Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસોમનાથ મંદિર વિષે અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના સામે તળાજામાં ભભૂક્યો રોષ: હિંદુઓએ...

    સોમનાથ મંદિર વિષે અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના સામે તળાજામાં ભભૂક્યો રોષ: હિંદુઓએ પોલીસ સ્ટેશન સામે આખી રાત આપ્યા ધરણા

    તેમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં સોમનાથ મંદિર પર મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા થયેલ હુમલાઓને યોગ્ય ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે સોમનાથ મંદિરમાંથી મહિલાઓને ગાયબ કરવામાં આવતી હતી. આ નિવેદનનો વિડીયો વાઇરલ થયા બાદ હિંદુઓ રોષે ભરાયેલા છે.

    - Advertisement -

    ગુજરાતના તળાજાથી હિંદુઓના રોષનો એક કિસ્સો સામે આવી રહ્યો છે. હાલમાં એક મૌલાનાનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં તે સોમનાથ મંદિર વિષે અપમાનજનક ટિપ્પણીઓ કરતો સાંભળવા મળે છે. જે બાદ અહિંના હિંદુઓ રોષે ભરાયા હતા અને તેની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

    અહેવાલો અનુસાર ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદીએ સોમનાથ મંદિર પરના હુમલાને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી છે. ઉપરાંત તેણે સોમનાથ મંદિર પર હમણાં સુધી થયેલ હુમલાઓને યોગ્ય ગણાવ્યા હતા. જે બાદ તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

    આ વિડીયો સામે આવ્યા બાદ દેશ ભરના હિંદુઓ રોષે ભરાયા હતા. તે જ સોમવારે બપોરે 3 વાગ્યા આસપાસ શ્રેણીમાં તળાજા ખાતે હિંદુઓ આ મૌલાના સામે FIR કરવાની માંગ લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ અહીં પોલીસે FIRના સ્થાને માત્ર અરજી લેવાનો આગ્રહ રાખતા મામલો બિચકાયો હતો.

    - Advertisement -

    કડકડતી ઠંડીમાં પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આખી રાત ધરણા

    જે બાદ તે તમામ લોકો પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ ધરણા કરવા બેસી ગયા હતા. પોલીસને એમ કે થોડી વારમાં આ લોકો જતા રહેશે. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે આ ધરણા કાર્યક્રમ આખી રાત ચાલ્યો હતો. રાતે કડકડતી ઠંડીમાં કાર્યકર્તાઓએ ત્યાં જ ગાદલા અને રજાઈઓ મંગાવીને ધામા નાખ્યા હતા. જે બાદ વિશ્વ હિંદુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

    ઑપઇન્ડિયા સાથે થયેલ ખાસ વાતચીતમાં મિસ્ત્રીએ જણાવ્યું હતું, “હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવ મંદિર વિષે કોઈ મૌલાના આવી ટિપ્પણી કરે તો રોષ ભભુકવો સ્વાભાવિક જ છે. આ બાબતે ન્યાયતંત્ર અને પોલીસતંત્રએ ત્વરિત પગલાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને IT એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવી જોઈએ.”

    આ ઉપરાંત તેઓએ જણાવ્યું, “તળાજા પોલીસ સ્ટેશન પર DySP જયદીપસિંહ સરવૈયા સાથે આ બાબતે વાટાઘાટો કરતા અમે એ નિર્ણય પર પહોંચ્યા છીએ કે આ મૌલાના વિરુદ્ધ જાણકારોનું માર્ગદર્શન લઈને તળાજા કોર્ટમાં કારયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

    મૌલાના સાજીદ રશીદીએ આપ્યું હતું વિવાદિત નિવેદન

    નોંધનીય છે કે પ્રજાસત્તાક દિવસના આગળના જ અઠવાડિયામાં મૌલાના સાજીદ રશીદીએ આ વિવાદિત નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે આ મૌલાના સાજીદ રશીદી ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ છે.

    તેમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં સોમનાથ મંદિર પર મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા થયેલ હુમલાઓને યોગ્ય ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે સોમનાથ મંદિરમાંથી મહિલાઓને ગાયબ કરવામાં આવતી હતી. આ નિવેદનનો વિડીયો વાઇરલ થયા બાદ હિંદુઓ રોષે ભરાયેલા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં