થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર ગોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં એક વિદેશી યુ-ટ્યુબરને અમુક ગોવાના સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓ ન્યુઝીલેન્ડ પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે અને એમ પણ કહ્યું હતું કે તે મુસ્લિમ વિસ્તાર છે. આ વિડીયો વાયરલ થયા બાદ હવે પાકિસ્તાન સમર્થકે માફી માંગવાનો વારો આવ્યો છે.
આ વિડીયો વિદેશી પ્રવાસી અને યુટ્યુબર દાઉદ અંખુદઝાદાએ પોસ્ટ કર્યો હતો, જેમાં તેને ગોવાના અમુક સ્થાનિકો સાથે વાત કરતો જોઈ શકાય છે. ગોવાના કલંગુટ વિસ્તારમાં ફરતી વખતે તે એક હોટેલમાં પહોંચ્યો હતો, જ્યાં કેટલાક લોકો ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા.
This Is How Indians Support Pakistan In Goa, India 🇮🇳#Travel #India pic.twitter.com/jlrVJQJ51z
— Davud Akhundzada (@Davud_Akh) February 22, 2023
સ્થાનિકોને અંખુદઝાદાએ પૂછ્યું કે તેઓ કોને સપોર્ટ કરી રહ્યા છે? જેના જવાબમાં એક વ્યક્તિએ તેને કહ્યું કે તેઓ પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે. ભારતમાં રહીને પાકિસ્તાનને સમર્થન કરતા સ્થાનિકોને જોઈને આશ્ચર્ય પામેલા યુ-ટ્યુબરે કારણ પૂછ્યું તો હોટેલમાં બેઠલા વ્યક્તિએ જણાવ્યું હતું કે તે આખો મુસ્લિમ વિસ્તાર છે. ત્યારબાદ તેણે વીડિયોમાં કહ્યું કે, રસપ્રદ વાત છે કે તેઓ ભારતમાં રહીને પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ એકઠા થઈને આ વ્યક્તિ પાસે માફી મંગાવી હતી. તેણે ઘૂંટણિયે પડીને, કાન પકડીને માફી માંગી હતી અને કહ્યું કે તે પણ ભારતને પ્રેમ કરે છે.
The man who was supporting Pakistan in Goa pic.twitter.com/jE8IidAf9K
— Madhur Singh (@ThePlacardGuy) February 24, 2023
વિડીયોમાં ઘણા લોકો એકઠા થયેલા જોવા મળે છે. તેઓ પાકિસ્તાન-સમર્થક વ્યક્તિને માફી માંગવાનું કહે છે. ત્યારબાદ તે ઘૂંટણિયે બેસી જાય છે અને બંને હાથે કાન પકડીને માફી માંગીને કહે છે કે, ‘આઈ લવ ઇન્ડિયા.’ ત્યારબાદ તે અને તેની સાથેના અન્ય લોકો ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવતા જોવા મળે છે.
દાઉદ અંખુદઝાદાએ આ વિડીયો 26 ફેબ્રુઆરી, 2022ના રોજ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો હતો. અનુમાન છે કે આ વિડીયો 9 નવેમ્બરે રેકોર્ડ થયો હોવો જોઈએ, જ્યારે ICC T20 વર્લ્ડ કપની પહેલી સેમી-ફાઇનલ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી.
અંખુદઝાદા એક ટ્રાવેલ વ્લોગર છે અને યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે. તે અનેક દેશોના પ્રવાસ કરી ચૂક્યો છે. ભારતમાં પણ અનેક શહેરોમાં ફરીને તેણે વ્લોગ બનાવ્યા હતા. મૂળ તે ચેગ રિપબ્લિકનો વતની છે.