મુસ્લિમ મહિલાઓ બુર્કિની પહેરીને સ્નાન નહીં કરી શકે તેવું ફરમાન ફ્રાન્સની એક અદાલતે આપ્યું છે. મુસ્લિમ મહિલાઓને સ્વિમિંગ પૂલ અથવા બીચ પર બુર્કિની પહેરવાની મંજૂરી આપતા નિર્ણયને રદ કરતા નવું ફરમાન જાહેર કર્યું છે. એટલે કે હવે પબ્લિક સ્વીમીંગ પૂલમાં કે જાહેર બીચ પર મુસ્લિમ મહિલાઓ બુર્કિની પહેરીને સ્નાન નહીં કરી શકે.
ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડોરમેનિને પોતાના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપતા જણાવ્યું હતું કે. “વહીવટી અદાલત માને છે કે પૂલમાં બુર્કિની પહેરવાની મંજૂરી આપવાનો ગ્રેનોબલના મેયરનો નિર્ણય બિનસાંપ્રદાયિકતાને ગંભીરરીતે નબળી પાડે છે,”
Ma réaction à la décision du tribunal administratif de Grenoble qui suspend la délibération de la mairie de Grenoble sur le « Burkini » : une victoire pour la République, la laïcité et le droit. @le_Parisien https://t.co/rPc92ZiQkQ
— Gérald DARMANIN (@GDarmanin) May 26, 2022
ડોરમેનિને વધુમાં જણાવ્યું હતું કે ગ્રેનોબલના મેયરનો બુર્કિની પહેરવાની મંજૂરી આપવાનો નિર્ણય 2021ના અલગતાવાદના કાયદા પર આધારિત હતો, જે ફ્રાન્સની બિનસાંપ્રદાયિકતાની છબીથી તદ્દન વિપરીત હતો. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ઇમેન્યુઅલ મેક્રોનને સખત લડત આપનાર ફ્રેન્ચ જમણેરી નેતા મરીન લે પેન કહ્યું હતું કે તે સ્વિમિંગ પુલમાં બુર્કિની પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવવા માંગતા હતા. તો બીજી તરફ, ફ્રાન્સમાં મુસ્લિમ અધિકારોની રક્ષા કરતી સંસ્થાઓએ બુર્કિનીના પ્રતિબંધને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન અને મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ ગણાવ્યો હતો.
વાસ્તવમાં, 16 મેના રોજ, ગ્રેનોબલ શહેરના મેયરે મુસ્લિમ મહિલાઓને પૂલમાં બુર્કિની પહેરવાની મંજૂરી આપી હતી. મેયર પિયોલે તે સમયે ફ્રેન્ચ રેડિયો RMC પર જણાવ્યું હતું કે, “અમે ઈચ્છીએ છીએ કે મહિલાઓ અને પુરુષો તેમની ઈચ્છા પ્રમાણે પોશાક પહેરે.” ગેરાલ્ડ ડોર્મનિને ગ્રેનોબલના મેયરના નિર્ણયને ઉશ્કેરણીજનક ગણાવીને નકારી કાઢ્યો હતો.તેમણે કહ્યું હતું કે, “ગ્રેનોબલ શહેરના મેયરનો બુર્કિની પહેરવાની મંજૂરી આપવાનો નિર્ણય બિનસાંપ્રદાયિકતાને ક્ષીણ કરી રહ્યો છે. કોર્ટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય 2021માં લાવવામાં આવેલા અલગતાવાદ કાયદા પર આધારિત છે. ડોરમેનિને મેયરના નિર્ણયને ફ્રાન્સની બિનસાંપ્રદાયિકતાની વિરુદ્ધ ગણાવીને તેને કોર્ટમાં પડકારવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં બુર્કિનીનો મુદ્દો હંમેશા વિવાદમાં રહ્યો છે. યુરોપિયન દેશ ફ્રાંસમાં મુસ્લિમોની વસ્તી લગભગ 50 લાખ છે. યુરોપિયન યુનિયનના કોઈપણ દેશમાં આટલી મુસ્લિમ વસ્તી નથી. 2010માં, રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ ફ્રાન્સમાં જાહેર સ્થળોએ સંપૂર્ણ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમનું માનવું હતું કે હિજાબ કે બુરખો એ મહિલાઓ પર અત્યાચાર છે, અહીં તેને કોઈપણ કિંમતે મંજૂરી આપી શકાય નહીં. ફ્રાન્સ બુરખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે.
આ કાયદા હેઠળ, સરકાર સ્થાનિક વહીવટીતંત્રના નિર્ણયોને પડકારી શકે છે, કારણ કે ફ્રાંસમાં ધર્મનિરપેક્ષતાને લઈને ખૂબ જ કડક કાયદો છે. જો સ્થાનિક વહીવટીતંત્ર અથવા રાજ્ય સરકારો તેમની વિરુદ્ધ કોઈ નિયમો બનાવે છે, અને કેન્દ્ર સરકાર તેને કોર્ટમાં પડકારે છે, તો અદાલતો આ નિયમોને રદ કરે છે. ગ્રેનોબલમાં બુર્કિની અંગે મેયરનો નિર્ણય આ કાયદા હેઠળ પલટી ગયો હતો.
શું છે અલગતાવાદ કાયદો
આ કાયદા હેઠળ, સરકાર સ્થાનિક વહીવટીતંત્રના નિર્ણયોને પડકારી શકે છે, કારણ કે ફ્રાંસમાં ધર્મનિરપેક્ષતાને લઈને ખૂબ જ કડક કાયદો છે. જો સ્થાનિક વહીવટીતંત્ર અથવા રાજ્ય સરકારો તેમની વિરુદ્ધ કોઈ નિયમો બનાવે છે, અને કેન્દ્ર સરકાર તેને કોર્ટમાં પડકારે છે, તો અદાલતો આ નિયમોને રદ કરે છે. ગ્રેનોબલમાં બુર્કિની અંગે મેયરનો નિર્ણય આ કાયદા હેઠળ પલટી ગયો હતો.