Friday, November 22, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકમીડિયાએ મોહન ભાગવતના મરાઠી ભાષણનો ખોટો અનુવાદ કર્યો: સંત રવિદાસને ટાંકીને શાશ્વત...

    મીડિયાએ મોહન ભાગવતના મરાઠી ભાષણનો ખોટો અનુવાદ કર્યો: સંત રવિદાસને ટાંકીને શાશ્વત ધર્મનો અર્થ સમજાવી રહ્યા હતા સરસંઘચાલક, નહતું લીધું બ્રાહ્મણ જાતિનું નામ

    સરસંઘચાલકની વાત સમજ્યા વગર જ મીડિયાએ ચલાવેલા સમાચારથી એવું લાગી રહ્યું છે કે તેમણે બ્રાહ્મણો વિરુદ્ધ ટિપ્પણી કરી હોય.

    - Advertisement -

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા ડૉ. મોહન ભાગવતના એક નિવેદનને લઈને મીડિયા-સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. રવિવારે (5 ફેબ્રુઆરી, 2023) જયંતીના દિવસે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ભાષણ આપ્યું હતું, જે મરાઠીમાં હતું. આ ભાષણનો ખોટો અનુવાદ કરીને મીડિયાએ ચલાવી દીધું હતું. 

    સરસંઘચાલકની વાત સમજ્યા વગર જ મીડિયાએ ચલાવેલા સમાચારથી એવું લાગી રહ્યું છે કે તેમણે બ્રાહ્મણો વિરુદ્ધ ટિપ્પણી કરી હોય. સૌથી પહેલાં ન્યૂઝ એજન્સી ANI અને મીડિયા ચેનલ ‘આજ તકે’ આ ભૂલ કરી નાંખી હતી. ત્યારબાદ અન્ય મીડિયા ચેનલો, પોર્ટલો પર પણ વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા અને સંઘના વડાના નિવેદનનો આખો અલગ અર્થ કાઢવામાં આવ્યો.

    ન્યૂઝ એજન્સી ANIએ પહેલાં મોહન ભાગવતના ભાષણને ટાંકીને લખ્યું હતું કે, ‘આપણી સમાજ પ્રત્યે પણ કેટલીક જવાબદારીઓ છે. જો દરેક કામ સમાજ માટે હોય તો કોઈ કામ મોટું, નાનું કે જુદું કઈ રીતે હોય શકે? ભગવાને હંમેશા કહ્યું છે કે તેમના માટે બધા જ સરખા છે અને કોઈ જાતિ-વર્ગ નથી. પરંતુ પંડિતોએ જે શ્રેણી બનાવી તે ખોટું હતું.’

    - Advertisement -

    સરસંઘચાલક મોહન ભાગવતે વાસ્તવમાં ‘પંડિત’ શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેનું તાત્પર્ય વિદ્વાન સાથે છે, બ્રાહ્મણ જાતિ સાથે નહીં. આ એક એવો શબ્દ છે જે હવે અંગ્રેજીમાં પણ ઉપયોગમાં લેવાય છે. જેમકે, હવે ત્યાં પણ રાજનીતિક બાબતોની સમજ ધરાવનારાઓને ‘પોલિટિકલ પંડિત’ કહેવામાં આવે છે. તેમના આ કથનનો ખોટો અનુવાદ કરવામાં આવ્યો હતો.

    જોકે, પછીથી ANIને પોતાની ભૂલ સમજાતાં સુધારીને ફરીથી ટ્વિટ કરવામાં આવ્યું હતું. સાથે લખવામાં પણ આવ્યું કે અગાઉના ટ્વિટમાં ભાષાંતર કરવામાં ભૂલ થઇ હતી. નવેસરથી ભાષાંતર કરીને લખવામાં આવેલ ટ્વિટ આ પ્રકારનું હતું- “સત્ય જ ઈશ્વર છે. તેઓ કહે છે કે તેઓ સર્વવ્યાપી છે. નામ-રૂપ ગમે તે હોય પરંતુ યોગ્યતા એક છે. ઊંચ-નીચ નથી. શાસ્ત્રોના આધારે કેટલાક પંડિત જે કહે છે એ ખોટું છે. આપણે જાતીય શ્રેષ્ઠતાની કલ્પનામાં ઊંચ-નીચમાં ફસાઈને ભ્રમિત થઇ ગયા, આ ભ્રમ દોર કરવાનો છે.’

    અહીં સ્પષ્ટ છે કે ડૉ. મોહન ભાગવત હિંદુઓને એક થવાની વાત કરી રહ્યા હતા અને તમામને એક સરખું મહત્વ અને સન્માન આપવાની વાત કરી રહ્યા હતા. તેમણે ક્યાંય બ્રાહ્મણ જાતિનું નામ ન લખ્યું. ખોટો અનુવાદ કરવાના કારણે સમજફેર થઇ હતી. આખરે RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે વિડીયો શૅર કરીને જણાવ્યું હતું કે ડૉ. મોહન ભાગવતે વાસ્તવમાં શું કહ્યું હતું. 

    તેઓ કહે છે, “સત્ય એ જ છે કે હું તમામ પ્રાણીઓમાં છું, જેથી રૂપ કંઈ પણ હોય પરંતુ યોગ્યતા એક છે, માન-સન્માન એક છે. બધા સાથે પોતીકાપણું છે. કોઈ ઊંચ-નીચ નથી. શાસ્ત્રોનો આધાર લઈને પંડિત (વિદ્વાન) લોકો જે (જાતિ આધારિત ઊંચ-નીચની) વાત કરે છે, એ ખોટી છે. 

    સંત રવિદાસને ટાંકીને શાશ્વત ધર્મનો અર્થ સમજાવી રહ્યા હતા RSS પ્રમુખ

    RSS વડા મોહન ભાગવતે કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઉપેક્ષા જોતાં તેમને થયું કે જે સત્ય છે તે શોધવું જોઈએ. તેમણે પૂછ્યું કે જે સાશ્વત સુખનો માર્ગ છે, તે શું છે? પછી તેમણે સમજાવ્યું કે સંત રવિદાસ વિચારી રહ્યા હતા કે વાસ્તવમાં શું છે? તેમણે જોયેલી-સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરીને પ્રત્યક્ષ અનુભવ લેવાનો નિર્ણય કર્યો. સંત રવિદાસે સ્વામી રામાનંદનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. પછી તેમને જ્ઞાન થયું કે સત્ય જ ઈશ્વર છે. 

    મોહન ભાગવતે ત્યારબાદ જ કહ્યું કે, “એ સત્ય એમ કહે છે કે હું તમામ પ્રાણીઓમાં છું એટલે રૂપ-નામ કંઈ પણ હોય પરંતુ યોગ્યતા એક છે, માન-સન્માન એક છે, બધાને લઈને એક પોતીકાપણું છે. કોઈ ઊંચું કે નીચું નથી. શાસ્ત્રોના આધાર લઈને પંડિત લોકો જે કહે છે તે ખોટું છે. જાતિ, જાતિની કલ્પનામાં ઊંચ-નીચના વંટોળમાં ફસાઈને આપણે ભ્રમિત થઇ ગયા છીએ. આ ભ્રમ દૂર કરવાનો છે. આપણી જ્ઞાન પરંપરા આમ નથી કહેતી તે સમાજને જણાવવું જોઈએ. આ પરંપરા કહે છે કે સત્ય, ધર્મ અને કર્મ ક્યારેય છોડવા ન જોઈએ. મૃત્યુ પામ્યા બાદ પણ ધર્મ નહીં છોડીએ. પ્રત્યક્ષ તેમના જીવનમાં આ પ્રસંગ આવ્યો.”

    સરસંઘચાલકે એ પણ જણાવ્યું કે કઈ રીતે સિકંદર લોદીએ પહેલાં કપટપૂર્વક તેમને બોલાવ્યા અને કહ્યું કે તેમનો ધર્મ બેકાર છે અને ઇસ્લામ શ્રેષ્ઠ હોવાથી તેઓ મુસ્લિમ બને. તેમણે કહ્યું, “મુસ્લિમો વિશે કોઈના મનમાં દ્વેષ ન હતો અને તેમના મનમાં પણ ન હતો. સંત રવિદાસે એ પણ જણાવ્યું કે હિંદુ શું અને મુસ્લિમ શું, સત્ય એક છે અને તમામ પરમેશ્વરનાં સંતાનો છે. સત્ય એ જ છે પરંતુ તેનો અર્થ બદલાવો ન જોઈએ.”

    સંત રવિદાસને ટાંકીને તેમણે આગળ કહ્યું કે, “પોતપોતાની શ્રદ્ધાને અનુસરો, બધા માર્ગો એક જ જગ્યાએ જાય છે. પોતાની પ્રકૃતિ અનુસાર જે માર્ગ છે તે સારો છે, એ વિષય નથી પ્રકૃતિનો કે જે હોય તે જ માનવું.” આ વાત સંતે લોદીને જણાવી અને કહ્યું કે તેઓ પોતાનો ધર્મ નહીં છોડશે. તેમણે સિકંદરને કહ્યું કે વેદોનો ધર્મ શ્રેષ્ઠ છે અને તેના ઇસ્લામની તુલનામાં પણ શ્રેષ્ઠ છે. 

    તેમણે આગળ કહ્યું, “વાદ-વિવાદ ચાલી રહ્યો હતો એટલે તેમણે આવો તર્ક આપવો પડ્યો. ત્યારબાદ લોદીએ તેમને જેલમાં નાંખી દીધા. પરંતુ જેલમાં તેમને સદ્ગુણ કૃષ્ણના દર્શન થયા અને દિલ્હી, ફતેહપુર સિક્રીના લોકો અને સિકંદર લોદીને દરેક જગ્યાએ સંત રવિદાસજીના દર્શન થવા માંડ્યા અને તે ગભરાઈને શરણમાં આવી ગયો. સિકંદર લોદીની યોજના હતી કે તેમને હાથીના પગ તળે કચડીને મારવામાં આવે. પરંતુ પ્રાણ સંકટમાં હોવા છતાં પણ તેમણે ઉદાહરણથી સમાજને સમજાવ્યું કે ધર્મ ક્યારેય ન છોડો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં