નેટફ્લિકસ સાથે મળીને બોલીવુડ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી હીરામંડી નામનો એક નવો પ્રોજેક્ટ લાવી રહ્યાં છે. આપણા કટ્ટર વિરોધી એવા પાડોસી દેશના લાહોર શહેરમાં આ નામનો જ એક “રેડ લાઈટ” વિસ્તાર ધમધમી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સ્વતંત્રતા પહેલાના અવિભાજિત ભારતના ભાગ એવા લાહોરના દરબારીઓ અને તેમનાં જીવન પર આધારિત છે. પણ ખરેખર તો ફિલ્મોની ગણિકાઓની ઝાકમઝોળ વાસ્તવિકતાથી કોસો દુર હોય છે.
આ કોઈ પહેલી વાર નથી કે બોલીવુડ એવી કોઈ ફિલ્મ લાવ્યું હોય જેમાં દરબારીઓ કે પછી તવાયફોને ઝાકમઝોળ જીવન જીવતા બતાવે છે. આ પ્રકારની ફિલ્મો હમેશા તેવી મહિલાઓને ચિત્રિત કરવાની કોશિશ કરે છે જેમને પરાણે વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવી હોય, અને બાદમાં તે જ મહિલા ખુબ પ્રભાવશાળી અને પાવરફુલ બની જતી હોય છે, તાજેતરમાં આવેલી ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી”માં આલિયા ભટ્ટ દ્વારા આવું જ કંઇક પાત્ર ભજવવામાં આવ્યું હતું. જેમાં માફિયાઓ દ્વારા યૌનશોષણ કરવામાં આવ્યું હોય છે, પણ અંતમાં તે એક ખુબ જ પ્રભાવશાળી અને પાવરફુલ મહિલા બની જાય છે. પણ સવાલ ઉભો થાય તેવી બાબત તો એ છે કે ફિલ્મોની ગણિકાઓની ઝાકમઝોળ વાસ્તવિકતાથી કેટલી નજીક હશે?
આવી જ એક ફિલ્મ હતી “ઉમરાવ જાન” જેને 2 વાર બનાવવામાં આવી હતી, પ્રથમ વાર 1981માં અભિનેત્રી રેખા દ્વારા અને પછી 2006માં ઐશ્વર્યા રાય બચ્ચન દ્વારા અભિનીત કરવામાં આવી હતી. જે ઉર્દુ નવલકથા “ઉમરાવ જાન અદા” પરથી પર આધારિત હતી. આ બન્ને ફિલ્મોને 19મી સદીમાં લખનૌના એક દરબારી અને કવિની વાસ્તવિક કથા ઉપર આધારિત હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મમાં દર્શાવેલ ઉમરાવ જાનનું વાસ્તવિક નામ અમરીન હતું, અને તેને બાળપણમાં જ અપહરણ કરીને વૈશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી.
અને કે. આસિફની મુઘલ-એ-આઝમ ફિલ્મમાં પણ કૈક આ પ્રકારનું ચિત્રણ કરવામાં આવ્યું હતું, જેમાં શહેઝાદા સલીમને તેના અબ્બુ અકબરની દરબારી અનારકલી સાથે પ્રેમ થઈ જાય છે. આ સિવાય કમાલ અમરોહીની લોકપ્રિય ફિલ્મ પાકીઝામાં એક શ્રીમંત સલીમ અહમદ ખાનને એક રૂપસુંદરી દરબારી મહિલા સાથે પ્રેમ થઈ જાય છે.
દરબારી અથવા તવાયફને સામાન્ય રીતે મુક્ત-ભાવના વાળી વ્યક્તિ તરીકે ચિત્રિત કરવામાં આવે છે, જેનું જીવન સામાન્ય રીતે ભવ્ય રહેઠાણો, મનોહર સ્થળો, મોહક પુરુષો, કિંમતી સંપત્તિ અને સાચા પ્રેમથી ભરેલું હોય છે. તેઓ વ્યવહારીક રીતે વૈભવશાળી અને શ્રીમંતાઈ ભર્યું જીવન જીવતા જોવા મળે છે.
પણ વાસ્તવમાં ફિલ્મોની ગણિકાઓની ઝાકમઝોળ વાસ્તવિકતાથી માઈલો દુર અને અંધકારમય હોય છે, સદીઓથી તેમનું શોષણ થતું આવ્યું છે, તેમની સાથે દુર્વ્યવહાર થતા આવ્યાં છે, અને તેમને પરને વૈશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવી છે. આટલું જ નહિ, કહેવાતા સમાજ દ્વારા પણ તેમને ક્યારેય સ્વીકારવામાં નથી આવ્યાં. અને તેમને સામાજિક પતનનું કારણ માનીને હમેશા ધુત્કારવામાં આવ્યાં છે. આમાંથી અનેક તવાયફ મુઘલ દરબારોનો હિસ્સો હતી. અને વર્ષોથી પુસ્તકો અને ફિલ્મોના માધ્યમથી તેમને તેવી રીતે ગ્લેમરાઈઝ કરવામાં આવ્યાં છે, જેમની પાસે પુરુષો પર પ્રભુત્વ હતું અને ત્યાં સુધી કે રાજનૈતિક રીતે પણ તેમને સક્રિય દર્શાવામાં આવ્યાં છે.
સિવાયકે અમથી કેટલીક વાતો તથ્ય સામે આંખ આડા કાન કરે છે, જેમ કે ઉમરાવ જાનને સગીરવયમાં જ વેશ્યા વૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી. અને પૈસા માટે તેને તવાયફ બનાવી દેવામાં આવી હતી. હવે નું ચિત્રણ કઈક અલગ જ કરવામાં આવ્યું, અને તેને રોમેન્ટિક દર્શાવવા માટે એક એવા ઘરમાં રાખવામાં આવી જ્યાં હિન્દુસ્તાની સંગીત, અને ગઝલો અને કવિતાઓ જેવી કળા અને સંસ્કૃતિથી પરિચિત કરવામાં આવી, અને તેણે ભણાવવામાં પણ આવી. સિવાય કે તેને પોતાનું શરીર વહેંચવા મજબુર કરવામાં આવી, અને પુરુષો માટે તેને એક માત્ર મનોરંજન નું સાધન બનાવી દેવામાં આવી તે તેની ઈચ્છા વિરુદ્ધ હતું.
પણ વેશ્યાવૃત્તિના અંધકારને ઝગમગ ઝાકમઝોળ બતાવવા માટે ફિલ્મો બનાવવામાં આવે છે, પુસ્તકો લખવામાં આવે છે. કેટલાક ફેમીનીસ્ટ લોકો તેવું સાબિત કરવા માંગે છે કે ભારતના સ્વતંત્ર સંગ્રામમાં તવાયફોએ “ગુમનામ નાયક” નો રોલ ભજવ્યો છે. અને દાવો કરવામાં આવે છે કે તવાયફની એક ધૂંધળી અને અસ્પષ્ટ કથા તે ભારતીય સ્વતંત્ર સૈનિકોનો ભાગ હતી જેમણે અંગ્રેજો વિરુદ્ધ દેશને આઝાદ કરાવવા વિદ્રોહ કર્યો હતો.
તવાઈફ પર 2019 ના સ્ક્રોલ આર્ટિકલમાં અઝીઝુનબાઈ વિશે વાત કરવામાં આવી છે, જેમણે 1857 માં કાનપુરમાં સિપાહી વિદ્રોહમાં કથિત રીતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, “લખનઉના દરબારી અઝીઝુનબાઈ નાની ઉંમરે જ કાનપુર આવી ગયા” તે સિવાય આ લેખમા તે લખનૌથી કાનપુર આવી ત્યારે તે કેટલી નાની હતી અને કયા સંજોગોમાં હતી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જે બાબત એકદમ નિશ્ચિત છે કે એક યુવતી બાળ વેશ્યા બનવાની ઇચ્છાથી મોટી ન હતી થઈ. એમના જીવનના ઉત્તરાર્ધમાં એમણે કરેલાં બધાં જ હિંમતવાન કૃત્યો છતાં, એ હકીકતને કોઈ કેવી રીતે અવગણી શકાય કે અઝીઝુનબાઈનું બાળપણમાં જ અપહરણ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં?
ખાતરી સાથે કહી શકાય કે તેનું જીવન ‘જાદુઈ’ અને ઝાકમઝોળ ભર્યું નહોતું. તેઓ કઈ ડિઝનીની રાજકુમારીઓ ન હતી, જેમના વાળ પર ફૂલના ટિયારા બાંધેલા હોય અને પક્ષીઓ તેમની સાથે ગાતા હોય. કોઈ પણ મહિલા પોતાનું શરીર ન વહેંચી શકે, પછી ભલે તેને અન્ય કોઈ પણ રસ્તો ન સુજતો હોય.
અને જો તવાયફ હોવું એ આટલો સુંદર વ્યવસાય હતો, તો શા માટે ‘તવાયફ’ શબ્દનો ઉપયોગ સ્ત્રીઓના અપમાન તરીકે કરવામાં આવે છે? જૂન 2019 માં, સમાજવાદી પાર્ટીના નેતા એસટી હસને દંગલ ફિલ્મની અભિનેત્રી ઝાયરા વસીમને ‘તવાઈફ’ તરીકે ઓળખાવી હતી, જેણે ઇસ્લામને પોતાનું જીવન સમર્પિત કરવા માટે અભિનય છોડી દીધો હતો. આ વિવાદ પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે “તવાયફ અને અભિનેત્રી વચ્ચે કોઇ ફરક નથી.” મે 2022 માં, શાહીન બાગના પ્રદર્શનકારી આઈમાન રિઝવીએ રિપબ્લિક ટીવી પત્રકારને “ડિજિટલ તવાયફ” ગણાવી હતી.
જો તવાઇફ કે દરબારીઓ ખરેખર આટલો બધો આદર ધરાવતા હતા અને ‘જાદુઈ’ જીવન જીવતા હતા, જેમ કે બોલિવૂડ ઇચ્છે છે કે આપણે તે માની લઈએ, તો શા માટે તે શબ્દનો ઉપયોગ મહિલાઓના અપમાન કરવા માટે આવે છે?