Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ઈસાઈ ધર્મ અપનાવીને હિંદુ હોવાનો લાભ મેળવી શકો નહીં': SC અનામત સીટ...

    ‘ઈસાઈ ધર્મ અપનાવીને હિંદુ હોવાનો લાભ મેળવી શકો નહીં’: SC અનામત સીટ પરથી લડી માર્કસવાદી પક્ષના નેતા બન્યા હતા ધારાસભ્ય, કેરલ હાઈકોર્ટે સભ્યપદ કર્યું રદ્દ

    કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું કે ખ્રિસ્તી બન્યા પછી એ. રાજા હિંદુ ધર્મનો હોવાનો દાવો કરી શકે નહીં. SC સમાજ હિંદુ છે. ચુંટણી રિટર્નિંગ ઓફિસર પર સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું હતું કે “તેમને જ એ. રાજાનું નામાંકન ફગાવી દેવું જોઈતું હતું.”

    - Advertisement -

    કેરલ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં ધર્મપરિવર્તન કરીને ઈસાઈ બની ગયેલા માર્કસવાદી પક્ષના એ. રાજાનું ધારાસભ્ય પદ રદ કર્યું છે. તેઓ CPI(M)ની ટિકિટ પર અનુસૂચિત જાતિ (SC) માટે અનામતની બેઠક પરથી ચૂંટાયા હતા. કોંગ્રેસ નેતા કોંગ્રેસના નેતા ડી કુમારે આ બાબતે એક અરજી કરી હતી જેમાં આ ચુકાદો આવ્યો હતો. 

    મળતી માહિતી અનુસાર, CPI(M) નેતા એ. રાજાએ પોતે ઈસાઈ ધર્મ અંગીકાર કરી મીક્યો છે. પરંતુ તેઓ ચુંટણી SC અનામત સીટ પરથી લડ્યા હતા. SC સીટ પરથી કોઈ ઈસાઈ ચુંટણી લડી શકે નહીં. આ બાબતને લઈને કોંગ્રેસ નેતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. એ. રાજાનું ધારાસભ્ય પદ રદ કરતા જસ્ટિસ પી સોમરાજને કહ્યું હતું કે “ઈસાઈ ધર્મ સ્વીકાર્યા બાદ કોઈ પણ SC અનામત સીટ પરથી ચુંટણી લડી શકે નહીં. કારણ કે દેવીકુલમ સીટ અનુસૂચિત જાતિ માટે અનામત છે અને એ. રાજાએ તેના પહેલા જ ઈસાઈ ધર્મ સ્વીકારી લીધો હતો.” 

    કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું કે ખ્રિસ્તી બન્યા પછી એ. રાજા હિંદુ ધર્મનો હોવાનો દાવો કરી શકે નહીં. SC સમાજ હિંદુ છે. ચુંટણી રિટર્નિંગ ઓફિસર પર સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું હતું કે “તેમને જ એ. રાજાનું નામાંકન ફગાવી દેવું જોઈતું હતું.” અદાલતે એ. રાજાના ધારાસભ્ય પદને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 98 હેઠળ અમાન્ય જાહેર કર્યું હતું. 

    - Advertisement -

    શું છે આખો મામલો?

    વાત કેરલ વિધાનસભા ચુંટણી સમયની છે, જ્યારે દેવીકુલમ સીટ કે જે SC અનામત સીટ છે, ત્યાંથી CPI(M) તરફથી એ. રાજા અને કોંગ્રેસ તરફથી ડી. કુમારને ટીકીટ આપવામાં આવી હતી. કોંગ્રેસ નેતા ડી કુમારે ત્યારે જ ચુંટણી અધિકારી સામે વાંધો ઉઠાવ્યો હતો તેમજ કહ્યું હતું કે આ SC અનામત સીટ છે જ્યારે એ. રાજા ઈસાઈ બની ચુક્યા છે. માટે તેઓ આ સીટ પરથી ચુંટણી લડવા યોગ્ય નથી. પણ તે સમયે એ. રાજાનું નામાંકન માન્ય રાખવામાં આવ્યું હતું. પરિણામ આવ્યું જેમાં એ. રાજાની જીત થઇ હતી. 

    પરંતુ, ત્યારબાદ કોંગ્રેસ નેતા અને તે સમયે દેવીકુલમ સીટ પરથી ઉમેદવાર હતા, તેમને કેરલ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાલમાં જ હાઈકોર્ટે એ. રાજાનું સભ્યપદ રદ્દ કર્યું હતું.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં