બાવાના બેય બગડ્યા જેવી વાત ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પોતાના એક નિવેદનમાં જણાવી હતી, બિહારથી જન સૂરાજ યાત્રા શરૂ કરનાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. જન સૂરાજ યાત્રા અંતર્ગત સોમવારે (30 મે 2022) વૈશાલીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સમાજવાદી નેતા સ્વ. રઘુવંશ પ્રસાદ સિંહના પૈતૃક નિવાસસ્થાને પહોંચેલા પ્રશાંત કિશોરે કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા બાવાના બેય બગડ્યા જેવું થયા હોવાનું કહ્યું હતું.
કિશોરે કોંગ્રેસ માટે કહ્યું હતું કે, “હું ફરી ક્યારેય કોંગ્રેસ સાથે કામ કરીશ નહીં. આ એક એવી પાર્ટી છે જેણે પોતાનામાં સુધારો ન કર્યો, અને મારો ટ્રેક રેકોર્ડ પણ બગાડ્યો છે.” પ્રશાંતે આગળ કહ્યું, “2011 થી 2021 સુધી, હું 11 ચૂંટણીઓ સાથે જોડાયેલો હતો, 2017ની માત્ર એક જ ચૂંટણી હાર્યો હતો, જે યુપીમાં કોંગ્રેસ સાથે હતી. તે પછી મેં નક્કી કર્યું હતું કે હું હવે કોંગ્રેસ સાથે કામ નહીં કરું.
#WATCH | From 2011-2021, I was associated with 11 elections and lost only one election that is with Congress in UP. Since then, I’ve decided that I will not work with them (Congress) as they have spoiled my track record: Poll strategist, Prashant Kishor in Vaishali, Bihar (30.05) pic.twitter.com/rQcoY1pZgq
— ANI (@ANI) May 31, 2022
કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રશાંત કિશોરે દેશની સૌથી જૂની પાર્ટીને ડૂબતી નાવ ગણાવી હતી. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, “મને કોંગ્રેસ માટે ખૂબ માન છે, પરંતુ હાલ સ્થિતિ કોંગ્રેસ પાર્ટી માટે સારી નથી, હું માત્ર એક જ ચૂંટણી હાર્યો છું એ પણ કોંગ્રેસ તરફી, જેમાંથી મને શિક્ષા મળી કે મારે હવે કોંગ્રેસ સાથે કામ ન કરવું જોઈએ,”
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસ સાથેની ચર્ચાઓ નિષ્ફળ જતાં પ્રશાંત કિશોરે પોતાની નવી રાજકીય ઇનિંગનો સંકેત આપ્યો હતો. 2 મેના રોજ એક ટ્વીટ દ્વારા તેણે પોતાના એક દાયકાના અનુભવનો ઉલ્લેખ કર્યો અને બિહારથી નવી ‘શરૂઆત’ કરવાની વાત કરી. એપ્રિલમાં, કોંગ્રેસમાં જોડાવા માટે લાંબી મીટિંગો પછી, કિશોરે માહિતી આપી હતી કે તેણે પાર્ટીની ઓફર ઠુકરાવી દીધી છે.
નોંધનીય છે કે ભૂતકાળમાં પ્રશાંત કિશોર દ્વારા ‘ઇ. અડ્ડા’માં એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપ ચૂંટણીમાં ખૂબ જ મજબૂત પક્ષ બની ગયો છે અને એકવાર તમે ભારતમાં 30% મત મેળવી લો, પછી તમે ઘણા દાયકાઓ સુધી ટકી રહેશો. તાજેતરમાં કોંગ્રેસ સાથે સુમેળ ભર્યો મેળાપ ન થઇ શક્યાં બાદ પ્રશાંત કિશોર એક વિડીયોમાં કોંગ્રેસ માટે કામ ન કરવા માટે કટાક્ષમાં હાથ જોડતા જોવા મળ્યાં હતાં