મેરઠના નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 23 વર્ષના એક યુવકે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી. પરિવારનો આરોપ છે કે તેનું એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતી અને તેના સંબંધીઓ યુવક પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા જેનાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ અધિકારી (CO) અરવિંદ ચૌરસિયાએ જણાવ્યું કે નૌચંડી વિસ્તારના ચિત્રકૂટ કોલોનીમાં રહેતા 23 વર્ષીય દુષ્યંત ચૌધરીની લાશ રવિવારે સવારે તેના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી. તેમણે કહ્યું, “સંબંધીઓના કહેવા પ્રમાણે, દુષ્યંત શનિવારે રાત્રે રૂમમાં સૂઈ ગયો હતો. સવારના ઘણા સમય સુધી તે રૂમમાંથી બહાર આવ્યો ન હતો. જ્યારે તેની માતા શિક્ષા દેવી તેને જગાડવા પહોંચી ત્યારે પુત્રનો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો.” ચૌરસિયાએ કહ્યું, “પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. હજુ સુધી તપાસમાં યુવકે આત્મહત્યા કેમ કરી તે જાણી શકાયું નથી.”
અહેવાલો અનુસાર ઘટના મેરઠના નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારની ચિત્રકૂટ કોલોનીની છે, જ્યાં દુષ્યંત નામનો યુવક ડીજેનું કામ કરતો હતો. 4 વર્ષ પહેલા દુષ્યંતની મુલાકાત ફરહા નામની મુસ્લિમ યુવતી સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમપ્રકરણ ચાલ્યું અને પછી પરિવારના સભ્યો વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા. દુષ્યંતના સંબંધીઓના જણાવ્યા અનુસાર બંને લાંબા સમયથી અલગ રહેતા હતા.
પરિવારનો આરોપ છે કે લગ્ન બાદ સાસરિયાં તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા. આ દબાણને કારણે બંને અલગ પણ થઈ ગયા હતા. આ દરમિયાન દુષ્યંત ઘણી વખત દેવબંદ પણ ગયો હતો. આ દબાણને કારણે દુષ્યંત લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો. મરતા પહેલા દુષ્યંતે તેની પત્ની ફરહાને ફોન કર્યો હતો. બંનેએ 40 મિનિટ સુધી વાત કરી, પરંતુ તે પછી જ્યારે વાત ન બની તો દુષ્યંતે જીવનનો અંત આણી લીધો.
હિંદુ સંગઠનો ન્યાય માટે આવ્યા મેદાનમાં
દુષ્યંતે ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ મામલે હિંદુ સંગઠનો પણ સક્રિય થયા છે. મેરઠના હિંદુ સંગઠનના લોકોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. આ સાથે તેમણે પત્નીના પરિવાર પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ મામલે હિન્દુ જાગરણ મંચના પૂર્વ મહાનગર પ્રમુખ સચિન સિરોહીએ પણ કડક કાર્યવાહીની માંગ કરી હતી અને સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી.
હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તે જ સમયે, પરિવારના સભ્યોએ કોઈ માહિતી આપી નથી. પોલીસ અધિકારીઓની વાત માનીએ તો ધર્માંતરણના દબાણ જેવા આક્ષેપો થાય છે, પરંતુ હજુ સુધી પરિવારજનોએ કોઈ ફરિયાદ આપી નથી. જો કોઈ ફરિયાદ આવું આવશે તો આરોપોની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.