનેજર અરુણ કુમાર જૈને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી દૂર રહેવાની અપીલ કરી છે, સાથે જ તેમને લોકોમાં જાગૃતી લાવવા માટે સરપંચોને સહયોગ કરવા માટે પણ કહ્યું છે. જો કે આ ટ્રેન પર જ્યાં જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યાં ત્યાં સુરક્ષા જવાનોને મૂકી દેવામાં આવ્યા છે. 

    ટ્રેન પર પત્થર મારાના કારણે ટ્રેનના ટાઈમ ટેબલ પર મોટી અસર પડે છે એટલું જ નહીં પરંતુ યાત્રીઓ ઘાયલ થવાના કારણે તેમનામાં અસુરક્ષાનો ભાવ જાગે છે. વર્તમાનમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિશ્વ સ્તરે નોધ લેવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં